Ahmedabad : મુસ્લિમ સમાજમાં વેક્સિનેશનનો વ્યાપ વધારવા AMC એ યોજી બેઠક

|

Jun 23, 2021 | 3:35 PM

Ahmedabad : કોરોના સામે હજુ સુધી કોઈ અકસીર દવા નથી શોધાઈ. દવા ન શોધાઈ ત્યાં સુધી ફરજીયાત માસ્ક, ફરજીયાત સોશિયલ ડિસ્ટન્સ અને વેકસીનેશન (Vaccination) એ જ માત્ર ઉપાય છે.

Ahmedabad : મુસ્લિમ સમાજમાં વેક્સિનેશનનો વ્યાપ વધારવા AMC એ યોજી બેઠક
વેક્સિનેશનનો વ્યાપ વધારવા AMC એ યોજી બેઠક

Follow us on

Ahmedabad  : કોરોના સામે હજુ સુધી કોઈ અકસીર દવા નથી શોધાઈ. દવા ન શોધાઈ ત્યાં સુધી ફરજીયાત માસ્ક, ફરજીયાત સોશિયલ ડિસ્ટન્સ અને વેકસીનેશન (Vaccination) એ જ માત્ર ઉપાય છે. વેક્સીન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેના પર શરૂઆતથી ભાર મુકતા આવ્યા છે. તેમજ વિવિધ પ્રયાસો થકી લોકોને પણ નિયમ પાડવા સહિત ટેસ્ટિંગ અને વેકસીન લેવા બાબતે લોકોને જાગૃત કરાઈ રહ્યા છે. તેમજ વેકસીનેશન પણ કરાઈ રહ્યું છે.

અમદાવાદમાં મુસ્લિમ સમાજમાં વેકસીનેશનનો રેશિયો વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દક્ષિણ ઝોનમાં મુસ્લિમ અગ્રણી અને મૌલવી સાથે કાઉન્સિરોની હાજરીમાં AMC એ મિટિંગ યોજી વેકસીન લેવા બાબતે જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરાયો.

જોકે આ તમામ બાબતો વચ્ચે એક એવી ચર્ચા વહેતી થઈ છે કે મુસ્લિમ સમાજમાં વેકસીનેશનનો રેશિયો હાલ ઓછો છે. જેથી તેઓને વેકસીનેશન કરવું જરૂરી છે. કેમ કે કોરોના નાત, જાત કે ધર્મ કઈ જોતો નથી. તે તમામ માટે સરખો છે. જેનાથી તમામને સુરક્ષિત કરવા તેટલા જ જરૂરી છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

આ પરિસ્થિતિ વચ્ચે મુસ્લિમ સમાજમાં વધુ વેકસીનેશન થાય માટે દક્ષિણ ઝોન દ્વારા પ્રયાસ હાથ ધરીને બહેરામપુરા અને દાણીલીમડા વોર્ડના કાઉન્સિલરો સાથે AMC એ મુસ્લિમ અગ્રણી અને મૌલવી સાથે મિટિંગોનો દોર શરૂ કર્યો છે. જેથી અગ્રણી અને મૌલવી થકી સમાજમાં લોકો આગળ આવે અને જાગૃત બને. જેથી મુસ્લિમ સમાજમાં વધુમાં વધુ લોકો વેકસીન લેતા થાય અને કોરોના સામે તેઓને સુરક્ષિત બનાવી શકાય.

વિનામૂલ્યે સ્થળ પર નોંધણી કરાવીને રસી લેવાની જાહેર કરેલ નીતિ અંતર્ગત 22 જૂનને મંગળવારે દેશભરમાં 54 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી. ગુજરાતમાં વોક થ્રુ વેક્સિનેશનના (Walk Through Vaccination) ના બીજા દિવસે એટલે કે મંગળવારે 4 લાખ 53 હજાર 300 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં એક જ દિવસમાં 52 હજાર 392 લોકોએ કોરોનાની રસી લીધી હતી.

Next Article