Ahmedabad : સાયબર ક્રાઇમના ઈતિહાસમાં સૌથી મોટી ઘટના, 26.78 કરોડની છેતરપીંડી

|

Jul 19, 2022 | 11:36 PM

અમદાવાદમા(Ahmedabad) સાયબર ક્રાઇમના(Cyber Crime) ઇતિહાસમાં સૌથી મોટી રકમની ફરિયાદ સામે આવી છે. જેમાં તમિલનાડુ ટેક્સ બુક કોર્પોરેશનનું ટેન્ડર અપાવવાના બહાને ગાલા પ્રિન્ટ સિટીના એમડી સાથે રૂપિયા 26.78 કરોડની છેતરપિંડીની(Fraud) ફરિયાદ સામે આવી છે.

Ahmedabad : સાયબર ક્રાઇમના ઈતિહાસમાં સૌથી મોટી ઘટના, 26.78 કરોડની છેતરપીંડી
Cyber Crime

Follow us on

અમદાવાદમા(Ahmedabad)  સાયબર ક્રાઇમના(Cyber Crime)  ઇતિહાસમાં સૌથી મોટી રકમની ફરિયાદ સામે આવી છે. જેમાં તમિલનાડુ ટેક્સ બુક કોર્પોરેશનનું ટેન્ડર અપાવવાના બહાને ગાલા પ્રિન્ટ સિટીના એમડી સાથે રૂપિયા 26.78 કરોડની છેતરપિંડીની(Fraud)  ફરિયાદ સામે આવી છે. જેમાં તમિલનાડુ ટેક્સ બુક કોર્પોરેશનનું ટેન્ડર અપાવવાના બહાને રો મટિરીયલ્સમાંથી પણ 15-20 ટકા કમિશન આપવાના બહાને છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં ફરિયાદીને વિશ્વાસમાં લેવા એડવાન્સ રકમ પણ ચૂકવી હતી. જેના પગલે સાયબર ક્રાઇમે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

જો કે આ અંગે સાયબર ક્રાઇમમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ટેન્ડર માટે ચૂકવવાની એડવાન્સ રકમ પણ ચુકવવામાં આવી હતી. જેના પરથી કંપનીએ આ છેતરપીંડી કરનારા વ્યક્તિ પર વિશ્વાસ બેસે. તેની બાદ આ સમગ્ર છેતરપીંડી કરવામાં આવી છે. જેના પગલે હાલમાં સાયબર ક્રાઇમના અધિકારીઓ પણ કેસની મોડસ ઓપરેન્ડી શોધી તેની તપાસમાં લાગ્યા છે.

Gujarat એટીએસે ત્રણ રાજ્યમાં કુખ્યાત ગેંગસ્ટરને ઝડપી લીધો

આ  ઉપરાંત ગુજરાત સહિત રાજસ્થાન, કેરળ સહિતના અનેક રાજ્યોમાં હત્યા,લૂંટ, ધાડ અને ખંડણી સહિત અનેક ગુનાઓ આચરેલ રાજસ્થાનના ગેંગસ્ટરની  એટીએસે ધરપકડ કરી છે. આ આરોપીનું નામ અરવિંદસીંઘ શેતાનસિંઘ બિકાની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. જેમાં એટીએસની ટીમને માહિતી મળી હતી કે રાજસ્થાનનો ગેંગસ્ટર અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં આવનાર છે..જે બાતમીના આધારે ગુજરાત એટીએસની ટીમે છટકું ગોઠવી રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર અરવિંદસીંઘ શેતાનસિંઘ બિકાને ઝડપી લીધો.ગેંગસ્ટર અરવિંદસિંઘ બીકા ગુજરાતમાં કોઈ ગુનાને અંજામ આપે તે પહેલાં જ ગુજરાત એટીએસ પકડી લીધો છે. રાજસ્થાનના કુખ્યાત આ ગુનેગાર પર એક નહિ બે નહિ પરંતુ 35 જેટલા ગુનાઓ માં સંડોવાયેલો છે.જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ધાડ , ચોરી,ખંડણી, જેલ તોડીને ભાગી જવું, પોલીસ જાપ્તા માંથી ફરાર થવું ,પોલીસ જાપ્તા પર ફાયરિંગ કરવું , પોલીસ જાપ્તા પર ફાયરીંગ કરી પોતાના સાગરીતને ભગાવવા જેવા ગંભીર ગુનાઓ આચરેલ છે.જોકે ગેંગસ્ટર અરવિંદસિંઘ દ્વારા બે વખત રાજસ્થાન પોલીસ પર ફાયરિંગ કર્યું છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ગુજરાત એટીએસની ટીમે આ ગેંગસ્ટર ને ઝડપ્યો ત્યારે ઘાતક હથિયારો પણ મળી આવ્યા હતા.જેમાં બે પિસ્તલ, એક દેશી તમંચો અને પાંચ જીવતા કારતૂસ મળી આવતા એટીએસ એ અરવિંદસિંઘ વિરૂદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

Published On - 11:22 pm, Tue, 19 July 22

Next Article