Ahmedabad : સ્માર્ટ ગુજરાત ફોર ન્યૂ ઈન્ડિયા હેકાથોન સ્પર્ધા-2021નું 10 અને 11 ઓગસ્ટના રોજ આયોજન

|

Aug 09, 2021 | 6:47 PM

સ્માર્ટ ગુજરાત હેકાથોન યોજવાનો મુખ્ય હેતુ આજના યુવાનોના ટેકનોક્રેટ વિચારો અને તેમની આવડતથી સમાજની સમસ્યાઓનું સમાધાન મેળવવાનું છે.

Ahmedabad : સ્માર્ટ ગુજરાત ફોર ન્યૂ ઈન્ડિયા હેકાથોન સ્પર્ધા-2021નું 10 અને 11 ઓગસ્ટના રોજ આયોજન
Ahmedabad: Smart Gujarat for New India Hackathon Competition-2021 will be held on 10th and 11th August

Follow us on

Ahmedabad : ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ ટેક્નિકલ એજ્યુકેશન દ્વારા સ્માર્ટ ગુજરાત ફોર ન્યૂ ઈન્ડિયા હેકાથોન સ્પર્ધા-2021નું આયોજન આગામી તારીખ 10 અને 11 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું છે.આ સ્પર્ધા રાજ્યના 14 નોડલ કેન્દ્ર પર યોજાશે. જેમાં ગુજરાતની અલગ અલગ કોલેજોની કુલ 246 ટીમો ભાગ લેશે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનું નોડલ કેન્દ્ર સૌથી મોટું રહેશે. જ્યાં ગુજરાતની 20 ટીમોના 110 વિદ્યાર્થીઓ પોતાના અલગ અલગ આઈડિયા રજૂ કરતા પ્રોજેક્ટ્સ રજૂ કરશે.

આજના આધુનિક જમાનામાં સ્મૉલ સ્કેલ અને લાર્જ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ તેમજ કોર્પોરેટ્સ કંપનીમાં વિવિધ પ્રોબ્લમ્સ જોવા મળતા હોય છે. જેનું નિવારણ આવી ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. ઇન્ડસ્ટ્રીઝના વિવિધ પ્રોબ્લમ્સના સોલ્યુશન પર વિદ્યાર્થીઓએ બનાયેલા અલગ અલગ પ્રોજેક્ટ્સ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવશે.

સ્માર્ટ ગુજરાત ફોર ન્યૂ ઈન્ડિયા હેકાથોન સ્પર્ધા-2021નો પ્રારંભ ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિહ ચૂડાસમા , રાજ્ય શિક્ષણમંત્રી વિભાવરીબહેન દવે, ટેક્નિકલ એજ્યુકેશન વિભાગના મુખ્ય સચીવ એસ. કે. હૈદર અને ટેક્નિકલ ડિરેક્ટર જી .ટી. પંડ્યા દ્વારા ડિજીટલ માધ્યમથી કરાવવામાં આવશે. આ પ્રસંગે GTU ના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે જણાવ્યું હતુ કે, ટેક્નોક્રેટ યુગમાં યુવાનો નીતનવા પ્રયોગો કરીને ટેક્નોલોજીના વિકાસ થકી આત્મનિર્ભર ભારત અભિયાનમાં સહભાગી થશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

સ્માર્ટ ગુજરાત હેકાથોન યોજવાનો મુખ્ય હેતુ આજના યુવાનોના ટેકનોક્રેટ વિચારો અને તેમની આવડતથી સમાજની સમસ્યાઓનું સમાધાન મેળવવાનું છે. વર્ષ-2021 હેકાથોન સ્પર્ધામાં GTUની ટીમ ફ્યુચર ટેક દ્વારા ટેક્નોલોજી આધારીત અદ્યતન ટ્રેડમીલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે નૈસર્ગિક ઉર્જાનું યાંત્રીક ઉર્જામાં રૂપાંતરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે.

આ ટ્રેડમીલ પર રનિંગ કરતાં યાંત્રીક ઉર્જા ઉત્પન્ન થાય છે. અને ઉતપન્ન કરાયેલી આ યાંત્રિક ઉર્જાનો સંગ્રહ બેટરીમાં કરવામાં આવશે. જેનાથી મોબાઈલ, લેપટોપ તેમજ અન્ય ઈલેક્ટ્રીક સંશાધનોને ચાર્જિંગ કરી શકાશે. આ સ્પર્ધામાં ટોપ-3માં આવનાર દરેક ટીમને રાજ્ય સરકાર દ્વારા રોકડ પુરસ્કાર આપીને તેમનો ઉત્સાહ વધારવામાં આવશે.

 

આ પણ વાંચો : ગુજરાત સરકારે મહાનગરપાલિકાને શાળા-કોલેજમાં RTPCR ટેસ્ટિંગ બુથ ખોલવા પરિપત્ર કર્યો

આ પણ વાંચો : Surat : ઓલમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપરાની ઐતિહાસિક ક્ષણની આર્ટીસ્ટે રંગોળી બનાવી

Next Article