અમદાવાદના સાબરમતી વિસ્તારમાં થયેલા પાર્સલ બોમ્બ કેસના આરોપીઓ પાસેથી જીવતા બોમ્બ મળી આવ્યા છે. જેમને તાત્કાલિક ડિફ્યુઝ કરવામાં આવ્યા છે. ગઇકાલે પાર્સલ બોમ્બ કેસના આરોપીઓની ત્રાગડ વિસ્તારમાં ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની પુછપરછમાં પણ ચોંકાવનારા ખુલાસા થયા છે.
સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બ કેસના મુખ્ય આરોપી રૂપેન બારોટ અને રોહનની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીને ત્રાગડ વિસ્તારમાં કારમાં ઝડપી લેવામાં આવ્યા હતા. ગઇકાલે સહ આરોપી ગૌરવની ધરપકડ કરવામાં આવી હતી.આરોપીની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસા થયા છે.
સવારના સમયે જ એક વ્યક્તિ પાર્સલ લઈને બળદેવ સુખડિયાના ઘરે પહોંચ્યો હતો. તેણે કહ્યું કે, તમારા નામનું પાર્સલ છે.. બળદેવ સુખડિયા હજુ તો તેને કહી રહ્યા હતા કે, તેમણે આ પાર્સલ મગાવ્યું જ નથી. ત્યાં તો પાર્સલમાંથી ધુમાડો નીકળ્યો અને કોઈ કંઈ સમજે તે પહેલા જ બ્લાસ્ટ થઈ ગયો. સદનસીબે કોઈ જાનહાનિ તો ન થઈ. પરંતુ પાર્સલ લાવનાર, અને પાર્સલ રિસીવ કરનારા બંનેને ખૂબ ઈજાઓ પહોંચી. પાર્સલ બ્લાસ્ટ થતાં જ ચારેબાજુ હડકંપ મચી ગયો હતો.
પાર્સલ લઈને આવનારાના હાથમાં ખૂબ જ ઈજા પહોંચી છે. પોલીસે તેને હાલ તો પકડી વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસ જ્યારે આરોપી રૂપેણના ઘરે પહોંચી તો ચોંકી ગઈ. અહીં તો જાણે દેશી બોમ્બ બનાવવાની ફેક્ટરી હોય તેવું લાગ્યું. ઘરમાંથી હથિયારો અને બોમ્બ બનાવવાની સામગ્રી જપ્ત કરાઈ.પોલીસને બોમ્બ બનાવવા માટે નાઇટ્રેટ, બ્લેડ, છરા, ખિલ્લા મળ્યા. તીક્ષ્ણ હથિયાર અને 12 વોલ્ટની બેટરી પણ મળી. ગેસ અને પાઇપ કટર, લેથ મશીન, વેલ્ડિંગ ટુલ્સ મળ્યા હતા.
આ સાથે જ આરોપી પાસેથી 2 જીવતા બોમ્બ ઝડપાયા છે. આરોપીઓ પાસેથી 2 બોમ્બ, હથિયાર અને કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. મોડી રાત્રે BDDS અને FSLની મદદથી બોમ્બ ડિફ્યુઝ કરવામાં આવ્યા છે. આરોપી રૂપેન ઇન્ટરનેટથી બોમ્બ અને હથિયાર બનાવવાનું શીખ્યો હતો.
તપાસના ધમધમાટ વચ્ચે મુખ્ય આરોપી રૂપેન બારોટ બુટલેગર હોવાનો ખુલાસો થયો છે. DCP, JCP, ક્રાઈમ બ્રાન્ચની ટીમો તપાસમાં જોડાઈ છે. બોમ્બ પહોંચાડનાર ગૌરવ ગઢવી અને અન્ય એકની અટકાયત કરાઈ છે. આરોપી રૂપેણ બારોટે અંગત અદાવતમાં. બ્લાસ્ટ કરાવ્યો હોવાનું સામે આવ્યું છે. રૂપેણ બારોટ માનતો હતો કે તેના છૂટાછેડા બળદેવભાઈના કારણે થયા છે. કારણ કે તેની પત્ની બળદેવભાઈ સુખડિયાને તેમના ભાઈ માને છે. જો કે આરોપી રૂપેનને પત્નીના આડાસંબંધોની શંકા હતી. આરોપીએ બળદેવ સહિત પોતાના સસરા અને સાળાની પણ હત્યાનો પ્લાન બનાવ્યો હતો.