Ahmedabad: ટ્રાફિક ડ્રાઈવમાં 1780 વાહનોને બ્લેક ફિલ્મ અને મોડીફાઈડ સાઇલેન્સર બદલ દંડ, ઝોન-5માં એક પણ કેસ ન થતાં તર્ક વિતર્ક

|

May 13, 2022 | 5:10 PM

7 દિવસની ડ્રાઈવ દરમિયાન કારમાં કાર પર બ્લેક ફિલ્મ લગાવી વાહન ચલાવવા મામલે 1617 કેસ કરવામાં આવ્યા છે. જેમાં કારચાલકોને 8.30 લાખ રૂપિયાનો દંડ કરાયો છે.

Ahmedabad: ટ્રાફિક ડ્રાઈવમાં 1780 વાહનોને બ્લેક ફિલ્મ અને મોડીફાઈડ સાઇલેન્સર બદલ દંડ, ઝોન-5માં એક પણ કેસ ન થતાં તર્ક વિતર્ક
File photo

Follow us on

અમદાવાદ (Ahmedabad) શહેરમાં ટ્રાફિક વિભાગ (Traffic Department)  દ્વારા શરૂ કરવામાં આવેલ બ્લેક ફિલ્મ (black film) લગાવનાર અને મોડીફાઇડ સાયલેન્સર (modified silencers) ધરાવનાર ઝુંબેશમાં 1780 વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. એક સપ્તાહમાં શરૂ કરેલ ટ્રાફિક ડ્રાઇવ (traffic drive) માં સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાં કેસ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે શહેરના પૂર્વ ભાગમાં ઝોન-5 વિસ્તારમાં એક પણ કેસ ન થતા પોલીસ કમિશનર આ અંગે ખુલાસો પણ માંગી શકે છે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 6 થી 12મી મે સુધી યોજવામાં આવેલી ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન અધધ રૂપિયાનો દંડ પોલીસે વાહનચાલકો પાસેથી વસૂલ્યો છે. કારમાં બ્લેક ફિલ્મ અને ટુ-વ્હીલરમાં સાયલેન્સર કે મોડીફાય કરનારા ચાલકો સામે પોલીસે કાર્યવાહીની ઝૂંબેશ યોજી જેમાં 7 દિવસની ડ્રાઈવ દરમિયાન કારમાં કાર પર બ્લેક ફિલ્મ લગાવી વાહન ચલાવવા મામલે 1617 કેસ કરવામાં આવ્યા છે. જેમાં કારચાલકોને 8.30 લાખ રૂપિયાનો દંડ કરાયો છે. બીજી તરફ ટુ-વ્હીલરમાં સાયલેન્સર મોડીફાય કરીને ધ્વની પ્રદુષણ ફેલાવતા 163 વાહનચાલકોની સામે કેસ કરી 1.34 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. કારમાં બ્લેક ફિલ્મ રાખવાનાં સૌથી વધુ 461 કેસ અને સાયલેન્સર મોડીફાયનાં સૌથી વધુ 91 કેસ પશ્ચિમ વિસ્તારમાં નોંધાયા છે. ત્યારે આ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે.

ટ્રાફિક ડ્રાઇવ ઝુંબેશમાં 1780 વાહન ચાલકો પાસેથી 9.64 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે. ત્યારે ટ્રાફિક પોલીસની ડ્રાઇવમાં શહેર ના પુર્વ વિસ્તારમાં નહિવત કેસ કરવામાં આવ્યા છે. નવાઈની વાત છે કે ઝોન -5 વિસ્તારમાં આવેલ અમરાઈવાડી, રામોલ, ખોખરા, ઓઢવ, ગોમતીપુર, નિકોલ અને બાપુનગર વિસ્તારમાં એક પણ કેસ કરવામાં આવ્યા નથી. જેથી પોલીસ કમિશનર આ અંગે ખુલાસો માંગે તેવી શકયતા છે. એક પણ કેસ ન થવા અંગે જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

એક સપ્તાહની ટ્રાફિક ડ્રાઇવ પૂર્ણ થઈ છે પરંતુ ઉચ્ચ અધિકારીઓ દ્વારા રથયાત્રા લઈ ફોર વ્હીલરમાં બ્લેક ફિલ્મ લગાવનાર સામે કાર્યવાહી હજી ચાલુ રાખવામાં આવશે. કારણકે વાહનમાં બ્લેક ફિલ્મ હોવાથી ગેરકાયદે પ્રવૃત્તિ ચાલવતી હોવાની શકા આધારે ટ્રાફિક ઝુંબેશ શરૂ રહેશે. તેથી આ ટ્રાફિક ડ્રાઈવ છેક રથયાત્રા સુધી લંબાવવામાં આવે તો પણ નવાઈ નહીં.

Next Article