Ahmedabad : એએમસીએ બાકી પ્રોપર્ટી ટેક્ષવાળી મિલકતોને સીલ કરવા SOP બનાવી

|

Feb 14, 2022 | 9:24 PM

મિલકત ધારકે માર્ચ સુધીમાં નાણાં ચૂકવી દેવા પડશે.આ અંગે મિલકતોની સિલિંગની કાર્યવાહીનું ઝોન અધિકારીને રિપોર્ટ થશે.જો ગેરરીતિ સામે આવશે તો અઘિકારી સામે કાર્યવાહી થશે.બાકી વેરા અંગે ચેક આપવામાં આવ્યો હશે અને તે રિટર્ન થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Ahmedabad : એએમસીએ બાકી પ્રોપર્ટી ટેક્ષવાળી મિલકતોને સીલ કરવા SOP બનાવી
Ahmedabad: AMC created SOP to seal property with outstanding property tax (ફાઇલ)

Follow us on

Ahmedabad : એએમસી (AMC)દ્વારા બાકી મિલકત વેરો (Property tax)ઉઘરાવવા અને બાકીદારો સામે કાર્યવાહી કરવા નવી SOP બનાવી છે. 1 લાખ થી વધુ ની બાકી રકમ પર કાર્યવાહી માટે એસઓપી બનાવમાં આવી છે.એસ ઓ પી માં વ્યાજ માફી અથવા બાકી બિલની રકમના બે હપ્તા કરવાનું એક જ ઓપશન મળશે.બાકી વેરા અંગે મિલકત ધારક પુરે પુરી રકમ ભરે તો જ વ્યાજ માફી મળશે.. બે હપ્તા કરશે તો વ્યાજ માફ નહિ થાય.

મિલકત ધારકે માર્ચ સુધીમાં નાણાં ચૂકવી દેવા પડશે.આ અંગે મિલકતોની સિલિંગની કાર્યવાહીનું ઝોન અધિકારીને રિપોર્ટ થશે.જો ગેરરીતિ સામે આવશે તો અઘિકારી સામે કાર્યવાહી થશે.બાકી વેરા અંગે ચેક આપવામાં આવ્યો હશે અને તે રિટર્ન થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

હાલ તો કૉર્પોરેશન ફક્ત કોમર્શિયલ એકમને સિલ કરે છે. પણ આગામી દિવસોમાં રહેણાક એકમો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. રહેણાંક મકાનોમા 5 હજારથી વધુ ટેક્ષ બાકી હશે તેવા મિલકત ધારકોને નોટિસ આપવામાં આવશે.અત્યાર સુધી કોર્પોરેશન દ્વારા બાકી મિલકતવેરા અંગે સીલીંગ નોટિસની કાર્યવાહી કરવામાં આવતી હતી પરંતુ તે એટલી અસરકારક ન હોવાથી તંત્ર દ્વારા SOPની જાહેરાત કરવામાં આવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કેટલાક લોકો મિલીભગત કરી સીલ ખોલી દેતા હોવાની પણ ચર્ચા ઉઠી છે. ત્યારે રેવન્યુ કમિટીમાં આ એસઓપી લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે આગામી દિવસોમાં ટેકસને લઈને સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવશે. જે અંતર્ગત ટેકસની કોઈપણ ફરીયાદ હશે તો તેનો નિકાલ કરવામાં આવશે.

બાકી મિલકતવેરા અંતર્ગત કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર નજર કરીએ તો 1થી 11 ફેબ્રુઆરી દરમિયાન 2751 એકમને સીલ મારવામાં આવ્યા છે. મધ્ય ઝોનમાં 590, ઉત્તર ઝોનમાં 579, દક્ષિણ ઝોનમાં 290, પૂર્વ ઝોનમાં 435, પશ્ચિમ ઝોનમાં 336, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 241, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 280 એકમો સિલ કર્યા છે.

1 એપ્રિલ 2021થી આજદિન સુધી થયેલી આવક પર નજર કરીએ તો, મિલકતવેરાની 893.98 કરોડ, પ્રોફેશનલ ટેકસની 166.74 કરોડ, વિહિકલ ટેકસની 112.03 કરોડની એએમસીને આવક થઈ છે.

આ પણ વાંચો : માલધારી પછી મહારાષ્ટ્રમાં કાયદાની જાળમાં ફસાયેલા કચ્છના ઊંટો પણ હવે મુકત થયા

આ પણ વાંચો : ખેડૂતોએ ફેબ્રુઆરી માસમાં શેરડી અને કઠોળ વર્ગના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

Next Article