અમદાવાદ ડિવિઝનની 11 ડેમુ /મેમુ પેસેન્જર ટ્રેનો ફરીથી થઈ દોડતી
પશ્ચિમ રેલવે (Westrn railway) દ્વારા યાત્રીઓની સુવિધા માટે અમદાવાદ ડિવિઝનની ભુજ - પાલનપુર એક્સપ્રેસ, (Bhuj -palanpur express) અમદાવાદ-એકતા નગર જનશતાબ્દી એક્સપ્રેસ સહિત 11 મેમુ/ડેમુ અને પેસેન્જર ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેનો આગામી સૂચના સુધી દરરોજ દોડશે. જેની વિગતો આ મુજબ છે.
11 DEMU / MEMU passenger trains of Ahmedabad Division will run again
Follow us on
પશ્ચિમ રેલવે (Westrn railway) દ્વારા યાત્રીઓની સુવિધા માટે અમદાવાદ ડિવિઝનની ભુજ – પાલનપુર એક્સપ્રેસ, (Bhuj -palanpur express) અમદાવાદ-એકતા નગર જનશતાબ્દી એક્સપ્રેસ સહિત 11 મેમુ/ડેમુ અને પેસેન્જર ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેનો આગામી સૂચના સુધી દરરોજ દોડશે. જેની વિગતો આ મુજબ છે.
ટ્રેન નંબર 20949/20948 અમદાવાદ-એકતા નગર-અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ- 05 ઓગસ્ટથી ટ્રેન નંબર 20949 અમદાવાદ – એકતા નગર એક્સપ્રેસ અમદાવાદથી 15:20 કલાકે ઉપડશે અને 18:20 કલાકે એકતાનગર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 20948 એકતાનગર – અમદાવાદ એક્સપ્રેસ 05 ઓગસ્ટથી એકતાનગરથી 11:15 કલાકે ઉપડશે અને 14:05 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં માત્ર વડોદરા સ્ટેશન પર જ ઉભી રહેશે.
ટ્રેન નંબર 20928/20927 ભુજ-પાલનપુર-ભુજ સુપરફાસ્ટ એક્સપ્રેસ – 05મી ઓગસ્ટથી ટ્રેન નંબર 20928 ભુજ – પાલનપુર એક્સપ્રેસ ભુજથી 11:05 કલાકે ઉપડશે અને 17:35 કલાકે પાલનપુર પહોંચશે. તેવી જ રીતે 06 ઓગસ્ટથી ટ્રેન નંબર 20927 પાલનપુર-ભુજ એક્સપ્રેસ પાલનપુરથી 13:10 કલાકે ઉપડશે અને 19:40 કલાકે ભુજ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં ડીસા, ભીલડી, દિયોદર, રાધનપુર, સાંતલપુર, આડેસર, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, આદિપુર અને અંજાર સ્ટેશને ઉભી રહેશે. આ ટ્રેનમાં એક કોચ એસી ચેર કાર (આરક્ષિત) અને 10 સામાન્ય વર્ગના બિનઆરક્ષિત કોચ હશે.
05 ઓગસ્ટથી ટ્રેન નંબર 09311 (ઓરિજિનલ ટ્રેન 69101) વડોદરા જં. – અમદાવાદ જં. મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ સવારે 07:15 વાગ્યે વડોદરા જંક્શનથી ઉપડીને અમદાવાદથી 10:10 કલાકે અમદાવાદ જંકશન પહોંચશે.માર્ગમાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
16મી ઓગસ્ટથી ટ્રેન નંબર 09327 (ઓરિજિનલ ટ્રેન 69107) વડોદરા જં. – અમદાવાદ જં. મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ 20:20 કલાકે વડોદરા જં. થી ઉપડીને 00:05 કલાકે અમદાવાદ જંક્શન પહોંચશે. માર્ગમાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
06 ઓગસ્ટથી ટ્રેન નંબર 09328 (ઓરિજિનલ ટ્રેન 69108) અમદાવાદ જં. – વડોદરા જં. મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ સવારે 08:05 વાગે અમદાવાદ જં. થી ઉપડીને 11:15 કલાકે વડોદરા જં. પહોંચશે.માર્ગમાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
17મી ઓગસ્ટથી ટ્રેન નંબર 09274 (ઓરિજિનલ ટ્રેન 69116) અમદાવાદ જં. – આણંદ જં. મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ 23:45 કલાકે અમદાવાદ જં. થી ઉપડીને 01:25 કલાકે આણંદ જંક્શન પહોંચશે. માર્ગમાં આ ટ્રેન માત્ર મણિનગર સ્ટેશન પર જ ઉભી રહેશે
06 ઓગસ્ટથી ટ્રેન નંબર 09399 (ઓરિજિનલ ટ્રેન 69129) આણંદ જં. – અમદાવાદ જં. મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ સવારે 05:55 વાગ્યે આણંદ જંક્શનથી ઉપડીને 07:45 વાગ્યે અમદાવાદ જંક્શન પહોંચશે.માર્ગમાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
05 ઓગસ્ટથી ટ્રેન નંબર 09400 (ઓરિજિનલ ટ્રેન 69130) અમદાવાદ જં. – આણંદ જં. મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ 19:10 કલાકે અમદાવાદ જં.થી ઉપડીને 20:55 કલાકે આણંદ જં.પહોંચશે. માર્ગમાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
07 ઓગસ્ટથી ટ્રેન નંબર 09275 (ઓરિજિનલ ટ્રેન 69191) આણંદ જં. – ગાંધીનગર કેપિટલ મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ 18:10 કલાકે આણંદ જં.થી ઉપડશે અને 21:00 કલાકે ગાંધીનગર કેપિટલ પહોંચશે. આ ટ્રેન નેનપુર સિવાય તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
08 ઓગસ્ટથી ટ્રેન નંબર 09276 (ઓરિજિનલ ટ્રેન 69192) ગાંધીનગર કેપિટલ – આણંદ જં. મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ સવારે 07:20 વાગ્યે ગાંધીનગર કેપિટલથી ઉપડશે અને 10:55 વાગ્યે આણંદ જંક્શન પહોંચશે. આ ટ્રેન નેનપુર સિવાય તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.