Ahmedabad : પશ્ચિમ રેલ્વે દ્વારા વધુ બે ઓક્સિજન એક્સપ્રેસનું સંચાલન, ઓક્સિજન ટેન્કર દિલ્હી અને તુગલકાબાદ તરફ રવાના

|

May 04, 2021 | 7:55 PM

Ahmedabad : ગુજરાતના હાપાથી 5 ઓક્સિજન ટેન્કરમાં 104 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન દિલ્હી કેન્ટ મોકલવામાં આવ્યું. ગુજરાતના મુન્દ્રા પોર્ટથી 7 ઓક્સિજન ટેન્કર દ્વારા 140 ટન લિકવિડ મેડિકલ ઓક્સિજન તુગલકાબાદ તરફ રવાના થઈ.

Ahmedabad : પશ્ચિમ રેલ્વે દ્વારા વધુ બે ઓક્સિજન એક્સપ્રેસનું સંચાલન, ઓક્સિજન ટેન્કર દિલ્હી અને તુગલકાબાદ તરફ રવાના

Follow us on

Ahmedabad : ગુજરાતના હાપાથી 5 ઓક્સિજન ટેન્કરમાં 104 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન દિલ્હી કેન્ટ મોકલવામાં આવ્યું. ગુજરાતના મુન્દ્રા પોર્ટથી 7 ઓક્સિજન ટેન્કર દ્વારા 140 ટન લિકવિડ મેડિકલ ઓક્સિજન તુગલકાબાદ તરફ રવાના થઈ. પશ્ચિમ રેલ્વે દ્વારા અત્યાર સુધીમાં 4 ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવામાં આવી છે. અને લગભગ 373 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન નું પરિવહન કરવામાં આવ્યું.

દેશભરમાં વિવિધ રાજ્યોમાં ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાના ભારતીય રેલ્વેના પ્રયત્નોને વેગ આપતા પશ્ચિમ રેલ્વે દ્વારા કોવિડ વિરુદ્ધ સંયુક્ત યુદ્ધ0ને મજબૂત બનાવવા તથા કોવિડ દર્દીઓ અને તેમના પરિવારોને રાહત આપવા માટે લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO)ના ઝડપી પરિવહન માટે વધુ બે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવી હતી.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરેલ માહિતી મુજબ પશ્ચિમ રેલ્વે દ્વારા 4 મે, 2021 ના ​​રોજ દિલ્હી તરફ બે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવામાં આવી હતી. પહેલી ઓક્સિજન એક્સપ્રેસ ગુજરાતના હાપાથી 4 મે, 2021 ના ​​રોજ દિલ્હી કેન્ટ માટે 04.40 વાગ્યે રવાના થઈ, જેમાં 5 ટેન્કર દ્વારા 104 ટન લિકવિડ મેડિકલ ઓક્સિજન વહન કરવામાં આવ્યું હતું.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

મેસર્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જામનગર દ્વારા લિક્વિડ મેડિકલ ઓક્સિજનના સપ્લાય માટે ટેન્કર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ ટ્રેન 5 મે, 2021 ના ​​રોજ સવારે 1230 કિલોમીટરનું અંતર કાપીને દિલ્હી કેન્ટ પહોંચશે. તેવી જ રીતે બીજી ઓક્સિજન એક્સપ્રેસ મુન્દ્રા પોર્ટથી તુગલકાબાદ માટે 4 મે 2021ના ​​રોજ 06.20 વાગ્યે રવાના થઈ. આ ટ્રેન 5 મે, 2021 ની વહેલી સવારે તેના લક્ષ્યસ્થાન પર પહોંચશે. આ ટ્રેનમાં 7 ટેન્કર દ્વારા 140 ટન લિકવીડ મેડિકલ ઓક્સિજન નું પરિવહન કરવામાં આવ્યું. આ ટેન્કર સંયુક્ત આરબ અમીરાતથી પાણીના માર્ગે મુન્દ્રા પોર્ટ આવ્યા હતા.

સુમિત ઠાકુરે માહિતી આપી કે પશ્ચિમ રેલ્વેએ અત્યાર સુધીમાં લગભગ 373 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO)નું 4 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દ્વારા પરિવહન કર્યું છે.3 મે, 2021 ના ​​રોજ હાપાથી દિલ્હી ક્ષેત્ર માટે ચલાવવામાં આવેલ ઓક્સિજન એક્સપ્રેસ 4 મે, 2021 ના ​​સવારે 03.10 વાગ્યે ગુરુગ્રામ પહોંચી. તેને ટોચની અગ્રતા આપવામાં આવી હતી અને લગભગ 53 કિમી પ્રતિ કલાકની સરેરાશ ઝડપે અવિરત માર્ગ પર ચલાવવામાં આવી હતી. ક્રાયોજેનિક કાર્ગોને લીધે તમામ સલામતીનાં પગલાંની ખાતરી કરવામાં આવી હતી, જેથી તેને ટૂંક સમયમાં લક્ષ્યસ્થાન સુધી પહોંચાડી શકાય.

તમામ પડકારોને સંબોધવા અને આ સંજોગોમાં નવા નિરાકરણો / ઉકેલો શોધવા, ભારતીય રેલ્વે દેશભરના વિવિધ રાજ્યોમાં લિકવિડ મેડિકલ ઓક્સિજન (LMO) મિશન મોડમાં પ્રદાન કરવાની પ્રક્રિયા ચાલુ રાખશે.

ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દ્વારા દેશભરમાં ઓક્સિજનની તીવ્ર જરૂરિયાતવાળા કોવિડ -19 દર્દીઓને મેડિકલ ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં 3 મે, 2021 સુધીમાં ભારતીય રેલ્વે દ્વારા વિવિધ રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર (174 MT), ઉત્તર પ્રદેશ (430.51 MT), મધ્ય પ્રદેશ (156.96 MT), દિલ્હી (190 MT), હરિયાણા (109.71 MT) અને તેલંગાણા (63.6 MT) 76 ટેન્કર દ્વારા 1125 મેટ્રિક ટન થી વધુ લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પહોંચાડવામાં આવી છે

Next Article