Ahmedabad : રિવરફ્રન્ટ ખાતે નવું નજરાણું, 45 કરોડના ખર્ચે બે સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ તૈયાર

|

Jul 04, 2021 | 4:03 PM

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે 45 કરોડના ખર્ચે બે સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યા છે. સરદાર બ્રિજ તથા આંબેડકર બ્રીજ વચ્ચે NIDના પાછળના ભાગે અને પુર્વ કાંઠે દધીચી બ્રિજ - ગાંધી બ્રિજ વચ્ચે સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યું છે.

Ahmedabad : રિવરફ્રન્ટ ખાતે નવું નજરાણું, 45 કરોડના ખર્ચે બે સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ તૈયાર
રિવરફ્રન્ટમાં નવું નજરાણું

Follow us on

અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ (Riverfront) ખાતે વિવિધ આકર્ષણો ઉભા કરવામા આવી રહ્યા છે. ત્યારે આ જ રીવરફ્ર્ન્ટ ખાતે પુર્વ અને પશ્ચિમ બાજુ અધતન સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ તૈયાર કરવામા આવ્યા છે. જ્યાં રમત-ગમતમા રસ ધરાવતા લોકો વિવિધ રમતોનું પ્રોફેશનલ અને નિષ્ણાંત વ્યક્તિઓ પાસેથી કોચીંગ પણ મેળવી શકશે.

રમત ગમત ક્ષેત્રે રસ ધરાવતા લોકોને જરુરી સુવિધા મળી રહે તેમજ અમદાવાદમાં મોટી સ્પોર્ટસ કોમ્પીટીશન આયોજનને ધ્યાનમાં  લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  રીવરફ્રન્ટ પર વિવિધ રમતો અંગેના સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ ઉભા કરાયા છે. સાબરમતી રિવરફ્રન્ટના પુર્વ અને પશ્ચીમ એમ બે છેડે આ કૉમ્પ્લેક્સનું  નિર્માણ કરવામા આવ્યુ છે. જેમાં પશ્ચિમમાં સરદાર બ્રિજ તથા આંબેડકર બ્રીજ વચ્ચે NIDના પાછળના ભાગે અને પુર્વ કાંઠે દધીચી બ્રિજ – ગાંધી બ્રિજ વચ્ચે સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ  તૈયાર કરાયુ છે. જે સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ એક મહિનામાં લોકો માટે ખુલ્લા મુકાઈ શકાય તેવી સંભાવના છે.

રિવરફ્રન્ટ ખાતે નવું નજરાણું

પશ્ચિમ કાંઠે તૈયાર કરાયેલ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ જોઈએ તો
45000 ચોરસ મીટર એરિયામાં સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ તૈયાર કરાયું. જેમાં  ક્રિકેટ માટેની પ્રેકટીશ કરી  શકાય તેવી ચાર પીચ, પાંચ ટેનીસ કો્ર્ટ. ચાર મ્લ્ટીપલ સ્પોર્ટસ કોટ. સ્કેટીંગ રીંગ અને સ્કેટ બોર્ડ. 800 મીટર જોગીગ ટ્રેક. યુટીલીટી બીલ્ડીંગ-ટોયલેટ બ્લોકનો પણ સમાવેશ થાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તો પુર્વના છેડે બનાવેલ સ્પોર્ટ કૉમ્પ્લેક્સ જોઈએ તો.
આઠ હજાર ચોરસ મીટર એરિયામાં સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ તૈયાર કરાયું છે. જેમાં ચાર ક્રીકેટ પીચ, બે ટેનીસ કોર્ટ,  320 મીટર જોગીંગ ટ્રેક અને ચિલ્ડ્રન એરિયાનો સમાવેશ થાય છે.

અંદાજે 45 કરોડના ખર્ચે બને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર કરાયા છે. AMC નો હેતુ છે કે લોકો સ્પોર્ટ્સ ક્ષેત્રમાં વધુ માં વધુ આગળ વધે માટે આ પ્રકારના આયોજન કરાઇ રહ્યા છે. તો બંને કૉમ્પ્લેક્સમાં પ્રોફેશનલ કોચીંગ મળી રહે તે માટેનુ પણ આયોજન કરવામાં આવી રહ્યુ છે. જોકે અહીં એ પણ નિશ્ચિત કરવાનું રહેશે કે લોકો પાસેથી વધુ ચાર્જ વસુલ કરવામાં ન આવે લોકોને પોસાય તેવા દર રાખવામાં આવે.

જેથી AMC નો હેતુ ફલિત થાય અને વધુમાં વધુ લોકો તે સ્પોર્ટ કૉમ્પ્લેક્સનો લાભ લઈ સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધી પોતાનું, પરિવારનું સાથે જ શહેર અને રાજ્યનું નામ રોશન કરી શકે.

Next Article