Ahmedabad : એરપોર્ટ પર મુસાફર ડોલરથી ભરેલી બેગ ભૂલ્યા, જાણો પછી શું થયું

|

Jun 18, 2021 | 11:01 AM

Ahmedabad : હજુ પણ માનવતા જીવિત છે. આ વાક્યને સાર્થક કર્યું છે એક સામાન્ય સફાઈ કર્મચારીએ. અમદાવાદ એરપોર્ટ (Airport) પથી એક સફાઈ કર્મચારીને ડોલર ભરેલી બેગ મળી હતી. પરંતુ તેને સતર્કતા દાખવીને આ બેગ મૂળ માલિકને પરત આપી દીધી હતી.

Ahmedabad : એરપોર્ટ પર મુસાફર ડોલરથી ભરેલી બેગ ભૂલ્યા, જાણો પછી શું થયું
એરપોર્ટ પર મુસાફર ભૂલી ગયા ડોલરથી ભરેલ બેગ

Follow us on

Ahmedabad : હજુ પણ માનવતા જીવિત છે. આ વાક્યને સાર્થક કર્યું છે એક સામાન્ય સફાઈ કર્મચારીએ. અમદાવાદ એરપોર્ટ પથી એક સફાઈ કર્મચારીને ડોલર ભરેલી બેગ મળી હતી. પરંતુ તેને સતર્કતા દાખવીને આ બેગ મૂળ માલિકને પરત આપી દીધી હતી.

ગુજરાતના અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Sardar Vallabhbhai Patel International Airport) પર સફાઈ કામદારને 750 ડોલર રાખેલી એક બેગ મળી હતી. આ પછી તેણે તેને તકેદારી બતાવી અને સેન્ટ્રલ ઔધોગીક સુરક્ષા દળની મદદથી તેના મૂળ માલિકને પરત આપી હતી.આ અંગે ગુરુવારે એક અધિકારીએ આ માહિતી આપી હતી.

એરપોર્ટ દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એરપોર્ટ પર કામ કરતા જે.કે.ચાવડાને સુરક્ષા તપાસ કેન્દ્રમાં વપરાયેલી ‘ટ્રે’ સાફ કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. દરમિયાન, બુધવારે સાંજે તેમને 750 ડોલર રાખેલી બેગ મળી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ સાથે જ જે.કે.ચાવડાને લાગ્યું કે કોઈ મુસાફર સુરક્ષા તપાસની ઔપચારિકતા પૂર્ણ કર્યા પછી તેની બેગ લેવાનું ભૂલી ગયો હશે. ત્યારબાદ તેણે તરત જ તેને સીઆઈએસએફ અધિકારીને સોંપી દીધી હતી.

આ સાથે જ નિવેદનમાં જણાવાયું છે કે, ફોર્સ દ્વારા સીસીટીવી ફૂટેજથી જે મુસાફર આ બેગ ભૂલી ગયો હતો તે મુસાફરની ઓળખ કરવામાં આવી હતી. આ બેગમાં 50000 રૂપિયાથી વધુ રોકડ રકમ હતી.

Next Article