Ahmedabad: સાયન્સ સીટી બાદ શહેરીજનોને રસાલા નેચર પાર્કમાં જોવા મળશે નવું નજરાણું

|

Jul 21, 2021 | 7:11 PM

કાંકરિયા પ્રાણીસંગ્રાહલય હસ્તક ચાલી રહેલા રસાલા નેચર પાર્કમાં વન્ય પ્રાણીઓ અને પક્ષીઓની માહિતી બાળકો સહિત લોકોને મળી રહે તે હેતુથી ઈન્ટરપ્રીટેશન સેન્ટર ઊભું કરાયું છે.

Ahmedabad: સાયન્સ સીટી બાદ શહેરીજનોને રસાલા નેચર પાર્કમાં જોવા મળશે નવું નજરાણું
રસાલા નેચર પાર્ક

Follow us on

અમદાવાદને (Ahmedabad) વધુ એક નવું નજરાણું મળ્યું છે અને તે છે કાંકરીયા પ્રાણી સંગ્રાહલય હસ્તક રસાલા પાર્કમાં (Rasala Nature Park) ઉભું કરવામાં આવેલ ઈન્ટરપ્રીટેશન સ્થળ. આ નજરાણાનું મેયર, ડેપ્યુટી મેયર અને ધારાસભ્ય સહિત કોર્પોરેટર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં વધતાં જતાં ટ્રાફિક તેમજ કોક્રિટની ઈમારતો વચ્ચે કુદરતી સોંદર્યનો અહેસાસ કરવા માટે શહેરની વચ્ચોવચ આવેલા રસાલા નેચર પાર્કની બાળકોએ અચૂક મુલાકાત લેવી જોઈએ. કેમ કે હવે બાળકો સહિત તમામને રસાલા પાર્કમાં નવું નજરાણું માણવા મળશે.

 

કાંકરિયા પ્રાણીસંગ્રાહલય હસ્તક ચાલી રહેલા રસાલા નેચર પાર્કમાં વન્ય પ્રાણીઓ અને પક્ષીઓની માહિતી બાળકો સહિત લોકોને મળી રહે તે હેતુથી ઈન્ટરપ્રીટેશન સેન્ટર ઊભું કરાયું છે. જેના રિનોવેશન માટે પૂર્વ રિક્રીએશનલ કમિટીના ચેરપર્સન અરુણાબેનના બજેટમાંથી ફંડ ફાળવવામાં આવ્યું હતું. જે ફંડમાંથી ઈન્ટરપ્રીટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

 

ઈન્ટરપ્રીટેશન સેન્ટરમાં ઈકો ડાયોરમાં મગર તેમજ વેહલ માછલીનું સ્કલ્પચર મૂકવામાં આવ્યું. તેમજ અન્ય પ્રાણીઓ પણ દર્શાવવામાં આવ્યા છે. જેનાથી બાળકોને મનોરંજન સાથે પ્રાણીઓને લગતી માહિતી મળેશે, બાળકો સહિત તમામ લોકોને પ્રાણીઓને લગતું જ્ઞાન મળી રહેશે. રસાલા પાર્ક ખાતે ઈન્ટરપ્રીટેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં મેયર, ડેપ્યુટી મેયર, ધારાસભ્ય સહિત કોર્પોરેટર હાજર રહ્યા હતા તો કાંકરીયાના ડિરેક્ટર ડો. શાહુ સહિત દક્ષિણ ઝોનના DYMC પણ હાજર રહ્યા હતા. જેઓએ આ સેન્ટરની શરૂઆત કરી હતી.

 

સાથે જ આગામી દિવસોમાં કોર્પોરેશનના બીજા કોર્પોરેટર પણ આવું બજેટ ફાળવે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેથી શહેરીજનોને નવા નજરાણા સાથે નવી સુવિધા આપી શકાય સાથે જ મનોરંજન સાથે જ્ઞાન પણ પૂરું પાડી શકાય.

 

મહત્વનું છે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હીથી વર્ચ્યુઅલી સાયન્સ સીટી ખાતે ઉભા કરવામાં આવેલ નેચર પાર્ક, રોબો ગેલેરી અને એકવાટિક ગેલેરી જે કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યું છે, તેની શરૂઆત કરવામાં આવી. જેનાથી સાયન્સ સીટી ખાતે લોકોને નવું નજરાણું મળ્યું છે. સાથે જ જ્ઞાન સહિત જાણવા જેવી તમામ માહિતીઓ પણ પુરી પાડવામાં આવી છે.

 

આ પણ વાંચો : Ahmedabad: સાયન્સ સીટીમાં 266 કરોડના ખર્ચે તૈયાર થયેલ એક્વાટિક ગેલેરીમાં માછલીઓના મોત, અનેક તર્ક-વિતર્ક

Next Article