તુર્કીથી ડુંગળી મંગાવ્યા બાદ વધુ એક શાકભાજી મંગાવવાનો વારો આવ્યો, જાણો કે મોસંબી જેવી દેખાતી આ વસ્તુ શું છે

|

May 16, 2022 | 9:48 PM

જથ્થો ગત રોજ તુર્કીથી મુંબઇ અને મુંબઈથી અમદાવાદ પહોંચ્યો. જેમાં અમદાવાદ ખાતે 14 હજાર કિલો જથ્થો આવી પહોંચ્યો છે.

તુર્કીથી ડુંગળી મંગાવ્યા બાદ વધુ એક શાકભાજી મંગાવવાનો વારો આવ્યો, જાણો કે મોસંબી જેવી દેખાતી આ વસ્તુ શું છે
lemon from Turkey

Follow us on

ગરમીમાં લીંબુ શરબત સૌથી વધુ રાહત અને એનર્જી આપે છે પણ લીંબુના ભાવ આસમાને પહોંચતાં શરબતમાંથી લીંબુ ગાયબ થવા લાગ્યા. ગરમી વચ્ચે લીંબુની આવક ઓછી અને ડિમાન્ડ વધતા ભાવમાં તોતિંગ વધારો થયો છે, જેના કારણે લીંબુ લોકોના ઘરમાંથી ગાયબ થઈ ગયા છે. ત્યારે આ મુશ્કેલીને પહોંચી વળવા વેપારીઓએ એક રસ્તો શોધી લીધો અને તુર્કીથી સસ્તા ભાવે લીંબુ આયાત કરાયાં છે. જેથી લીંબુની અછત વચ્ચે લોકોની ડિમાન્ડને પહોંચી વળી શકાય.

પહેલી નજરે જોતા આ લીંબુ કોઈ નારંગી કે મોશમબી લાગશે. પણ ના. આ લીંબુ જ છે. મોટા આકારના દેખાતા આ લીંબુ તુર્કીથી મંગાવવામાં આવ્યા છે. અને તેનું કારણ છે ગુજરાતમાં આવતા લીંબુની આવકમાં ઘટાડો અને વધુ ડિમાન્ડ સામે ઓછી આવકને પહોંચી વળવા લેવાતા વધુ ભાવ.  જે પરિસ્થિતિને પહોંચી વળવા વેપારીએ રસ્તો શોધ્યો અને તુર્કીથી 5 ટેન્કર મારફતે 1 લાખ 15 હજાર કિલોનો જથ્થો મંગાવ્યો. જે જથ્થો ગત રોજ તુર્કીથી મુંબઇ અને મુંબઈથી અમદાવાદ પહોંચ્યો. જેમાં અમદાવાદ ખાતે 14 હજાર કિલો જથ્થો આવી પહોંચ્યો છે. જોકે તુર્કીથી એક મહિને લીંબુ આવતા સમય લાગતા કેટલાક લીંબુ બગડી પણ ગયા હતાં. જે ફેંકવાનો પણ વારો આવ્યો છે.

શુ છે સાદા લીંબુ અને તુર્કીના લીંબુમાં ફરક

સાદા લીંબુ નાના અને વજનમાં 25 ગ્રામ આસપાસ અને રસ નહિવત જેટલો નીકળે છે. તેમજ મોંઘા હોય છે. જે  થોડા દિવસ પહેલા હોલસેલ માર્કેટમાં 130 રૂપિયે કિલો આસપાસ મળતા તો રિટેલ બજારમાં 200 થી 300 રૂપિયે કિલો આસપાસ હતા. જે હાલમાં 60 રૂપિયે કિલો ભાવ મળી રહ્યા છે. જ્યારે તુર્કીના લીંબુ મોસંબી જેટલી સાઈઝના અને 100 ગ્રામ વજનના આવે છે અને તેમાં રસ વધુ નીકળે છે. તેમજ સસ્તા ભાવે મળે છે. અંદાજે 70 રૂપિયે કિલો ભાવે  આસપાસ મળે છે. જોકે બંને લીંબુમાં સ્વાદમાં ફરક છે. કેમ કે તુર્કીના લીંબુ જ્યુસમાં વધુ વપરાય છે અને મુંબઇ સહિત અન્ય શહેરમાં તેનો વધારે ઉપયોગ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ગુજરાતમાં ભાવનગર અને મોરબીમાં થતા પાકની સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખપત છે. તો અમદાવાદમાં મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકથી લીંબુ આવે છે. જોકે કુદરતી આફતને કારણે પાકને નુકસાન થતા આવક ઘટી અને તેની સામે ગરમી વચ્ચે ડિમાન્ડ વધતા તેનો વેપારીઓએ સીધો લાભ લીધો. અને લીંબુ બમણા ભાવે એટલે કે માર્કેટમાં 130 રૂપિયે કિલો મળતા લીંબુ બહારના બજારમાં 300 રૂપિયા કિલો લીંબુ વેચાયા હતા. તો ગુજરાતમાંથી પાક નહિ હોવાથી અછત વધુ અને ડિમાન્ડ વધુ વચ્ચે ત્યારે તુર્કીમાં પુષ્કળ પાક થતા અને નહિવત વેચાણ સામે ગુજરાતમાં ઓછી આવક અને વધુ ડિમાન્ડ અને વધુ ભાવને પહોંચી વળવા વેપારીઓએ તુર્કીથી લીંબુ આયાત કર્યા.

હાલ તો લીંબુની ઓછી આવક અને વધુ ભાવને પહોંચી વળવા વેપારીઓએ પ્રયાસ કર્યો છે. તો આગામી દિવસમાં ગુજરાતના લીંબુની આવક વધતા ભાવ હજુ વધુ ઘટવાની શક્યતાઓ છે. ત્યારે જોવાનું એ પણ રહે છે કે તુર્કીના લીંબુ ગુજરાતના સાદા લીંબુની ખોટ અને રસની મધુરતા પુરી શકશે કે કેમ.

Next Article