AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આગમનનાં એંધાણ : ગુજરાતવાસીઓ માટે આનંદના સમાચાર, આજથી સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આજથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ 8 જૂનથી 11 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થશે.

આગમનનાં એંધાણ : ગુજરાતવાસીઓ માટે આનંદના સમાચાર, આજથી સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Rain Forecast in Gujarat (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2022 | 1:36 PM
Share

રાજ્યમાં (Gujarat) જ્યાં એક તરફ સૌરાષ્ટ્ર (Saurashtra) અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો. તો આજથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગની(Meteorological Department) આગાહી મુજબ 8 જૂનથી 11 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થશે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીથી દમણમાં વરસાદની(Rain)  શક્યતાઓ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી(Amreli)  અને ગીર-સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતથી ભેજવાળા પવન આવતાં વરસાદી માહોલ સર્જાઇ શકે છે.

અસહ્ય ગરમી વચ્ચે ગઈ કાલે અમરેલી જિલ્લાના (Amreli News) કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સાવરકુંડલા સહીત અમરેલી જીલ્લાના ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હરસુરપુર, દેવળિયા, શેખ પીપરીયા અને કેરીયા ગામમાં વરસાદ પડ્યો છે. લાઠી તાલુકામાં વીજળીના કડાકા અને મેઘરાજાનું આગમન થતા લોકોમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદને કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

મેઘરાજાનું આગમન થતા લોકોમાં ખૂશીનો માહોલ

ઉપરાંત ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેસર તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બપોર બાદ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. બોટાદમાં પણ ગઢડા તાલુકાના ઢસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો. ઢસાગામ, જલાલપુર, માંડવા, વિકળીયા, પાટણા, રસનાળ, પાડાપાન સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. અસહ્ય બફારા વચ્ચે વરસાદ થતાં ગરમીમાં લોકોને અંશત: રાહત મળી છે. તો આ તરફ ખેડુતો પણ વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">