Ahmedabad: આનંદનગર વિસ્તારમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, વાન ચાલકે ચાર વર્ષની બાળકીને અડપલાં કર્યાં

|

Jul 05, 2022 | 5:40 PM

અન્ય કોઈ બાળકીઓ સાથે આ અશ્લીલ હરકત કરી છે કે કેમ તેની પણ તપાસ પોલીસ કરશે.

Ahmedabad: આનંદનગર વિસ્તારમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, વાન ચાલકે ચાર વર્ષની બાળકીને અડપલાં કર્યાં
van driver

Follow us on

અમદાવાદ (Ahmedabad) આનંદનગર વિસ્તારમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જો તમે તપાસ કર્યા વગર કોઈ એવા વાન ચાલક (van driver) પાસે બાળકીને સ્કૂલે મોકલો છો તો ચેતી જજો. નહિ તો પસ્તાવવાનો વારો આવશે. જી હાં શહેરમાં એક સ્કૂલ વાન ચાલકે ચાર વર્ષની બાળકી સાથે અડપલાં કર્યા હોવાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં પોલીસે (Police) આરોપીની ધરપકડ કરી છે. આરોપી વાલચાલકનું નામ મુન્ના દેસાઈ છે જે સરખેજ વિસ્તારમાં રહે છે અને ખાનગી સ્કૂલમાં બાળકોને લાવવા મુકવાની વર્ધિ મારે છે. ઇકો કારમાં બાળકોને સ્કૂલે લેવા મુકવા આવનાર આ મુન્નાએ કંઈક એવું કર્યું કે તેને પોલીસે ધરપકડ કરી છે. વાત છે આનંદ નગર પોલીસ મથકની. જ્યાં એક દિવસ એક યુવતી પોલીસ પાસે આવી અને રજુઆત કરી કે તેની બાળકીની સ્કૂલ વાનના ચાલકે છેડતી કરી અડપલાં કર્યા છે. તાત્કાલિક પોલીસે બનાવની ગંભીરતા દાખવી અને આ આરોપીની ધરપકડ કરી હતી.

બાળકીના માતા પિતા નોકરી કરે છે. માતા પ્રાઇવેટ કંપનીમાં બિઝનેસ એનાલિસ્ટ છે અને પિતા આઇટી કંપનીમાં નોકરી કરે છે. નોકરી કરતા માતા પિતાને દસેક દિવસ પહેલા સ્કૂલમાંથી ફોન આવ્યો હતો અને તેઓએ જણાવ્યું કે તેમની ચારેક વર્ષની દીકરી ઘણી જ ઉદાસ રહે છે. જેથી માતા પિતાએ આ બાળકીને સમજાવીને પૂછપરછ કરતા તે ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી અને બોલી કે મારે આ વાન વાલા અંકલ સાથે નથી જવું, તે મને ગમે ત્યાં અડે છે. માથા પર ખભા પર એમ અડપલાં કરે છે. ક્યારેક વાનમાં આગળ તો ક્યારેક પાછળ બેસાડીને ગંદુ કામ કરે છે. હેબતાઈ ગયેલા માતા પિતાએ બીજા જ દિવસથી બાળકીની બીમારીનું બહાનું કરી આરોપીને લેવા ન આવવાનું કહ્યું અને સ્કૂલમાં આ રજુઆત કરી અને આખરે બાળકીએ ભાંડો ફોડતા જ માતા પિતા પોલિસ મથકે પહોંચ્યા અને ફરિયાદ કરતા પોલીસે આરોપી મુન્નાની ધરપકડ કરી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આરોપી પર જે ગંભીર આરોપ લાગ્યા છે તે જોતા પોલીસે કાર્યવાહી કરી હતી, પણ હકીકત સુધી પહોંચવા હવે પોલીસ વૈજ્ઞાનિક ઢબે આ કેસની તપાસ કરવામાં જોતરાઈ છે. અન્ય કોઈ બાળકીઓ સાથે આ અશ્લીલ હરકત કરી છે કે કેમ તેની પણ તપાસ પોલીસ કરશે. જોકે આરોપીના સાથી કર્મીઓ આ વાતને નકારી રહ્યા છે જેથી વધુ તપાસ શરૂ કરી છે.

Next Article