Ahmedabad : ટોકિયો Olympics જતા પૂર્વે સ્વીમર માના પટેલે કોરોનાની રસી લીધી

|

Jul 03, 2021 | 2:00 PM

Ahmedabad : 21 વર્ષીય સ્વીમર માના પટેલે(swimmer Mana Patel) ટોકિયો ઓલમ્પિક્સની(Tokyo Olympics)માં દેશનું પ્રતિનિધિત્વ કરવા જતા પહેલા કોરોના રસી લીધી છે.

Ahmedabad : ટોકિયો Olympics જતા પૂર્વે સ્વીમર માના પટેલે કોરોનાની રસી લીધી
માના પટેલે કોરોના રસી લીધી

Follow us on

Ahmedabad : અમદાવાદની સ્વીમર માના પટેલે(swimmer Mana Patel) શનિવારે કોરોના રસીકરણ કરાવ્યું હતુ. અમદાવાદ શહેરના ગોતા અર્બન હેલ્થ સેન્ટરના રસીકરણ કેન્દ્રમાં કોરોના રસીકરણ (Corona Vaccination) કરાવીને પોતાને કોરોના સામેના સુરક્ષા કવચથી સજ્જ કરી છે.

ટોકિયો ઓલમ્પિક્સની(Tokyo Olympics) બેકસ્ટ્રોક સ્વીમીંગ સ્પર્ધામાં માના પટેલ દેશનું પ્રતિનિધિત્વ કરવા જઇ રહી છે. ઓલમ્પિક્સમાં ખેલાડી ભાગ લે તે પૂર્વે વેક્સિનેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. ખેલાડીઓની સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઓલમ્પિક્સ કમિટી દ્વારા આ નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે.

માના પટેલે સ્વાસ્થ્ય સુરક્ષા હેતુસર અગાઉ કોરોનાનો પ્રથમ ડોઝ મેળવ્યો હતો. હવે જ્યારે 21 દિવસ બાદ ટોકિયો ઓલમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા જઇ રહી છે. ત્યારે તેણીએ પોતાની અને અન્ય ખેલાડીઓની સ્વાસ્થ્ય સુરક્ષા અને કોરોના સામેની સલામતીને ધ્યાનમાં રાખીને કોરોના રસીકરણનો બીજો ડોઝ મેળવીને કોરોના રસીકરણ પૂર્ણ કર્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કોરોના રસીકરણ અંગે માના પટેલનું કહેવું છે કે, કોરોના મહામારીમાં કોરોના રસીકરણ જ અમોધ શસ્ત્ર છે. ત્યારે દરેક નાગરિકે કોરોના રસીકરણ જરૂરથી કરાવીને પોતાને કોરોનાથી સુરક્ષિત કરવા જોઇએ. અર્બન હેલ્થ સેન્ટરના હેલ્થકેર વર્કર્સે માના પટેલના કોરોના રસીકરણ બાદ ટોકિયો ઓલમ્પિક્સ માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

નોંધનીય છે કે, 21 વર્ષીય માના પટેલ અમદાવાદ (Ahmedabad)ની છે. તેમજ તેણે અમદાવાદના ગુજરાત વિદ્યાપીઠના કમલેશ નાણાવટી દ્વારા કોચીંગ મેળવી ચુકી છે. ત્યારબાદ તે મુંબઈમાં સ્વિમિંગ કોચિંગ મેળવી રહી છે. તે 2016માં ગુવાહાટીમાં રમાયેલ સાઉથ એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ, ત્રણ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ મેળવીને ચર્ચામાં રહી હતી.

માના પટેલે 21 વર્ષની ઉંમરમાં અને 12 વર્ષની સ્વિમિંગની કારકિર્દીમાં 180થી વધુ મેડલ મેળવ્યા છે. તો 85 સ્ટેટ લેવલ મેડલ, 72 નેશનલ લેવલ મેડલ અને 25 ઇન્ટરનેશનલ લેવલ મેડલ મેળવ્યા છે. માનાએ 30થી વધુ રેકોર્ડ બનાવ્યા છે. માના પટેલે કુલ 180 ઉપર મેળવ્યા મેડલ છે. માના પટેલની સિદ્ધિથી પરિવારે પણ ગૌરવ અનુભવ્યો છે. માના પટેલે 8 વર્ષની ઉંમરે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું હતું.

માના પટેલ નાનપણમાં શરીરનો પાતળો બાંધો ધરાવતી હતી, જેથી તે સ્વિમિંગમાં આગળ વધી શકશે તેવું પરિવારનું માનવું હતું. અને માટે 8 વર્ષની ઉંમરે માના પટેલે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું હતું. અને આજે તેણે આ સિદ્ધિ હાંસલ કરી છે.

Next Article