Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં પણ ફરી વધારો ઝીંકાયો, અદાણીએ 2 રૂપિયાનો વધારો ઝીંકતા ભાવ રૂ. 81.59 થઈ ગયો

પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં પણ ફરી વધારો ઝીંકાયો, અદાણીએ 2 રૂપિયાનો વધારો ઝીંકતા ભાવ રૂ. 81.59 થઈ ગયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 9:55 AM

1 એપ્રિલના રોજ અદાણી ગેસ દ્વારા પણ CNGમાં 5 રૂપિયા અને PNGમાં 4 રૂપિયાનો વધારો કરાયો હતો. હવે માત્ર એક અઠવાડિયામાં જ 2 રૂપિયાનો ફરી ભાવ વધારો કરાયો છે. બે દિવસ પહેલાં ગુજરાત ગેસે પણ સીએનજીના ભાવમાં એક સાથે રૂ. 6.45 નો ભાવ વધારો (Price Hike) ઝીંક્યો હતો,

ગુજરાતમાં (Gujarat) માં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક કમરતોડ ઝટકો લાગ્યો છે. રાજ્યમાં પેટ્રોલ ડીઝલ (petrol-diesel) ના ભાવ વધારા (price hike) બાદ હવે CNGના ભાવ (price) માં અદાણી (Adani) તોતિંગ વધારો ઝીંક્યો છે. અદાણી ગેસે CNGના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથે જ અદાણી CNGનો ભાવ 81.59 રૂપિયા થઈ ગયો છે. અદાણી સીએનજીનો ભાવ 79.59 રૂપિયા હતો. જે વધીને 81.59 રૂપિયા થઈ ગયો છે. આ ભાવ વધારો સામાન્ય જનતા અને રિક્ષાચાલકોને પોસાય તેમ નથી. સીએનજીના અસહ્ય ભાવ વધારાને પગલે રિક્ષાચાલકો અને વાહનચાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. એક વર્ષ પહેલા જે ભાવે પેટ્રોલ મળતું હતું તે ભાવે અત્યારે સીએનજી મળી રહ્યો છે. જેથી હવે લોકો માટે વાહન ચલાવવું વધારે મોંઘું બન્યું છે.

1 એપ્રિલના રોજ અદાણી ગેસ દ્વારા પણ CNGમાં 5 રૂપિયા અને PNGમાં 4 રૂપિયાનો વધારો કરાયો હતો. હવે માત્ર એક અઠવાડિયામાં જ 2 રૂપિયાનો ફરી ભાવ વધારો કરાયો છે. બે દિવસ પહેલાં ગુજરાત ગેસે પણ સીએનજીના ભાવમાં એક સાથે રૂ. 6.45 નો ભાવ વધારો (Price Hike) ઝીંક્યો હતો, જેથી નવો ભાવ વધીને 76.98 રૂપિયા થયો છે. ગુજરાત ગેસના CNGનો જૂનો ભાવ 70.53 હતો.

સીએનજીમાં ભાવ વધારા બાદ અમદાવાદ ઓટો રિક્ષા ચાલક વેલ્ફેર એસોસિએશનએ રિક્ષા ભાડામાં સ્વયંભૂ વધારો કર્યો હતો. જેમાં મિનિમમ ભાડું 18 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કર્યું છે. જ્યારે રનિંગ ભાડું 13 રૂપિયાથી વધારીને 15 રૂપિયા કર્યું છે. તેમજ સરકાર અને મંત્રીને ભાડા વધારા અંગે રજૂઆત કરવા છતાં ભાડું નહીં વધારતા સ્વયંભૂ ભાડું વધાર્યું છે.

આ પણ વાંચોઃ Surat : લાલચે લીધો જીવ : ગટરમાં સોનાનો પાઉડર અને ડાયમંડ શોધવા ગયેલા બે ના મોત

આ પણ વાંચોઃ Gujarat: ભાજપે પીએમ મોદીનો ‘ન્યૂ ઈન્ડિયા’ સંદેશ લગભગ ત્રણ લાખ યુવાનો સુધી પહોંચાડવાની કરી તૈયારી, કાર્યકરો 20 દિવસમાં 80 વિધાનસભા બેઠકોને આવરી લેશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">