Ahmedabad: કેવી રીતે થયો સોમલલિત કોલેજના વિદ્યાર્થીઓનો ડેટા લીક? 200 વિદ્યાર્થીઓને ABVP નો મેસેજ આવતા વિવાદ

|

Oct 01, 2021 | 7:03 AM

Ahmedabad: સોમલલિત કોલેજમાં વિદ્યાર્થીઓના ડેટાને લઈને વિવાદ જોવા મળ્યો. જેમાં 200 જેટલા વિદ્યાર્થીઓના મોબાઈલ નંબર પર ABVP દ્વારા એક મેસેજ આવ્યો હતો. બાદમાં તેનો વિરોધ થયો છે.

વિદ્યાર્થી સંગઠનો પોતાના સંગઠનનો દબદબો વધારવા સભ્યો પણ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એવામાં ABVP દ્વારા સદસ્યતા અભિયાનમાં વિવાદ સામે આવ્યો છે. અમદાવાદના (Ahmedabad) નવરંગપુરામાં આવેલી સોમલલિત કોલેજમાં (Somlalit college) વિવાદ જોવા મળ્યો. આ કોલેજના B.Com, BBA, BCAના 200 જેટલા વિદ્યાર્થીઓના મોબાઈલ નંબર એક મેસેજ આવ્યો હતો. આ મેસેજ તેમના મોબાઈલ પાર ABVP દ્વારા મોકલવામાં આવ્યો હતો. ABVP ના સદસ્યતા અભિયાન હેઠળ ABVP માં જોડાવવા માટે મેસેજ આવ્યા હતા.

પરંતુ આ બાબતે હવે વિવાદ એ ઉભો થયો છે કે સોમલલિત કોલેજના વિદ્યાર્થીઓનો ડેટા ABVP પાસે આવ્યો ક્યાંથી? માત્ર સોમલલિત કોલેજના વિદ્યાર્થીઓને જ આ પ્રકારના મેસેજ આવતા વિદ્યાર્થીઓના ડેટા કોલેજ દ્વારા લીક થયા હોવાનો NSUI એ ગંભીર આક્ષેપ કર્યો છે. કોલેજના સ્ટાફ દ્વારા ડેટા લીક થયા હોવાનો આક્ષેપ સાથે NSUI એ કર્યો હતો. તેમજ અન્ય વિદ્યાર્થીઓ સાથે કોલેજમાં રજૂઆત કરી હતી. નોંધનીય છે કે નંબર અને ખાનગી માહિતી આપ્યા વગર એકસાથે 200 વિદ્યાર્થીઓને મેસેજ આવતા આ ખાનગી માહિતી કોઈ સંગઠન પાસે પહોંચી કેમની તે પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે કોલેજે કહ્યું છે કે તપાસ કર્યા બાદ આ વિષયે નિર્ણય લેવામાં આવશે.

 

આ પણ વાંચો: Surat: શિક્ષણનું પદ લજવ્યું, ચાલુ કલાસે માત્ર 12 વર્ષની બાળકીની સતત છેડતી કરવાનો શિક્ષક પર આરોપ

આ પણ વાંચો: અમદાવાદ બન્યું ખાડા-વાદ: મેટ્રોસિટીના દરેક રસ્તાની હાલત બિસ્માર અને AMC ની ગણતરી માત્ર થીગડા જ મારવાની!

Next Video