Ahmedabad: સર્વે કરાતા 23 જેટલા BRTS જંક્શન અકસ્માત ઝોન હોવાનું આવ્યુ સામે, તમામ રુટ પર અકસ્માત રોકવા આ કામગીરી હાથ ધરાશે

|

May 30, 2022 | 7:15 PM

અમદાવાદ જનમાર્ગ લિમિટેડે (Ahmedabad Janmarg Ltd.) શહેરના વિવિધ બીઆરટીએસ (BRTS) રૂટ પર સર્વે કરવામાં આવ્યા છે. જેમાં કુલ 23 જેટલા BRTS જંક્શન પર અકસ્માત ઝોન સામે આવ્યા છે.

Ahmedabad: સર્વે કરાતા 23 જેટલા BRTS જંક્શન અકસ્માત ઝોન હોવાનું આવ્યુ સામે, તમામ રુટ પર અકસ્માત રોકવા આ કામગીરી હાથ ધરાશે
BRTS ROUT (File Image)

Follow us on

અમદાવાદમાં (Ahmedabad) BRTS બસના રૂટ પર અવારનવાર અકસ્માત (Accident) થવાની ઘટનાઓ બનતી હોય છે. અવારનવાર અકસ્માતો બનતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (Ahmedabad Janmarg Ltd.) દ્વારા શહેરના તમામ BRTS રૂટનો સર્વે કરવાની કામગીરી હાથ ધરી છે. જેમાં 23 જગ્યા પર સૌથી વધુ અકસ્માત થયાનું સામે આવ્યુ છે. આ સ્થળો પર વધુ અકસ્માત ન થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે.

23 જગ્યા પર ઝીબ્રા ક્રોસિંગના પટ્ટા લગાવ્યા

અમદાવાદ જનમાર્ગ લિમિટેડે શહેરના વિવિધ બીઆરટીએસ રૂટ પર સર્વે કરવામાં આવ્યા છે. જેમાં કુલ 23 જેટલા BRTS જંક્શન પર અકસ્માત ઝોન સામે આવ્યા છે. આ 23 જગ્યા પર સૌથી વધુ અકસ્માત થયા હોવાનું સામે આવ્યુ છે. અમદાવાદ જનમાર્ગ લિમિટેડે આ તમામ 23 જગ્યા પર અકસ્માત ઝોન અને ઝીબ્રા ક્રોસિંગના પટ્ટા લગાવ્યા છે. ચાલુ વર્ષમાં કુલ 38 જેટલા અકસ્માત BRTS રૂટ પર થયા છે. જેમાં 4 ગંભીર અકસ્માત થયા હતા અને રાહદારી-વાહનચાલકના મૃત્યુ થયા છે. સૌથી વધુ ઈસ્કોન ક્રોસ રોડ અને રાયપુર ચાર રસ્તા પર અકસ્માત થયા છે.

લોકોએ પણ સાવચેત રહેવાની જરુર: ડે. મ્યુનિ. કમિશનર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામાએ જણાવ્યું કે અકસ્માતના આવા સ્પોટ પર દિશાસૂચક સિમ્બોલ લગાવમાં આવશે, જેથી લોકોનું ધ્યાન તેના ઉપર જાય અને અકસ્માત નિવારી શકાય. સાથે જ રાહદારીઓને રસ્તો ઓળંગવા માટે ઝીબ્રા કોસિંગ બનાવવામાં આવશે. અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા અકસ્માત ઘટાડવા કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ લોકોએ પણ સાવચેત થવું પડશે. સર્વેમાં મોટાભાગના અકસ્માતમાં વાહનચાલકોએ હેડ ફોન, હેન્ડ્સ ફ્રી ભરાવેલા હતા. જેના કરણે હોર્ન સંભળાય નહીં, જેથી અકસ્માતનો ભોગ લોકો બનતા હોય છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

મહત્વનું છે કે ચાલુ વર્ષે અમદાવાદમાં BRTS રૂટ પર કુલ 38 જેટલા અકસ્માત થયા છે. 38 અકસ્માતો પૈકી 4 ગંભીર અકસ્માત થયા હતા. જેમાં રાહદારી-વાહનચાલકની મોત નિપજ્યા હતા. કુલ 23 જેટલા BRTS જંક્શન પર અકસ્માત ઝોન સામે આવ્યા છે. સૌથી વધુ અકસ્માત ઈસ્કોન ક્રોસ રોડ અને રાયપુર ચાર રસ્તા પર થયા છે.

Next Article