Ahmedabad: શહેર નજીક આવેલું એક એવુ ગામ કે જે આજે પણ છે કોરોનામુક્ત, લોક જાગૃતિનું શ્રેષ્ઠ ઉદાહરણ

|

May 13, 2021 | 11:49 PM

અમદાવાદથી ચાર કિલોમીટર દૂર આવેલુ બડોદરા ગામ આજે પણ કોરોનામુક્ત છે. ગામના લોકોની જાગરૂકતાને બડોદરા કોરોનામુક્ત ગામ છે.  રાજ્યમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. ગામડાઓમાં પણ કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે.

Ahmedabad: શહેર નજીક આવેલું એક એવુ ગામ કે જે આજે પણ છે કોરોનામુક્ત, લોક જાગૃતિનું શ્રેષ્ઠ ઉદાહરણ
Badodara Village

Follow us on

અમદાવાદથી ચાર કિલોમીટર દૂર આવેલુ બડોદરા ગામ આજે પણ કોરોનામુક્ત છે. ગામના લોકોની જાગરૂકતાને બડોદરા કોરોનામુક્ત ગામ છે.  રાજ્યમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. ગામડાઓમાં પણ કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે.

 

ત્યારે અમદાવાદથી ચાર કિલોમીટર દૂર આવેલુ બડોદરા ગામ આજે પણ કોરોનામુક્ત છે. બડોદરા ગામમાં કોરોનાનો હજી સુધી એકપણ કેસ નોંધાયો નથી. ગામના લોકોની જાગરૂકતાને બડોદરા કોરોનામુક્ત ગામ છે. ગામમાં સરકારની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

કોરોનાની બીજી લહેરે ગામડાઓની મુશ્કેલી વધારી છે. ગામડાઓમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલું બડોદરા ગામ આજે પણ કોરોના મુક્ત ગામ છે. બડોદરા ગામમાં હજી સુધી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. ગ્રામજનોના સહકારથી આ ગામ કોરોનામુક્ત રહ્યું છે. ગામના લોકો અને પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન કરી પોતાની ફરજ નિભાવી રહ્યા છે.

 

 

ગામના લોકોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી કોરોનાને ગામથી દૂર જ રાખ્યો છે. અમદાવાદ શહેરથી આ ગામ માત્ર ત્રણ ચાર કિલોમીટર દૂર હોવા છતાં લોકો કામ સિવાય ગામની બહાર નીકળતા નથી અને ગામ સિવાયના અન્ય લોકોને ગામમાં પ્રવેશવા દેતા નથી. ગામમાં એકપણ કેસ ના હોવા છતાં તકેદારીના ભાગરૂપે ગામની પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટર પણ ઉભું કરી દેવામાં આવ્યું છે.

 

 

4 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં લોકો કામ સિવાય ગામની બહાર તો ઠીક પણ ઘરની બહાર પણ નથી નીકળતા. બપોરે 12 વાગ્યે તમામ દુકાનો બંધ કરી દેવામાં આવે છે. બજારમાં ભીડ ભેગી ના થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. તાજેતરમાં 75 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ એકપણ કેસ પોઝિટિવ નથી આવ્યો.

 

ગામમાં વાલ્મિકી, ઠાકોર, મુસ્લિમ સહિત સમાજના લોકો પણ સાથે મળીને રહે છે. ગામની મસ્જિદમાં પાંચથી વધુ લોકોને પ્રવેશ આપવામાં નથી આવતો તો શાળાના શિક્ષકો પણ ઘરે ઘરે જઈને શિક્ષણની સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓને કોરોના અંગે માર્ગદર્શન આપે છે.

 

 

કોરોના સામેની લડાઈમાં બડોદરા ગામે અનોખી રાહ ચીંધી છે. બડોદરા ગામે રાજ્યના અન્ય ગામોને પણ પ્રેરણા પુરી પાડી છે. જો અન્ય ગામો પણ બડોદરા ગામમાંથી પ્રેરણા મેળવી કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરે તો કોતોનામુક્ત બની શકે છે.

 

આ પણ વાંચો: ભારતને 7000 કરોડ આપવાવાળા 27 વર્ષના Vitalik Buterinની દર કલાકે વધી રહી છે આટલી સંપત્તિ

Next Article