Ahmedabad : સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરમાં ઉજવાયો વેક્સિનોત્સવ, રોજના 700 લોકોને અપાય છે વેક્સિન

|

May 05, 2021 | 11:39 PM

1 એપ્રિલથી શરૂ થયેલા વેક્સિનેશન કેન્દ્ર, શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર અમદાવાદના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ વ્યસ્ત વેક્સિન સેન્ટર છે. જ્યાં દરરોજ 700 કરતાં વધારે લોકો વેક્સિન મેળવે છે

Ahmedabad : સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરમાં ઉજવાયો વેક્સિનોત્સવ, રોજના 700 લોકોને અપાય છે વેક્સિન
રસીકરણ કેન્દ્ર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર

Follow us on

Ahmedabad : કોરોના વાયરસની બીજી લહેર સમગ્ર દેશમાં ખુબ જ ઘાતક બની રહી છે. ત્યારે હવે સરકાર મોટા પ્રમાણમાં લોકો કોરોના વેક્સિન લે તેના માટેના પ્રયાસો કરી રહી છે. અત્યાર સુધી 45થી વધુ ઉંમરના લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી હતી. પરંતુ હવે 1લી મે બાદ 18 વર્ષથી ઉપરના લોકોને રસી આપવાની શરૂઆત થઈ ગઈ છે.
દેશ હાલમાં કોરોના રોગચાળા સામે લડી રહ્યો છે. કોરોનાને રોકવા માટે હજી સુધી કોઈ દવા બનાવવામાં આવી નથી, તેથી રસીકરણ દ્વારા લોકોની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં આવી રહી છે. જેથી કોરોનાથી થતા ભયને ટાળી શકાય.

૧ એપ્રિલથી શરૂ થયેલી આ સુવિધાનો લાભ લેવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.
વિશ્વની સૌથી મોટા રસીકરણ અભિયાનના 108 દિવસ પૂર્ણ થઈ ગયા છે. કોરોનાના રસીકરણના પાંચમા તબક્કા માટેની નોંધણી પ્રક્રિયા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. દેશમાં કોરોના વાઇરસના વધતા જતા કેસોની તપાસ માટે રસી એક નક્કર હથિયાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, કેન્દ્ર સરકારે 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે કોરોના રસી સ્થાપિત કરવાની મંજૂરી આપી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ભારતમાં Corona રસીકરણનો ત્રીજો તબક્કો 1 મે 2021 થી શરૂ થયો છે. તેની માટે નોંધણી 28 એપ્રિલથી શરૂ થઈ હતી. દેશમાં મંગળવાર સવાર સુધી કોવિડ -19 રસીના કુલ 15.89 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં ત્રીજા તબક્કામાં 1 મેથી અત્યાર સુધીમાં આ 18 થી 44 વર્ષની વય જૂથના 4,06,339 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.અને દિન પ્રતિદિન ઉત્સાહભેર વેક્સિન લેવા માટે મોટી સંખ્યામાં 18 થી 44 વર્ષની ઉંમરના લોકો ધસારો જોવા મળી રહ્યો છે.

1 એપ્રિલથી શરૂ થયેલા વેક્સિનેશન કેન્દ્ર,  સ્વામિનારાયણ મંદિર, મણિનગર અમદાવાદના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ વ્યસ્ત વેક્સિન સેન્ટરમાંનુ એક સેન્ટર છે.  છે. જ્યાં દરરોજ 700 કરતાં વધારે લોકો વેક્સિન મેળવે છે.

આ પણ વાંચો : corona warrior : “હું કાલથી ડ્યુટી જોઇન કરૂ છું”, લગ્નના ચોથા જ દિવસે ફરજ પર હાજર થયા ડાયેટીશીયન આરતીબેન

Next Article