AHMEDABAD: ગુજરાત સરકારના નીતિ નિયમોની ઐસી તૈસી કરી, ખાનગી હોસ્પિટલને કમાણી માટે લીલો પરવાનો આપતુ AMC

|

May 27, 2021 | 1:26 PM

અગાઉથી જ નોંધણી કરાવીને જ રસી લેવી પડશે તેવી, ગુજરાત સરકારે કરેલી જાહેરાત, અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં રૂપિયા 1000 સામે પાણી ભરે છે.

AHMEDABAD: ગુજરાત સરકારના નીતિ નિયમોની ઐસી તૈસી કરી, ખાનગી હોસ્પિટલને કમાણી માટે લીલો પરવાનો આપતુ AMC
ગુજરાત સરકારના નીતિ નિયમોની ઐસી તૈસી કરી, ખાનગી હોસ્પિટલને કમાણી માટે લીલો પરવાનો આપતુ AMC

Follow us on

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયેલા પદાધિકારીઓ માત્ર શોભાના ગાંઠીયા હોય, તેવો ઘાટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સર્જયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમા ચૂટાયેલા પદાધિકારીઓને પાઈના કરી મૂકેલા ઉચ્ચ અધિકારીઓએ, ગુજરાત સરકારના નીતિ નિયમોનો સરેઆમ ભંગ કરીને ખાનગી હોસ્પિટલોને કમાણી કરવા માટે લીલો પરવાનો આપી દીધો છે.

જીએમડીસી ગ્રાઉન્ડ ( GMDC Ground ) ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાનગી ક્ષેત્રની એપોલો હોસ્પિટલ બન્નેએ ભેગા મળીને, 18 વર્ષથી મોટી ઉમરના લોકો માટે ડ્રાઈવ થ્રુ વેક્સિન ( drive through vaccine ) સેન્ટર શરુ કર્યુ છે. લોકોને ઓનલાઈન કોરોનાની રસી લેવા માટેના સ્લોટ નથી મળતા, ત્યારે ખાનગી હોસ્પિટલને કમાણી કરાવવા, AMCએ અગાઉથી નોંધણી કરાવ્યા વિના સ્થળ ઉપર નોધણી કરાવીને રસી લેવાની સગવડ કરી આપી. લોકોની સવલત માટેની વાત કહીને, ખાનગી હોસ્પિટલોને કમાણી કરાવવાની વાત હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચર્ચાઈ રહ્યું છે.

કેન્દ્ર સરકારે તાજેતરમાં જ 18 વર્ષથી મોટી ઉમરના લોકો માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરવામાંથી મુક્તિ આપીને, રસીકેન્દ્ર ઉપર જઈને નોંધણી કરાવીને રસી લઈ શકાસે તેવી જાહેરાત કર્યાની ગણતરીની મિનીટોમાં જ ગુજરાત સરકારના અધિકારીઓએ, જાહેરાત કરી કે ગુજરાતમાં અગાઉથી નોંધણી કરાવીને જ કોરોનાની રસી લઈ શકાશે. સ્થળ પર નોંધણી કરાવવાની વ્યવસ્થા ગુજરાતમાં નહી.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીની આ જાહેરાતને કે હુકમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઘોળીને પી ગયા છે. અને સરકારી નીતિ નિયમોને અવગણીને જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ખાનગી હોસ્પિટલને ડ્રાઈવ થ્રુ રસીકરણ માટે તમામ છુટછાટ આપી. છુટછાટ એટલે સુધી કે અગાઉથી નોંધણી કરાવીને જ રસી લેવી પડશે તેવી કરાયેલી જાહેરાત, અમદાવાદમાં રૂપિયા 1000 સામે પાણી ભરે છે.

એક તરફ લોકોને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેના સ્લોટ મળતા નથી, ત્યારે બીજી બાજુ સુનામીની માફક ફરી વળેલ કોરોનાની લહેરથી બચવા માટે લોકો મજબૂરીથી રૂપિયા 1000 ખર્ચીને કોરોનાની રસી મુકાવે છે. કારણ કે જ્યારથી 18થી 45 વર્ષના લોકોને રસી આપવાની સરકારે જાહેરાત કરી ત્યારથી ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે લોકોને ભારે હાલાકી પડી રહી છે.

આવી સ્થિતમાં કોરોનોના આસાન શિકાર થતા બચવા માટે ના છુટકે રૂપિયા ખર્ચીને વેક્સિન લઈ રહ્યાં છે.ત્યારે સવાલ એ થાય છે કે શુ કોઈને કમાણી કરાવવા માટે ગુજરાતની ભાજપની સરકારના નીતિ નિયમોને અવગણીને પોતોના નિયમો બનાવી શકાય કે કેમ ?

 

Next Article