AHMEDABAD : દિવાળી અને નવા વર્ષે આગના કોલમાં 40 ટકાનો વધારો, અધિકારીએ લોકોને જાગૃત થવા અપીલ કરી

|

Nov 07, 2021 | 4:10 PM

ફાયર બ્રિગેડના અધિકારીની વાત માનીએ તો બે વર્ષથી નહિવત કોલ હતા અને તેમાં પણ ગત 7 વર્ષમાં દર વર્ષે 80 જેટલા કોલ નોંધાતા હતા. જેની સામે આ વર્ષે 177 કોલ નોંધાયા.

AHMEDABAD : દિવાળી અને નવા વર્ષે આગના કોલમાં 40 ટકાનો વધારો, અધિકારીએ લોકોને જાગૃત થવા અપીલ કરી
40 per cent increase in fire calls during Diwali and New Year in Ahmedabad

Follow us on

AHMEDABAD : દિવાળી અને નવું વર્ષ લોકો માટે અલગ વાતાવરણ લઈને આવ્યું. કેમ કે બે વર્ષથી કોરોનાને કારણે લોકો ઘરોમાં બંધ હતા, પણ હવે લોકો બહાર નીકળતા લોકોને અલગ વાતાવરણ મળી રહ્યું. પણ બે વર્ષથી લોકો ફટાકડા ફોડી નહિ શકતા આ વર્ષે ફટાકડા ફોડતા આગના કોલમાં વધારો નોંધાયો છે. ફાયર બ્રિગેડના ચીફ ઓફિસરની વાત માનીએ તો આ વર્ષે 40 ટકા ઉપર આગના કોલમાં વધારો નોંધાયો છે.

ફાયર બ્રિગેડનું આગોતરું આયોજન
મહત્વનું છે કે આ વર્ષે તહેવાર મનાવવા છૂટછાટ આપતા ફાયર બ્રિગેડને અંદાજો હતો કે આગના કોલમાં વધારો નોંધાઇ શકે છે. જે ધ્યાને રાખી ફાયર બ્રિગેડે આગોતરું આયોજન કર્યું. જેમાં સ્ટાફની રજા રદ કરાઈ. ફાયર સ્ટેશન પર સ્ટાફ અને વાહનો સ્ટેન્ડ ટુ રખાયા અને તેma પણ સૌથી મહત્વનું અને મોટુ પગલું ફાયર બ્રિગેડના ઇતિહાસમાં આ વર્ષે ફાયર બ્રિગેડ દ્વારા પેટ્રોલિંગ તેમજ 8 સ્થળે સ્ટાફ તૈનાત રખાયા. જે નવા પ્રયોગના કારણે આગની ઘટના મોટી થતા ટાળી શકાયાની ફાયર બ્રિગેડના ચીફ ઓફિસરનું માનવું છે.

આગના કોલમાં 40 ટકાનો વધારો
ફાયર બ્રિગેડના અધિકારીની વાત માનીએ તો બે વર્ષથી નહિવત કોલ હતા અને તેમાં પણ ગત 7 વર્ષમાં દર વર્ષે 80 જેટલા કોલ નોંધાતા હતા. જેની સામે આ વર્ષે 177 કોલ નોંધાયા. જેમાં 115 કોલ ફટાકડાના કારણે અને 62 કોલ અન્ય આગની ઘટનાના નોંધાયા.1 નવેમ્બરથી લઈને 7 નવેમ્બર બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 177 કોલ નોંધાયા. જે 177 માંથી 115 ફટાકડાના કારણે આગ લાગી. જેમાં 62 આગના અન્ય કોલ નોંધાયા. વધતા કોલના કારણે ફાયર બ્રિગેડ ના ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે શહેરીજનોને વધુ જાગૃત થવા અપીલ કરી

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કયા કેવા પ્રકારની લાગી આગ
મોટેરામાં એક ગોડાઉન મોટી આગ, ઓઢવ જય કેમિકલમાં મોટી આગ, પ્રેમદરવાજામાં પ્લાસ્ટિક ગોડાઉનમાં મોટી આગ અનેતે સિવાય અન્ય નાની આગની ઘટના નોંધાઇ.

આ પણ વાંચો : જાણો સુરેન્દ્રનગરમાં એન્કાઉન્ટર કરનાર PSI જાડેજા વિશે, જેમની ગેડિયા ગેંગમાં ધાક છે

આ પણ વાંચો : દીવમાં જલસા : દિવાળી વેકેશનમાં પ્રવાસન સ્થળ દીવમાં પ્રવાસીઓની ભારે ભીડ

 

Next Article