Ahmedabad : 15 ઓગસ્ટે શહેરને મળશે વધુ 40 ઇલેક્ટ્રિક BRTS બસ, મેયર કિરીટ પરમાર કરશે ફ્લેગ ઓફ

અમદાવાદીઓને 15 ઓગસ્ટ ળશે વધુ 40 ઇલેક્ટ્રિક BRTS બસ નો લાભ. આ બસને મેયર કિરીટ પરમાર ફ્લેગ ઓફ કરશે.

Darshal Raval
| Edited By: | Updated on: Aug 14, 2021 | 6:49 PM

15 મી ઓગસ્ટની દેશભરમાં લોકો વિવિધ પ્રકારે ઉજવણી કરતા હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ AMC દ્વારા ઉજવણીનું આયોજન કર્યું છે. જોકે તેનાથી મોટી વાત એ છે કે ઉજવણી દરમિયાન અમદાવાદના શહેરીજનોને 40 નવી ઇલેક્ટ્રિક બસની ભેટ આપશે. જેથી મુસાફરીમાં શહેરીજનોને સરળતા રહે. જે 40 નવી બસોનું આવતીકાલે એટલે કે રવિવારે મેયર કિરીર પરમાર ઇન્દ્રપુરી વોર્ડમાં ફ્લેગ ઓફ કરશે.

હાલમાં BRTS પાસે 275 બસ છે. જેમાં 40 નવી બસો ઉમેરાતા હવે કુલ 315 બસની સંખ્યા થશે. જેમાં પણ હાલમાં BRTSમાં 275માં 100 બસ ઇલેક્ટ્રિક બસ છે. જેમાં નવી 40 બસ ઉમેરાતા ઇલેક્ટ્રિક બસનો આંક 140 પર પહોંચશે.અને તેની સાથે BRTS માં કુલ 315 બસ થશે. તો હાલમાં 275 બસમાં 1.50 લાખ મુસાફરો મુસાફરી કરે છે. જે બસ વધતા ફ્રિકવનસી વધશે અને મુસાફરોને સુવિધા મળશે.

જે બસ આધુનિક સુવિધા ધરાવતી બસ હશે. જેમાં હવા અને અવાજનું પ્રદુષણ ફેલાશે નહિ. ઓટોમેટિક ટ્રાન્સમિશન અને સસ્પેનશન ધરાવતી બસ હશે. બસમાં સુરક્ષા માટે ઓટોમેટિક ફાયર ડિટેક્શન અને સ્પ્રેશન સિસ્ટમ રખાઈ છે. તેમજ અગ્નિશામક સિલિન્ડર રખાયા છે. તેમજ જ્યાં સુધી દરવાજા બંધ નહિ થાય ત્યાં સુધી બસ ઉપડશે નહિ તેવી સિસ્ટમ બસમાં રખાઈ છે. જેથી મુસાફરોની વધુ સુરક્ષા થઈ શકે.

મહત્વનું છે કે ઇલેક્ટ્રિક બસ આવે એટલે બસના ચાર્જિંગની પણ વ્યવસ્થા હોવી જોઈએ. જેના પર amc એ ધ્યાન આપ્યું છે. વસ્ત્રાલથી દોડતી બસ માટે 24 ચાર્જિંગ સ્ટેશન પણ ઉભા કરાયા છે.

Amc નું માનવું છે કે બસ સેવામાં વધારો કરતા લોકોને વધુ અને સારી સુવિધા મુસાફરી ક્ષેત્રે મળી રહેશે. તેમજ વધુ બસ હોવાના કારણે બસમાં સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાઈ રહેશે. જેથી કોરોનામાં લોકોને સાનુકૂળ વાતાવરણ પણ મુસાફરી દરમિયાન મળી રહેશે.

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">