Ahmedabad : અનૈતિક સંબંધના ઝઘડામાં હત્યા, મિત્રની મદદ કરવા ગયેલા યુવકની જ કરપીણ હત્યા

ફરી એક વાર અનૈતિક સંબંધોના કારણે ખુની ખેલ ખેલાયો છે. અનૈતિક સંબંધના ઝઘડામાં એક યુવકની હત્યા થઇ છે. અમદાવાદના મેઘાણીનગરમાં મિત્રની મદદ કરવા ગયેલા યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. સમગ્ર મામલામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરીને તેમને જેલ હવાલે કર્યા છે.

Ahmedabad :  અનૈતિક સંબંધના ઝઘડામાં હત્યા, મિત્રની મદદ કરવા ગયેલા યુવકની જ કરપીણ હત્યા
| Edited By: | Updated on: Oct 09, 2024 | 10:03 AM

ફરી એક વાર અનૈતિક સંબંધોના કારણે ખુની ખેલ ખેલાયો છે. અનૈતિક સંબંધના ઝઘડામાં એક યુવકની હત્યા થઇ છે. અમદાવાદના મેઘાણીનગરમાં મિત્રની મદદ કરવા ગયેલા યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. સમગ્ર મામલામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરીને તેમને જેલ હવાલે કર્યા છે.

જુની અદાવતમાં કર્યો હુમલો

આરોપી મનીષ પટ્ટણી અને ગડુ પટ્ટણીએ મુકેશ પટ્ટણી નામના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરી છે. ઘટનાની વાત કરીએ તો 6 ઓક્ટોમ્બરનાં રોજ મેઘાણીનગર વિસ્તારમાં મનીષ પટ્ટણી અને તેના કુટુંબીજનોએ આકાશ પટ્ટણી નામના યુવક પર જુના ઝઘડાની અદાવતમાં હુમલો કર્યો હતો. આ ઘટનામાં આકાશ ઈજાગ્રસ્ત થતાં તેના બે મિત્રો  મુકેશ પટ્ટણી અને રાહુલ પટ્ટણી આકાશને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા.

બીજી તરફ આરોપી મનીષ પટ્ટણી તેના કુટુંબીજનો સાથે હોસ્પિટલ પહોંચી ગયો હતો અને મુકેશને આકાશની મદદ કરવાનો બદલો લીધો હતો. અને મુકેશ પર પણ છરીનાં ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી. શાહીબાગ પોલીસ મનીષ પટ્ટણી સહિત ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધી બે આરોપી ધરપકડ કરી છે.

આરોપીની પત્ની સાથે હતા અનૈેતિક સંબંધ

પોલીસ તપાસમાં સામે આવ્યું કે મનીષ પટ્ટણીની પત્ની રેખા અને આકાશ પટ્ટણી વચ્ચે પ્રેમ સબંધ ચાલતો હતો. આ અનૈતિક સબંધની જાણ મનીષને થતા તેણે આકાશને સબક શિખવાડાનું નક્કી કર્યું હતું. તે પોતાના કુટુંબીજનો સાથે આકાશના ઘર નજીક મેઘાણીનગરના ચંદનનગર પહોંચ્યા હતા. આકાશ ત્યાંથી પસાર થતા તેની પર હુમલો કર્યો હતો. આ દરમિયાન આકાશનાં મિત્રો રાહુલ અને મુકેશે તેને બચાવીને હોસ્પિટલ ખસેડ્યો હતો. જેની અદાવત રાખીને મનીષે રાહુલ અને મુકેશની હત્યા કરવા છરીથી હુમલો કર્યો હતો. જેમાં મુકેશનું મોત નિપજ્યું હતું અને રાહુલ અન્ય મિત્રો સાથે ફોર વ્હીલર ગાડીમાં પોતાના બચાવ માટે લઈને નીકળી ગયો હતો. તેથી તેઓ બચી ગયા હતા. આ ધટનાને લઈ રાહુલ પટ્ટણીની ફરિયાદ લઈ ને વધુ તપાસ શરૂ કરી છે.’

શાહીબાગ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી અન્ય બે વોન્ટેડ આરોપી નાનું ઉર્ફે શેરવાલો અને અજય ઉર્ફે તલ્લી પકડવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે હત્યાને લઈ અન્ય કોઈ કારણ છે કે કેમ તેને લઈ તપાસ શરૂ કરી છે…

Published On - 10:02 am, Wed, 9 October 24