AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા લોકો સામે તવાઈ, 154 કરોડ રૂપિયાનો જંગી દંડ વસૂલવાનો બાકી

ટ્રાફિક વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ઈ-મેમો (E-memo) બનાવી દીધા છે, પરંતુ અમદાવાદીઓએ દંડની રકમ ભરવામાં નીરસ હોવાનું સામે આવ્યુ છે.

Ahmedabad: ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા લોકો સામે તવાઈ, 154 કરોડ રૂપિયાનો જંગી દંડ વસૂલવાનો બાકી
Mihir Soni
| Edited By: | Updated on: Jul 28, 2021 | 9:19 PM
Share

અમદાવાદમાં (Ahmedabad) કોરોનાકાળ પછી બેદરકાર બનેલા શહેરીજનોને ચેતી જવાની જરૂર છે. કારણ કે હવે ટ્રાફિક વિભાગે નિયમોનો ભંગ કરતા શહેરીજનો સામે કડક દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે અમદાવાદીઓ માથે માત્ર ટ્રાફિક વિભાગનું જ 154 કરોડનું દેવું હોવાનું સામે આવ્યું છે. જેને લઈ દંડ વસૂલવા રિકવરી ટીમ મેદાનમાં ઉતારી દીધી છે.

ટ્રાફિક વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ઈ-મેમો (E-memo) બનાવી દીધા છે, પરંતુ અમદાવાદીઓએ દંડની રકમ ભરવામાં નીરસ હોવાનું સામે આવ્યું છે. શહેરમાં અત્યાધુનિક ટેકનોલોજી વિકસાવવાનું આયોજન થયું હતું, જેના ભાગરૂપે શહેરના અનેક સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા, જેના આધારે ઈ ચલણ બનાવવાની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી.

ટ્રાફિક વિભાગના આંકડા મુજબ જો વાત કરીએ તો 154 કરોડથી વધારેની રકમનું દેવું અમદાવાદીઓ પર છે. જે રકમ હજી પણ ભરવાની બાકી છે. અમદાવાદીઓએ અત્યાર સુધીમાં 45 કરોડ જેટલી રકમ તો સરકારની તિજોરીમાં ભરી દીધી છે. છતાં હજી પણ ટ્રાફિકના નિયમ પાલન કરવામાં અમદાવાદી આળસ કરી રહ્યા હોવાથી દરરોજ 2500થી વધુ ઈ મેમો જનરેટ કરવામાં આવી રહ્યા છે.

કોરોનાની બીજી લહેર આવતા જ શહેરીજનો લોકડાઉન અને અનલોક વચ્ચે ઘરની બહાર હેલ્મેટ વિના નિકળતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે નિયમોનું પાલન ન કરવુ તમને ભારે પડી શકે છે. કારણ કે અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગે ઈ-ચલણ આપવાની કામગીરીને ફરી વાર પહેલાની જેમ વેગવાન બનાવી છે.

હાલમાં રોજના 2500થી વધુ ઈ-ચલણ ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા લોકોને મોકલવામાં આવી રહ્યા છે. જેથી હેલ્મેટ વિના, સીટબેલ્ટ પહેર્યા વગર તેમજ ત્રણ સવારી અને રોંગ સાઈડ વાહનો ચલાવનાર લોકો સામે પોલીસે ખાસ ઝુંબેશ શરૂ કરી છે.

ટ્રાફિક વિભાગ દ્વારા શહેરમાં પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના ટ્રાફિક ડીસીપીના 5-5 સ્કવોર્ડ બનાવવામાં આવ્યા છે. જે સ્કવોર્ડ અલગ અલગ પોઈન્ટ ઉપર ઉભી રહીને બાકી રહેલા ઈ-ચલણ મેમો ઉધરાવવાની કામગીરી કરી રહી છે. મહત્વનું છે કે શહેરમાં દરરોજ એક લાખથી વધુની રકમ દંડ સ્વરૂપે વસૂલવામાં આવે છે.

ત્યારે હજૂ પણ અનેક શહેરીજનો રોડ રસ્તા પર હેલ્મેટ વિના, સીટ બેલ્ટ વિના તેમજ ત્રણ સવારી અને રોંગ સાઈટમાં વાહનો ચલાવતા જોવા મળે છે. ત્યારે આગામી દિવસમાં ટ્રાફિક વિભાગ POS મશીન સાથે રોડ પર ઉભી રહીને બાકી રહેલા ઈ-ચલણની રકમ લોકો પાસેથી વસૂલ કરશે.

આ પણ વાંચો: Bhavnagar : 82 લાખના ખર્ચે ખરીદેલું સ્વીપર મશીન બંધ હાલતમાં, શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય

g clip-path="url(#clip0_868_265)">