AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : વિશ્વઉમિયાધામ આયોજિત ભાગવત કથાના રૂકમણી વિવાહમાં 500 તોલા સોનાની ઉછામણી, ઉમિયા માતાજીના મંદિર માટે કરોડોના દાનની જાહેરાત

Ahmedabad: અમદાવાદના જાસપુર સ્થિત વિશ્વ ઉમિયાધામમાં આયોજિક ભાગવત કથાના રૂકમણી વિવાહમાં 500 તોલા સોનાની ઉછામણી કરવામાં આવી. જ્યારે ગાંધીનગરમાં નવા નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર નિર્માણ માટે 25 કરોડના દાનની દાતાઓ દ્વારા જાહેરાત પણ કરવામાં આવી.

Ahmedabad : વિશ્વઉમિયાધામ આયોજિત ભાગવત કથાના રૂકમણી વિવાહમાં 500 તોલા સોનાની ઉછામણી, ઉમિયા માતાજીના મંદિર માટે કરોડોના દાનની જાહેરાત
Jignesh Patel
| Edited By: | Updated on: Jun 19, 2023 | 11:45 PM
Share
અમદાવાદના જાસપુર ખાતે વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધાનું નિર્માણ કાર્ય પૂરજોશમાં છે. ત્યારે વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે ગાંધીનગરના રાયસણમાં શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું હતું. રાયસણના ટ્રિનિટી ગ્રાઉન્ડમાં યોજાયેલ શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો કાલે રૂકમણી અને કૃષ્ણ વિવાહ બાદ અંતિમ પુરાણ સાથે સંપન્ન થયો.

રૂકમણી વિવાહમાં 500 તોલા સોનાની ઉછામણી

રૂકમણી અને કૃષ્ણ વિવાહમાં 5 હજારથી વધુ ભક્તો જોડાયા હતા. જેમાં કૃષ્ણના જાનૈયા બનેલા 4 હજારથી વધુ લોકોએ ભોજન પ્રસાદ પણ લીધો હતા. મહત્વનું છે કે કન્યાદાન વેળાએ રૂકમણી વિવાહમાં ગાંધીનગરના ભક્તોએ 500 તોલા સોનાની ઉછામણી કરી હતી. આ 500 તોલા સોનું વિશ્વઉમિયાધામના નિર્માણ કાર્યમાં ઉપયોગી બનશે.

‘હું પણ પાયાનો પિલ્લર’ અભિયાનમાં 108 મહાનુભાવો જોડાયાઃ આર.પી.પટેલ

શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ અંગે વાત કરતા વિશ્વ ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યુ કે  ભાગવત જ્ઞાનયજ્ઞથી નવી આધ્યાત્મિક ચેતનાનો સંચાર થયો છે. ગાંધીનગરના 108 મહાનુભાવો 11 લાખના ધર્મસ્તંભના દાતા બની ‘હું પણ પાયાનો પિલ્લર’ અભિયાનના સહભાગી થયા છે. આ ઉપરાંત 28 થી વધુ 25 લાખ, 51 લાખ અને 1 કરોડ એવમ્ 5 કરોડના દાતા તરીકે જોડાયા છે. મહત્વનું છે કે મા ઉમિયાના કૃપાપાત્ર બની  પ્રમુખલાલ ડાહ્યાભાઈ પટેલ 5 કરોડના દાતા ટ્રસ્ટી તરીકે જોડાયા છે. આમ કુલ 25 કરોડથી વધુના દાનની જાહેરાત થઈ.
વિશ્વના સૌથી ઊંચા મંદિરના નિર્માણમાં હું પણ પાયાનો પિલ્લર અભિયાનમાં ન માત્ર પાટીદાર પણ સમસ્ત સમાજના 680 મહાનુભાવો પાયા પિલ્લર બન્યા હતા. તેમજ વિશ્વ ઉમિયાધામના હું પણ પાયાના પિલ્લર અભિયાનમાં વિશ્વના અનેક દેશોના લોકો જોડાયા હતા.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">