AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદ મહાનગરપાલિકા માટે ભાજપે નક્કી કર્યા ઉમેદવારો, એક પછી એકને કર્યા ફોન, જુઓ ઉમેદવારોનુ લિસ્ટ

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરી છે. વિવિધ વોર્ડમાં ઉમેદવારોના નામ ટેલિફોનિક રીતે જાહેર કરાયા છે.

Breaking News : અમદાવાદ મહાનગરપાલિકા માટે ભાજપે નક્કી કર્યા ઉમેદવારો, એક પછી એકને કર્યા ફોન, જુઓ ઉમેદવારોનુ લિસ્ટ
| Updated on: Apr 10, 2026 | 4:02 PM
Share

અમદાવાદ મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ બની ગઈ છે. પાર્ટી દ્વારા વિવિધ વોર્ડમાં ઉમેદવારોને ટેલિફોનિક રીતે માહિતી આપવામાં આવી રહી છે, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે. ખાસ કરીને બોડકદેવ, સરખેજ, વેજલપુર અને જોધપુર વિસ્તારોમાં ઉમેદવારોના નામ જાહેર થતા સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

બોડકદેવ વોર્ડમાં ભાજપે વર્તમાન કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીને ફરી તક આપી છે. તેમની સાથે એએમટીએસના ચેરમેન ધરમશી દેસાઈને પણ ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય ભાવનાબેન પટેલ અને પારુલ મકવાણા પર પણ પાર્ટીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેનાથી આ વોર્ડમાં અનુભવી અને નવા ચહેરાનો સમન્વય જોવા મળે છે.

સરખેજ અને વેજલપુર વિસ્તારોમાં પણ ઉમેદવારોને ટેલિફોનિક સૂચનાઓ આપવામાં આવી છે. સરખેજ વોર્ડ માટે રાજુ શુક્લા, દ્વિયેશ ત્રિપાઠી, હેમા શાહ અને જેઠી ભરવાડના નામ સામે આવ્યા છે. જ્યારે વેજલપુર વોર્ડમાં દેવાંગ મહેતા, પારુલ દવે, રાજેશ ઠાકોર અને જુલી ચૌહાણને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ બંને વિસ્તારોમાં પાર્ટી દ્વારા સ્થાનિક સમીકરણોને ધ્યાનમાં રાખીને પસંદગી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

જોધપુર વોર્ડમાં ભાજપે મહિલા ઉમેદવાર ભારતીબેન ગોહિલને ફરી તક આપી છે, જ્યારે બાકીના ત્રણ સ્થાને નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. ભાગ્યેશ પટેલ, વિનોદ પટેલ (જાખડ) અને નયનાબેન કોટકને ટિકિટ આપીને પાર્ટીએ નવા નેતૃત્વને આગળ લાવવાનો પ્રયાસ કર્યો છે. કુલ મળીને ભાજપે અનુભવ અને નવી ઊર્જા વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કર્યો છે, જે ચૂંટણીમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

સાબરમતી વોર્ડ

  • ચેતન પટેલ – રીપીટ
  • અંજુ શાહ – રીપીટ
  • ખુશ્બુ પરમાર
  • નીરજ ગજ્જર

ચાંદખેડા

  • યશ જાદવ
  • હેમલ રાઠવા
  • હરિપ્રકાશ શર્મા
  • રીટા પટેલ

સરસપૂર રખિયાલ

  • રાજકુમાર રાજપૂત
  • ચિરાગ ઠાકોર
  • ભારતી વાણિયા રીપીટ
  • ચંદ્રિકા પટેલ

બાપુનગર

  • પ્રવિણ પટેલ
  • જયશ્રીબેન દાસરી
  • ગોપાલ શેંગર
Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
g clip-path="url(#clip0_868_265)">