Ahmedabad : ફિલ્ટર ટૂલ્સ બનાવી ગુનાના ડિકેટશનમાં સાયબર ક્રાઇમ વિભાગને મદદ કરી રહ્યા છે સાત ઇન્ટર્ન વિધાર્થીઓ

|

Jul 10, 2021 | 8:14 PM

આ વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના ટુલ્સ બનાવવામાં સક્ષમ છે જેને કારણે સાઇબર ક્રાઈમમાં ઈન્ટર્નશીપ કરતા આ વિદ્યાર્થીઓને કારણે સાઇબર ક્રાઇમની ટીમને પણ ઘણો ફાયદો થઈ રહ્યો છે.

Ahmedabad : ફિલ્ટર ટૂલ્સ બનાવી ગુનાના ડિકેટશનમાં સાયબર ક્રાઇમ વિભાગને મદદ કરી રહ્યા છે સાત ઇન્ટર્ન વિધાર્થીઓ
Ahmedabad Cyber Crime Intern Doing Work

Follow us on

અમદાવાદ(Ahmedabad)સહિત રાજ્યભરના ગુનાઓનો ભેદ સાયબર ક્રાઇમ(Cyber Crime)વિભાગ ઉકેલી રહ્યું છે. જેમાં અમદાવાદ સાઇબર ક્રાઈમની મદદ હવે કોલેજ અને એન્જીનીયરીંગ કરતા વિદ્યાર્થીઓ ઈન્ટર્નશીપ દ્વારા કરી રહ્યા છે. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવે સાઈબર ગુનાઓનો ભેદ ઉકેલી રહ્યા છે કારણ કે આ વિદ્યાર્થીઓ કોઈ સામાન્ય વિદ્યાર્થી નથી આ છે સુપર ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ જેમની પાસે કોમ્પ્યુટર અને ટેકનોલોજીનું ખૂબ સારું જ્ઞાન છે.

700 વિદ્યાર્થીઓની અરજી આવી હતી જેમાંથી ફક્ત 7 વિદ્યાર્થીઓની પસંદગી

અમદાવાદ સાઇબર ક્રાઈમ દ્વારા થોડા દિવસ અગાઉ એક જાહેરાત આપવામાં આવી હતી જેમાં કોમ્પ્યુટર ટેકનોલોજી તેમજ સાઇબર વિષયમાં રૂચિ ધરાવતા વિદ્યાર્થીઓને અમદાવાદ સાઇબર ક્રાઇમમાં ઈન્ટર્નશીપ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ જાહેરાતને પગલે અમદાવાદ સાઇબર ક્રાઈમ પાસે અલગ અલગ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 700 વિદ્યાર્થીઓની અરજી આવી હતી જેમાંથી ફક્ત 7 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે જે હાલ અમદાવાદ સાઇબર ક્રાઈમમાં નોંધાયેલા ગુનાઓને ડિટેકટ કરવા માટે સાઇબર ક્રાઈમની મદદ કરી રહ્યા છે

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સાઇબર ક્રાઈમ દ્વારા જ્યારે ઈન્ટર્નશીપ માટેની અરજી મંગાવવા આવી હતી ત્યારે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રસ દાખવ્યો હતો પરંતુ સાઇબર ક્રાઈમમાં ઈન્ટર્નશીપ કરવા માટે કોઈ વિશેષ વિશેષતા હોવી જરૂરી છે આ વિશેષતાની ચકાસણી માટે જ વિદ્યાર્થીઓની પસંદગી માટે એક વિશેષ પેનલ દ્વારા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ તેમજ ટેસ્ટ લેવામાં આવ્યા હતા જેમાં 700 માંથી માત્ર 7 જ વિદ્યાર્થીઓ પાસ થઈ શક્યા.

અમદાવાદ સાઇબર ક્રાઈમમાં 3 મહિના સુધી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે

આ 7 વિદ્યાર્થીઓને અમદાવાદ સાઇબર ક્રાઈમમાં 3 મહિના સુધી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે આ ટ્રેનિંગ દરમ્યાન વિદ્યાર્થીઓ વિશેષ પ્રકારના ટુલ્સ બનાવી રહ્યા છે જેનાથી અમદાવાદ સાઇબર ક્રાઈમમાં નોંધાયેલા ગુનાઓનો ભેદ વહેલી તકે ઉકેલી શકાય. આ સાથે જ સોશિયલ મીડિયા મારફતે થતા ગુનાઓનું વહેલી તકે ડિટેક્શન થઈ શકે તે માટે પણ આ વિદ્યાર્થીઓ મદદ કરી રહ્યા છે

સાઇબર ક્રાઇમની ટીમને પણ ઘણો ફાયદો

અમદાવાદ સાઇબર ક્રાઇમના DCP અમિત વસાવાનું માનવું છે કે ઈન્ટર્નશીપ માટે પસંદગી પામેલ વિદ્યાર્થીઓ ખૂબ ટેલેન્ટેડ છે આ વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના ટુલ્સ બનાવવામાં સક્ષમ છે જેને કારણે સાઇબર ક્રાઈમમાં ઈન્ટર્નશીપ કરતા આ વિદ્યાર્થીઓને કારણે સાઇબર ક્રાઇમની ટીમને પણ ઘણો ફાયદો થઈ રહ્યો છે.

ટુલ્સ વિના મૂલ્યે બનાવીને સાઇબર ક્રાઇમની મદદ કરી રહ્યા છે

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને કરવામાં આવતા ગુનાઓનો ભેદ ઉકલેવા માટે કેટલાક ફિલ્ટર ટુલ્સનો ઉપયોગ કરવો પડતો હોય છે જેના માટે ચાર્જ ચૂકવવા પડતા હોય છે ત્યારે ઈન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓ આવા ટુલ્સ વિના મૂલ્યે બનાવીને સાઇબર ક્રાઇમની મદદ કરી રહ્યા છે જેનાથી સાઇબર ક્રાઇમનું કામ વધુ સરળ અને ઝડપી થઈ રહ્યું છે .

આ જ કામગીરીને કારણે પસંદ થયેલા વિદ્યાર્થીઓની 3 મહિનાની ઈન્ટર્નશીપ પૂર્ણ થયા બાદ આ વિદ્યાર્થીઓને એક વિશેષ સર્ટીફીકેટ અમદાવાદ સાયબરક્રાઇમ દ્વારા આપવામાં આવશે જેનાથી આ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં એથીકલ હેકિંગ તેમજ સાઇબર સિક્યુરિટી વિષયને લગતી સારી નોકરી મેળવવામાં મદદરૂપ થશે.

Next Article