Ahmedabad : 5 એપ્રિલ 2022 થી સાબરમતી-દોલતપુર-સાબરમતી ટ્રેનનો શુભારંભ
નિયમિત રૂપે આ ટ્રેનનું સંચાલન તારીખ 05.04.2022 ના રોજ સાબરમતી થી ટ્રેન નં. 19717/19718 સાબરમતી-દોલતપુર ચોક-સાબરમતી તરીકે કરવામાં આવશે.
Ahmedabad : રેલવે સત્તામંડળ દ્વારા ટ્રેન નં. 19717/18 જયપુર-દોલતપુર ચોક-જયપુર (દૈનિક) તેમજ ટ્રેન નં. 20911/12 સાબરમતી-અજમેર-સાબરમતી (દૈનિક) નું વિલિનીકરણ કરીને સાબરમતી-દોલતપુર-સાબરમતી ટ્રેનનું (Train)સંચાલન કરવામાં આવી રહ્યું છે. ઉદઘાટક સ્પેશિયલ રેલવે સેવાનો (Railway service) શુભારંભ તારીખ 04.04.2022 ના રોજ આબૂ રોડ સ્ટેશન પર માનનીય રેલવે, ટેલિકોમ્યુનિકેશન અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજીના કેન્દ્રિય મંત્રી, ભારત સરકાર અશ્વિની વૈષ્ણવ દ્વારા વીડિયો કોન્ફરન્સિંગના (Video conferencing)માધ્યમથી કરવામાં આવ્યું.
નિયમિત રૂપે આ ટ્રેનનું સંચાલન તારીખ 05.04.2022 ના રોજ સાબરમતી થી ટ્રેન નં. 19717/19718 સાબરમતી-દોલતપુર ચોક-સાબરમતી તરીકે કરવામાં આવશે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નં. 19717/19718 સાબરમતી-દોલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ (દૈનિક)
ટ્રેન નં. 19717 સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસ સાબરમતી થી પ્રત્યેક દિવસે સવારે 09.45 કલાકે ઉપડીને બીજા દિવસે 11.55 કલાકે દોલતપુર ચોક પહોંચશે. આ જ રીત ટ્રેન નં. 19718 દોલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ દોલતપુર ચોકથી પ્રત્યેક દિવસે બપોરે 14.25 કલાકે ઉપડીને બીજા દિવસે 14.55 કલાકે સાબરમતી પહોંચશે. માર્ગમાં આ ટ્રેન મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબૂરોડ, સ્વરૂપગંજ, પિંડવાડા, નાના, ફાલના, રાણી, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર, મદાર, કિશનગઢ, ફુલેરા, જયપુર, ગાંધીનગર (જયપુર), દૌસા, બાંદીકુઈ, રાજગઢ, અલવર, ખૈરથલ, રેવાડી, ઝજ્જર, રોહતક, જુલાના, જિન્દ, ઉચાના, નરવાના, કૈથલ, કુરૂક્ષેત્ર, અંબાલા કેન્ટ, ચંદીગઢ, સાહિબજાદાનગર, મોરિંડા, રૂપનગર, આનંદપુર, નંગલ ધામ, ઉના હિમાચલ તેમજ અંબ અંદૌરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર તથા સામાન્ય શ્રેણીના કોચ રહેશે.
આ પણ વાંચો : છોટાઉદેપુરના નસવાડીની શાળામાં બાળકો પાસે મજૂરી કરાવવાની ઘટનામાં તપાસનો ધમધમાટ, શિક્ષણ વિભાગે કરી સ્થળ મુલાકાત
આ પણ વાંચો :Chhota Udepur: અંતરિયાળ વિસ્તારોમાં પાણીની પારાયણ શરુ, ભેખડિયાના ગ્રામજનોએ બોરની આરતી કરીને વિરોધ નોંધાવ્યો