નવરાત્રીમાં કલબો અને પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજન માટે કલાકારોની માંગ
નવરાત્રીમાં ગરબાની મંજૂરી પાર્ટી પ્લોટ અને જાહેર સ્થળ પર નહિ મળતાં કલાકારો નારાજ છે. જેમાં મોટા કાર્યક્રમોને મંજૂરી નહિ આપતા તેની સાથે સંકળાયેલ ધંધાદારીઓને પણ અસર થઈ છે.
ગુજરાતમાં (Gujarat) નવરાત્રીમાં(Navratri)ગરબા (Garba) રમવા માટે કોરોના (Corona) નિયમો સાથે સોસાયટી અને એપાર્ટમેન્ટમાં 400 લોકોની સંખ્યા સાથે શેરી ગરબાની મંજૂરી અપાઈ છે.પરંતુ પાર્ટી પ્લોટ અને જાહેર સ્થળ પર મંજૂરી નહિ મળતાં કલાકારો નારાજ છે. જેમાં મોટા કાર્યક્રમોને મંજૂરી નહિ આપતા તેની સાથે સંકળાયેલ ધંધાદારીઓને પણ અસર થઈ છે.
તેથી મોટા આયોજન નહિ થવાથી રોજી રોટી કેવી રીતે મળશે તેને લઈને કલાકારોની મૂંઝવણ વધી છે.એટલે જ નવરાત્રીના થોડા દિવસ બાકી છે ત્યારે સરકારે ફેર વિચારણા કરી છૂટછાટ આપે તેવી કલાકારોએ માંગ કરી છે..
ઉલ્લેખનીય છે કે, નવરાત્રીને લઇને સરકારે રાત્રિ કર્ફ્યુમાં થોડીક છુટછાટ આપી છે. જેમાં નવરાત્રિને પગલે રાત્રિ કર્ફ્યુની સમયની અવધિ ઘટાડવામાં આવી છે. હવે 8 શહેરોમાં રાત્રી કર્ફ્યુ 12 થી સવાર ના 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કર્ફ્યુમાં એક કલાકની છુટ આપવામાં આવી છે.
સાથે જ નવરાત્રીમાં ગરબાના રસિકો માટે પણ સારા સમાચાર આવ્યા છે. આ નિર્ણયમાં શેરી ગરબાને પરવાનગી આપવાની જાહેરાત કરી છે. ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
જે અનુસાર કલબ પાર્ટી પ્લોટમાં ગરબા યોજવાની મંજૂરી આપવામાં નથી આવી. તમને જણાવી દઈએ કે નવરાત્રિમાં 400 વ્યક્તિની હાજરીમાં ઉજવણીની પહેલાથી જ મંજૂરી મળી હતી.
આ પણ વાંચો : TV9ના અહેવાલની અસર, પાદરા-જંબુસર હાઇવે પરના બિસ્માર માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કર્યુ
આ પણ વાંચો : Ahmedabad: તહેવારની શરૂઆત પહેલા જ કોરોનાનું જોખમ વધ્યું, એક જ સોસાયટીમાં મળ્યા આટલા કેસ

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા

આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન

પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન

પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
