Ahmedabad: આસામમાં જામીન મળ્યા બાદ જિજ્ઞેશ મેવાણી અમદાવાદ પહોંચ્યા, એરપોર્ટ પર ઉતરતાં જ ગુજરાત બંધની ચીમકી આપી

|

May 03, 2022 | 6:47 PM

મેવાણીએ જણાવ્યું કે કોંગ્રેસે રોડ પર ઉતરી મને સમર્થન આપ્યું એનાથી મારી હિંમત વધી છે. હું હવે વધારે મજબૂતાઈથી લડતો રહીશ. 15 દિવસમાં પેપરકાંડ, ડ્રગસ, ઉનાકાંડ સહિતના મુદ્દોઓ પર કામ નહિ થાય તો આંદોલન કરવામાં આવશે.

Ahmedabad: આસામમાં જામીન મળ્યા બાદ જિજ્ઞેશ મેવાણી અમદાવાદ પહોંચ્યા, એરપોર્ટ પર ઉતરતાં જ ગુજરાત બંધની ચીમકી આપી
Jignesh Mewani reached Ahmedabad

Follow us on

આસામ (Assam) માં કેસમાં જામીન મળ્યા બાદ વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી (Jignesh Mevani) અમદાવાદ (Ahmedabad) પહોચ્યા હતા. જીજ્ઞેશ મેવાણીનાં એક ટ્વીટ મામલે આસામમાં તેની સામે ફરિયાદ નોંધાઈ હતી. આસામમાં અલગ અલગ બે પોલીસ કેસમાં કસ્ટડીમાં લેવાયેલા જીજ્ઞેશને જામીન મળ્યા બાદ તે ગુજરાત પરત ફર્યા છે. આ સમયે અમદાવાદ એરપોર્ટ પર જીગ્નેશના સમર્થકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા અને એરપોર્ટ પર જીગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું હતું કે ગુજરાતની અસ્મિતાને ખંડિત કરવામાં આવી હતી. મને કિડનેપ કરતા હોય એમ આસામ લઇ ગયા હતા. આસામની કોર્ટે પણ પોલીસ અને સરકારને ફટકાર કરી હતી. ફરિયાદ નકલી અને કાયદાની કોર્ટમાં ટકી શકે એમના હતી.

તેમણે જણાવ્યું કે કોંગ્રેસે રોડ પર ઉતરી મને સમર્થન આપ્યું એનાથી મારી હિંમત વધી છે. હું હવે વધારે મજબૂતાઈથી લડતો રહીશ. 15 દિવસમાં પેપરકાંડ, ડ્રગસ, ઉનાકાંડ સહિતના મુદ્દોઓ પર કામ નહિ થાય તો આંદોલન કરવામાં આવશે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

એરપોર્ટ પહોંચતા જ જીગ્નેશ મેવાણીની ડાયલોગ બાજી શરૂ થઈ ગઈ હતી. પુષ્પા ફિલ્મનો “સાલા ઝુકેગા નહિ” ડાયલોગ એક્શન સાથે બોલ્યા હતા. સરકાર કંઈપણ કરી લે, હું ઝૂકીશ નહિ. પોલીસ, સીબીઆઈ કોઈનાથી પણ ડરીશ નહિ કે કોઈની સામે ઝૂકીશ નહિ. તેમણે એમ પણ કહ્યું કે 1 જૂને અમે ગુજરાત બંધ આપીશું.

તેમણે કહ્યું, ‘હું આશા રાખું છું કે ભવિષ્યમાં કોઈ ધારાસભ્ય અથવા સામાન્ય નાગરિકના બંધારણીય અધિકારોનું આ રીતે ઉલ્લંઘન નહીં થાય. હું આસામમાં ન્યાયતંત્ર અને રાજ્યના લોકો, મારા વકીલો, આસામ કોંગ્રેસ નેતૃત્વ અને મીડિયાનો તેમના સમર્થન માટે આભાર માનું છું.” ગુજરાત જતા પહેલા ગુવાહાટીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા મેવાણીએ આરોપ લગાવ્યો કે તેમને વડાપ્રધાનની મુલાકાતમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. વધુમાં તેણે જણાવ્યું કે,PMOની સૂચનાને પગલે આસામ સરકારે તેની ધરપકડ કરી હતી.

વધુમાં જિગ્નેશ મેવાણી કહ્યું, ‘આ મારી વિરુદ્ધ એક ષડયંત્ર હતું. મારા ટ્વીટનો અર્થ PM મોદીને કોમી અથડામણ બાદ ગુજરાતમાં શાંતિ અને સૌહાર્દની અપીલ કરવાનો હતો. શરમજનક બાબત છે કે એક મહિલા પોલીસ અધિકારીનો ઉપયોગ કરીને સામે રાખવામાં આવી અને બીજી વખત મારી સામે FIR નોંધવામાં આવી. હું ભાજપ અને આસામ સરકારને કહેવા માંગુ છું કે મારા પર ગમે તેટલા કેસ દાખલ કરવામાં આવે, પરંતુ હું મારા સ્ટેન્ડથી એક ઈંચ પણ પાછળ નહીં હટું.

Published On - 6:47 pm, Tue, 3 May 22

Next Article