Ahmedabad : LG હોસ્પિટલમાં બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો, બાળક બદલાયો હોવાનો આક્ષેપ

|

May 31, 2022 | 10:36 PM

અમદાવાદની(Ahmedabad) એલ. જી. હોસ્પિટલમાં બાળક બદલાય જવાના મુદ્દે બાળક બીજું હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બાળકની ડેડબોડી આપવામાં આવી છે તેના વાળ વધુ છે.તેમના બાળક ને લાખું ન હતું આ બાળક ને લાખું છે.જ્યારે તેમનું બાળક શ્વેત હતું.

Ahmedabad : LG હોસ્પિટલમાં બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો, બાળક બદલાયો હોવાનો આક્ષેપ
Ahmedabad LG Hospital Negligence Complaint

Follow us on

અમદાવાદ (Ahmedabad) મહાનગપાલિકા સંચાલિત એલજી હોસ્પિટલ(LG Hospital) ફરી વિવાદમાં આવી છે. જેમાં મૃતક બાળકના (Child) પરિવારજનો આક્ષેપ છે કે બાળક બદલાઈ ગયું છે તેમજ પરિવારજનોએ DNA ટેસ્ટની માંગ કરી છે. આ ઘટનાની વિગત મુજબ પીપલજ પાસે રહેતા કાળુભાઇ સોલંકીના પરિવારમાં 6 દિવસ પહેલા બાળકની જન્મ થયો હતો. તેમજ ઘરે ડિલિવરી કરવામાં આવી હતી. આ બાળકના જન્મ બાદ સતત રડતા રહેતા ચાર દિવસ પહેલા હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું. જ્યાં ઇન્ફેક્શન અને અન્ય તકલીફ હોવાનું કહી ડોક્ટર દ્વારા બાળકોને NICU દાખલ કરવામાં આવ્યું હતું.

તેમજ બાળકને મળવા એમને જવા દેવામાં આવતા નહોતા. જો કે મંગળવારે બાળક ગુજરી ગયું હોવાનું કહી બાળકને ઘરે લઈ જવા કહેવામાં આવ્યું હતું. આ બાળકને કાપડમાં લપેટી આપ્યું હતું ઘરે જઈ જોયું તો બાળક બીજું હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બાળકની ડેડબોડી આપવામાં આવી છે તેના વાળ વધુ છે.તેમના બાળક ને લાખું ન હતું આ બાળક ને લાખું છે.જ્યારે તેમનું બાળક શ્વેત હતું.

તો આ અંગે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ બાળક બદલાઈ ગયું હોવાની વાતને રદિયો આપ્યો છે.તેઓનું કહેવું છે કે NICU માં રાખ્યું હોવાથી કાળો ડાઘ પડી ગયો છે. તે લાખું નથી.બાળક તેમનું છે. જ્યારે આ મામલે મેયરે હોસ્પિટલ પાસે ખુલાસો માંગ્યો છે. આ અગાઉ પણ એલજી હોસ્પિટલ અનેક વિવાદો માં રહી છે. જયારે બાળક બદલાઈ જવાની બાબતમાં આગળ શું થાય છે તે જોવું રહ્યું

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Published On - 9:59 pm, Tue, 31 May 22

Next Article