અમદાવાદ સહિત ગુજરાતમાં ફરી મેઘમહેરનો આવશે દોર, 31 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, 1 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ

Ahmedabad Weather Alert : હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલમાં ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી અનેક હવામાન પ્રણાલીઓ એકસાથે સક્રિય હોવાથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે.

અમદાવાદ સહિત ગુજરાતમાં ફરી મેઘમહેરનો આવશે દોર, 31 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, 1 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ
| Updated on: Jul 29, 2026 | 2:42 PM

Meteorological Department forecast regarding rain in Gujarat : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય બનેલી વરસાદી સિસ્ટમોના કારણે આગામી એક સપ્તાહ દરમિયાન ગુજરાતમાં ફરી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી મુજબ 30 જુલાઈથી વરસાદનું જોર વધશે, જ્યારે 31 જુલાઈના રોજ અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં કઈ તારીખે ક્યા વરસશે વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 1 ઓગસ્ટના રોજ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ રહેશે. ઉપરાંત 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતમાં હળવાથી લઈને અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદી-નાળાઓમાં પાણીની આવક વધવા તેમજ પૂરના કારણે વાહન વ્યવહાર પર અસર થવાની શક્યતા હોવાથી લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં નોંધાયો વધુ વરસાદ

હાલમાં રાજ્યમાં સરેરાશ 372.1 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે 353.4 મીમી વરસાદ થતો હોય છે. આ જોતા રાજ્યમાં આજની તારીખે વધુ વરસાદ નોંધાયો છે.  એટલે કે ગુજરાતમાં અત્યાર સુધી સામાન્ય કરતાં અંદાજે 5 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

કેમ ફરીથી ગુજરાતમાં વરસશે ભારે વરસાદ ?

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ગુજરાતની આસપાસ વરસાદી સિસ્ટમ એકદમ સક્રીય થવાની સ્થિતિમાં છે.  હાલમાં ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી, વરસાદ વરસાવનારી હવામાન પ્રણાલીઓ એકસાથે સક્રિય હોવાથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે. આ બધી સિસ્ટમ સક્રીય થવાને કારણે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે આગામી દિવસોમાં જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા અને નાગરિકોને હવામાન વિભાગની સત્તાવાર આગાહી પર નજર રાખવાની સલાહ આપી છે. ખાસ કરીને નદી કિનારાના વિસ્તારો, નીચાણવાળા વિસ્તારો અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને જરૂરી સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ વરસેલા ભારે વરસાદથી રાજ્યના અનેક શહેરો-ગામમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. આ સ્થિતિથી બચવા માટે વહીવટીતંત્રના સંપર્કમાં રહેલા સુચન કરવામાં આવ્યું છે.

ધોલેરા નજીક ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, વણિતળાવ ગામનો સંપર્ક તૂટ્યો, NDRF અને પોલીસે કર્યું રેસ્ક્યુ ઓપરેશન

Follow Us