Ahmedabad: AMTSના મુસાફરોને AC વાળુ બસ સ્ટોપ તો મળ્યુ, પણ પછી શું થયુ જાણો

|

Jun 01, 2022 | 6:10 PM

મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે આવેલ AMTS બસ સ્ટેન્ડને (AMTS Bus stop) મોડીફાય કરીને એસી કેબીન વાળુ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું. જે બસ સ્ટેન્ડ જોઈને લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા.

Ahmedabad: AMTSના મુસાફરોને AC વાળુ બસ સ્ટોપ તો મળ્યુ, પણ પછી શું થયુ જાણો
AC Bus Stop In Ahmedabad

Follow us on

અમદાવાદના (Ahmedabad) પ્રખ્યાત સીજી રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે આવેલ AMTS બસ સ્ટેન્ડને (AMTS Bus stop) મોડીફાય કરીને એસી કેબીન વાળુ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું. જે બસ સ્ટેન્ડ જોઈને લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. કેમ કે ગુજરાતમાં ક્યાય નહીં હોય તેવા પ્રકારનું બસ સ્ટેન્ડ લોકોએ અહીં જોયુ. આ બસ સ્ટેન્ડ પર AC, CCTV અને ફાયર સેફટીના સાધન હતા. જો કે નવાઇની વાત તો એ છે કે આ બસ સ્ટેન્ડ મોડીફાય થયાના બીજા દિવસે અચાનક જ પહેલાની જેબ AC વગરનું થઇ ગયુ. આ બસસ્ટોપ પરથી CCTV પણ હટાવી લેવાયા. આ ઘટનાને લઇને વિવાદ સર્જાયો છે. તેમજ લોકોમાં પણ કુતુહલ છે કે આખરે રાતોરાત સુવિધાથી સજ્જ બનેલુ AMTS બસ સ્ટોપ ફરીથી કેવી રીતે પહેલાની જેમ બની ગયુ.

શું સર્જાયો સમગ્ર વિવાદ ?

દોઢ વર્ષ પહેલાં AMCના AMTS વિભાગ દ્વારા ચાર વર્ષ માટે ચિત્રા પબ્લિસિટી કો. કંપનીને શહેરના 773 થી વધુ બસ સ્ટેન્ડને લઈને 2021માં ટેન્ડર આપવામાં આવ્યું હતું. જેમાં બસ સ્ટેન્ડ પર હોર્ડિંગ્સ લગાવી જાહેરાત કરવા અને બસ સ્ટેન્ડ મેઇન્ટેન કરવા મંજૂરી આપવામાં આવી હતી. જોકે નિયમ પ્રમાણે બસ સ્ટેન્ડ પર મંજુરી વિના જાહેરાત સિવાય અન્ય કોઈ કામ ન કરી શકે. તેમ છતાં આ કંપની દ્વારા સીજી રોડ પરના આ બસ સ્ટેન્ડને મંજૂરી વગર AC સહિતની સુવિધા સાથે મોડીફાય કરાયુ. જેની જાણ તંત્રને થતા તંત્ર દ્વારા બસ સ્ટેન્ડને ફરી પહેલાની જેમ રાતોરાત તબદીલ કરી દેવાયું અને તમામ સુવિધા હટાવી લેવાઈ.

વિપક્ષે સાધ્યુ નિશાન

તમામ ઘટનાને લઈને વિપક્ષે બસ સ્ટેન્ડ હટાવવાને લઈને સતાપક્ષ પર નિશાન સાધ્યું અને જણાવ્યું કે AMC અન્ય ઇમારતો સામે કાર્યવાહી નથી કરતી અને લોકોને ઉપયોગી બનતા અને સેવા કાર્યમાં AMC કેમ આવું કાર્ય કરે છે. તો આ તરફ AMTSના ચેરમેને મંજૂરી વગર બસ સ્ટેન્ડ મોડીફાય કરાયુ હોવાનું જણાવી પહેલાની જેમ બસ સ્ટેન્ડ કરી દેવાનું જણાવી કંપની સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

વાત અહીં જે હોય પણ એક ખાનગી કંપનીના પ્રયાસથી અમદાવાદ શહેરમાં એક દિવસ માટે પણ એસી કેબીન સાથેનું AMTS બસ સ્ટેન્ડ લોકોને જોવા મળ્યું. ત્યારે હવે એવી પણ વાત ચર્ચાઈ રહી છે કે તે જ કંપની મંજૂરી લઈને ફરી તેવું જ બસ સ્ટેન્ડ બનાવશે, જેથી લોકોને ગરમીમાં ઠંડક મળે. ઠંડીમાં રાહત મળે તો ચોમાસામાં વરસાદથી લોકો પોતાને પલળતા બચાવી શકે. ત્યારે જોવાનું એ પણ રહે છે કે તેને લઈને AMC મંજૂરી આપે છે કે કેમ અને હાલમા કંપની સામે શુ કાર્યવાહી કરાય છે ?

Next Article