Ahmedabad: કાચ તોડ ગેંગએ મચાવ્યો તરખાટ, વેપારીની કારના કાચ તોડી 15 લાખની કરી ચોરી

|

Oct 07, 2022 | 9:58 PM

Ahmedabad: શહેરમાં કાચ તોડ ગેંગએ તરખાટ મચાવ્યો છે. આ ગેંગએ તાજેતરમાં એક વેપારીની કારના કાચ તોડી 15 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગઈ હતી. ધોળા દિવસે આ ટોળકીએ આ ચોરીને અંજામ આપતા શહેર પોલીસ દોડતી થઈ છે.

Ahmedabad: કાચ તોડ ગેંગએ મચાવ્યો તરખાટ, વેપારીની કારના કાચ તોડી 15 લાખની કરી ચોરી
Glass Break Gang

Follow us on

અમદાવાદ (Ahmedabad) માં હવે કાચ તોડ ગેંગનો આતંક સામે આવ્યો છે. શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં વેપારીની કારના કાચ તોડી 15 લાખની લૂંટ મચાવી આ ગેંગ ફરાર થઈ હતી. ધોળા દિવસે આ ટોળકીએ અનેક લોકોની હાજરીમાં આ ચોરી (Theft) ને અંજામ આપતા શહેર પોલીસ દોડતી થઈ છે અને ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે. તહેવારો (Festivals)ના સમયે આવી ચોર ટોળકી સક્રિય થતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. વસ્ત્રાપુર અને એલિસબ્રિજમાં કાચ તોડ ટોળકીનો આતંક વધતા લોકોને જાગૃત રહેવાની પોલીસે અપીલ કરી છે.

કાચ તોડ ગેંગનો આતંક, વાહનમાં કિંમતી સામાન મુકતા પહેલા ચેતજો

હાલ દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે તહેવારોની ખરીદી કરવા રોકડા રૂપિયા લઈને નીકળતા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. કિમતી વસ્તુઓ કારમાં મુકીને બેદરકારી દાખવશો તો પસ્તાશો કારણ કે અમદાવાદમાં કાચતોડ ગેંગ ભરબજારમાંથી કારના કાચ તોડી ચોરીને સિફતતાથી અંજામ આપી આંખના પલકારામાં પલાયન થઈ જાય છે. પાર્ક કરેલા વાહનના દરવાજાનો કાચ તોડીને અંદરથી કિમતી વસ્તુઓ ચોરી લે છે.

વસ્ત્રાપુર અને એલિજબ્રિજ વિસ્તારમાં આ પ્રકારે જ ચોરીને આ ગેંગ અંજામ આપી ચુકી છે. એલિસબ્રિજના કલગી ચાર રસ્તા પાસે ખાદી ઉદ્યોગમાં ખરીદી કરવા આવેલા એક વેપારીએ ગાડીમાં રૂપિયા 13 લાખની રોકડ અને 2 લાખની સોનાની લગડી મુકી હતી. ત્યારે ચોર ટોળકી કાચ તોડી ચોરી કરીને ફરાર થઈ જતા પોલીસ પણ દોડતી થઈ છે. પોલીસે હાલ ગુનો નોંધી સઘન તપાસ શરૂ કરી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

વસ્ત્રાપુરમાં 14 લાખની ચોરીને આપ્યો અંજામ

વસ્ત્રાપુરમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી રૂપિયા 14 લાખની ચોરી થઈ છે. બાઈક પર આવતી આ ટોળકી પાર્ક કરેલા વાહનની નજીક જઈને કારના દરવાજાનો કાચ તોડીને કિમંતી વસ્તુઓ ચોરીને ફરાર થઈ જાય છે. આ ગેંગને પકડવા એલિસબ્રિજ અને વસ્ત્રાપુર પોલીસે જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે. મહત્વનુ છે કે દિવાળીનો તહેવાર નજીક હોવાથી આ ટોળકી બજારો અને બેન્કની બહાર સક્રીય હોય છે. જે લાખો રૂપિયા લઈને નીકળતા લોકોની રેકી કરીને ચોરીને અંજામ આપતા હોય છે. જેથી આ ટોળકીથી સાવચેત રહેવા પોલીસે લોકોને અપીલ કરી છે.

Published On - 8:25 pm, Thu, 6 October 22

Next Article