ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના નવા 11 દર્દીઓ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા વધીને 23 થઈ

|

Jan 03, 2024 | 7:39 AM

કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવ્યા બાદ કેસના કેસની રફતાર વધી ગઇ છે.સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાયા છે. નવરંગપુરા, સરખેજ અને નારણપુરામાં નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર સતર્ક થઈ ગયું છે.

ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના નવા 11 દર્દીઓ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા વધીને 23  થઈ

Follow us on

અમદાવાદ : દેશમાં આવેલા કોરોનાના નવા વેરિઅન્ટે ચિંતા ઉપજાવી છે. ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના નવા 11 દર્દીઓ સામે આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 23 થઇ ગઇ છે. આ તમામ કોરોનાના કેસ અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં નોંધાયા છે.

નવા દર્દીઓ નોંધાવવા મામલે ગુજરાત દેશમાં ચોથા નંબરે

એક દિવસમાં કોરોનાના નવા દર્દીઓ નોંધાવવા મામલે ગુજરાત દેશમાં ચોથા નંબરે છે. કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવ્યા બાદ કેસના કેસની રફતાર વધી ગઇ છે. એક જ દિવસમાં કોરોનાના 11 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. હાલ તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. તમામના જીનોમ સિક્વસન્સ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે.

સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાયા

કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવ્યા બાદ કેસના કેસની રફતાર વધી ગઇ છે.સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાયા છે. નવરંગપુરા, સરખેજ અને નારણપુરામાં નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર સતર્ક થઈ ગયું છે. લોકોને બહાર નીકળતા સમયે માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. તો કોવિડના નિયમોનું પાલન કરવાની સૂચના અપાઈ છે.

Dry Coconut benefits : શિયાળામાં સૂકું નાળિયેર ખાવાના ફાયદા, હિમોગ્લોબિન વધશે ફટાફટ
ઘરમાં એક સાથે 2 મની પ્લાન્ટ ઉગાડી શકાય ?
આજનું રાશિફળ તારીખ : 21-11-2024
મુકેશ અંબાણીએ 15 રૂપિયાના પ્લાન સાથે લોન્ચ કર્યું JioStar, જાણો
ઉદ્ધવ, ફડણવીસ, અજિત પવાર કે શિંદે... ચાર નેતાઓમાં કોણ ઉંમરમાં સૌથી મોટા છે?
પૃથ્વીથી મંગળ પર મેસેજ મોકલવામાં કેટલો સમય લાગે ?

આ પણ વાંચો- વડોદરા : GETCOમાં ભરતીના વિવાદને લઈને ઉમેદવારોનું પ્રદર્શન યથાવત્, ઉમેદવારોએ ઠંડીમાં જેટકો કચેરી બહાર વિતાવી રાત, જુઓ વીડિયો

કોરોના સામે આરોગ્ય વિભાગ થયુ સજ્જ

ભાવનગર જિલ્લામાંસાવચેતીના ભાગરૂપે સર.ટી હોસ્પિટલમાં કોરોના માટે વોર્ડ ઉભો કરી દેવાયો છે. જરૂરી બેડ, વેન્ટિલેટર, દવાઓ અને ઓક્સિજન પ્લાન્ટ સહિતના સાધન તૈયાર રખાયા છે. જામનગરની જીજી હોસ્પિટલ પણ કોરોના સામે લડવા તૈયાર છે. જે માટે સિવિલ હોસ્પિટલમાં 50 બેડનો વોર્ડ તૈયાર કરાયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:48 am, Fri, 22 December 23

Next Article