અમદાવાદ એરપોર્ટથી હજ યાત્રા માટે 380 જેટલા યાત્રીઓ રવાના થયા, 12 દિવસમાં 11 ફ્લાઇટ હજ યાત્રા માટે ચાલશે

|

Jun 20, 2022 | 3:10 PM

પ્રથમ દિવસે 380 જેટલા હજ યાત્રીઓ અમદાવાદ એરપોર્ટથી હજ યાત્રા માટે રવાના થયા છે. આ હજ યાત્રાને લઈને એરપોર્ટ પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તો કેટલીક વ્યવસ્થા અમદાવાદ હવાઈમથક (Ahmedabad Airport) પર પ્રથમ વાર ઉભી કરાઇ છે.

અમદાવાદ એરપોર્ટથી હજ યાત્રા માટે 380 જેટલા યાત્રીઓ રવાના થયા, 12 દિવસમાં 11 ફ્લાઇટ હજ યાત્રા માટે ચાલશે
હજ યાત્રાળુઓનું ફુલ આપીને સન્માન કરાયુ

Follow us on

મુસ્લિમ સમુદાય માટે સૌથી મહત્વની ગણાતી હજ યાત્રાની (Hajj Yatra) આજથી શરૂઆત થઇ છે. પ્રથમ દિવસે 380 જેટલા હજ યાત્રીઓ અમદાવાદ એરપોર્ટથી હજ યાત્રા માટે રવાના થયા છે. આ હજ યાત્રાને લઈને એરપોર્ટ પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તો કેટલીક વ્યવસ્થા અમદાવાદ હવાઈમથક (Ahmedabad Airport) પર પ્રથમ વાર ઉભી કરાઇ છે. આ વખતે NGO સાથે એરપોર્ટ ઓથોરિટી (Airport Authority) વ્યવસ્થામાં જોડાઈ છે. NGO દ્વારા ડોમ બનાવાયા છે. તેમજ એરપોર્ટ ઓથોરિટી દ્વારા પણ ડોમ તૈયાર કરાયો છે.

હજ યાત્રીઓને સગવડતા આપવાનો પ્રયાસ

મુસ્લિમ સમાજ માટે હજ યાત્રા (Hajj Yatra) સૌથી મોટી અને મહત્વની યાત્રા ગણાય છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર હજ યાત્રાને લઈને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. હજ યાત્રાને લઈને NGO સાથે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા એરપોર્ટ પર અલાયદી વ્યવસ્થા હજ યાત્રી માટે ઉભી કરાઈ છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા જે ડોમ તૈયાર કરાયો છે. જેમાં વરસાદી પાણી ન ઉતરે તેનું ધ્યાન રખાયું. લાઈટ પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો NGO દ્વારા હજ યાત્રીઓએ તેમના પરિવાર માટે ડોમ બનાવ્યા છે. હજ યાત્રીઓ માટે અલગ પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે. તો પ્રથમ વખત એરપોર્ટ દ્વારા 5થી વધુ ચેક ઇન કાઉન્ટર ડોમ પાસે ઉભા કરાયા છે. આ તમામ વ્યવસ્થા ડોમેસ્ટિક એરપોર્ટ પર ઉભી કરાઇ છે.

યાત્રીઓની અગવડતા દૂર કરવાનો પ્રયાસ

એરપોર્ટ ઓથોરિટીને દર વર્ષે યાત્રીઓ તરફથી અગવડતા થતી હોવાની ફરિયાદ મળતી હતી. જે અગવડતા દૂર કરવા માટે હજ યાત્રીને કાર્ગો વિભાગ તરફથી એન્ટ્રી અપાતી હતી. તેના બદલે આ વર્ષે ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અલગ એરિયા ફાળવી એન્ટ્રી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. જે ડોમેસ્ટિક એરપોર્ટથી ઇન્ટરનેશનલ એરપોર્ટ જવા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા અલાયદી બસની પણ વ્યવસ્થા કરાઈ છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

11 જેટલી ફ્લાઇટ હજ યાત્રા માટે ચાલશે

આજથી શરૂ થનારી હજ યાત્રા 2 જુલાઈ ચાલવાની છે. જે 12 દિવસમાં 11 જેટલી ફ્લાઇટ હજ યાત્રા માટે ચાલશે. જેમાં એક ફ્લાઇટમાં 300 હજ યાત્રી મુસાફરી કરશે. એટલે કે 12 દિવસમાં 11 ફ્લાઈટમાં 3 હજાર ઉપર હજ યાત્રી મુસાફરી કરશે. જે તમામ હજ યાત્રીઓને હાલાકી ન પડે તેના પર NGO સાથે એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ વર્ષે વિશેષ ધ્યાન અપાયું છે. જેથી તેમની આ હજ યાત્રા વગર વિઘ્ને પાર પડી શકે.

આજે હદ યાત્રીઓનો પ્રથમ જથ્થો જેમાં 380 જેટલા યાત્રિકો મુસાફરી કરી રહ્યા છે ત્યારે વિવિધ સામાજીક આગેવાનો દ્વારા પણ એરપોર્ટ પરિસરમાં સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા પણ એરપોર્ટ ખાતેથી રવાના થનાર હજ યાત્રાળુઓનું ખાસ ફુલ આપીને સન્માન કરવામાં આવ્યુ.

Next Article