Breaking News : 12 જાન્યુઆરીએ અમદાવાદનો આ રસ્તો બંધ રહેશે, ડ્રોન ઉડાવવા પર પણ પ્રતિબંધ જાણો કારણ

વાડજ મોડથી આંબેડકર બ્રિઝ સુધીનો રિવરફ્રન્ટ રોડ બંધ રહેશે. વાડજ સર્કલથી આશ્રમ રોડ તરફ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ કે, 12 જાન્યુઆરીના રોજ કેમ રિવરફ્રન્ટ વેસ્ટ રોડ બંધ રહેશે

Breaking News : 12 જાન્યુઆરીએ અમદાવાદનો આ રસ્તો બંધ રહેશે, ડ્રોન ઉડાવવા પર પણ પ્રતિબંધ જાણો કારણ
| Updated on: Jan 11, 2026 | 3:06 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 થી 12 જાન્યુઆરી 3 દિવસના ગુજરાત પ્રવાસ પર છે. પીએમ મોદીએ સોમનાથમાં સ્વાભિમાન પર્વમાં ભાગ લીધો છે. તે પોતાના પ્રવાસમાં સૌરાષ્ટ્રના વિકાસ પર પણ ચર્ચા કરશે આ સાથે રાજ્યના લોકોને મેટ્રોની પણ ભેટ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ 12 જાન્યુઆરીના રોજ મહત્મા મંદિરમાં પૂર્ણ થશે. જેના માટે ચુસ્ત બંધોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પીએમ મોદી અને જર્મન ચાન્સેલર મર્ઝ સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી અમદાવાદમાં મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પર સેક્ટર 10A થી મહાત્મા મંદિર સુધીના અમદાવાદ મેટ્રો ફેઝ-2 ના બાકીના ફેઝનું ઉદ્ઘાટન કરશે, જે શહેરી પરિવહનને નવી ગતિ આપશે.

આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 12 જાન્યુઆરીના રોજનો પ્રવાસ જોઈએ તો. સવારે જર્મનીના ચાન્સલર ફ્રેડરિક મર્ઝનું અમદાવાદમાં સ્વાગત કરશે.બંન્ને નેતા સાથે સાબરમતી આશ્રમ જશે. જ્યાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાજલિ આપશે. સાબરમતી રિવરફ્રન્ટ પર બંન્ને નેતા International Kite Festivalનું ઉદ્ધાટન કરશે. તેમજ બંન્ને નેતા સાથએ મેટ્રો દ્વારા ગાંધીનગર જશે. મહાત્મા મંદિર સુધીના નવા મેટ્રો રુટનો શુભારંભ કરશે. મહાત્મા મંદિરમાં બંન્ને નેતા વચ્ચે દ્રિપક્ષીય બેઠક કરશે.

તમામ વાહનો માટે બંધ રહેશે

શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા મુજબ, 12મી જાન્યુઆરીએ સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી વાડજ રોડથી આંબેડકર બ્રિજ સુધીનો સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ રૂટ તમામ વાહનો માટે બંધ રહેશે. પીએમ મોદી અને જર્મન ચાન્સેલર રિવરફ્રન્ટ પર પતંગ મહોત્સવમાં ભાગ લેશે. સુરક્ષા કારણોસર આ રસ્તો બંધ રહેશે. આ રૂટનો ઉપયોગ કરતા વાહનચાલકોને 12મી જાન્યુઆરીએ સવારથી બપોર સુધી આ રસ્તાનો ઉપયોગ ન કરવો.

ક્યા શહેરમાં ક્યારે કાઈટ ફેસ્ટિવલ યોજાશે

ઉત્તરાયણ 2026 સમગ્ર ગુજરાતમાં 10 થી 14 જાન્યુઆરી સુધી ઉજવવામાં આવશે, જેની શરૂઆત 10 જાન્યુઆરીએ રાજકોટથી થશે, ત્યારબાદ 11 જાન્યુઆરીએ શિવરાજપુર, સુરત અને વડનગરમાં કાર્યક્રમો યોજાશે.આ ઉજવણી 12 જાન્યુઆરીએ એકતા નગર (SOU)અને ધોળાવીરામાં ચાલુ રહેશે અને 13 અને 14 જાન્યુઆરીએ અમદાવાદમાં ભવ્ય ઉત્સવ સાથે સમાપ્ત થશે, જ્યાં સાબરમતી રિવરફ્રન્ટ મુખ્ય ઉત્સવોનું આયોજન કરશે.

ગુજરાતમાં દર વર્ષે મકરસંક્રાંતિ પર્વને લઈ, રાજ્યના અનેક જિલ્લામાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ઉજવાય છે. અહી ક્લિક કરો