છોટાઉદેપુરના નસવાડીની શાળામાં બાળકો પાસે મજૂરી કરાવવાની ઘટનામાં તપાસનો ધમધમાટ, શિક્ષણ વિભાગે કરી સ્થળ મુલાકાત

છોટાઉદેપુરના નસવાડીની શાળામાં બાળકો પાસે મજૂરી કરાવવાની ઘટનામાં તપાસનો ધમધમાટ, શિક્ષણ વિભાગે કરી સ્થળ મુલાકાત

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 6:45 PM

નસવાડી તાલુકાની રતનપુર પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા બાળકોને મજૂરી કામ કરાવતા ગામના યુવક દ્વારા બાળકોનો મજૂરી કામ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. જેને લઈને આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો.

છોટા ઉદેપુરના (Chhota udepur) નસવાડી તાલુકાની રતનપુરાની પ્રાથમિક શાળાના બાળકો પાસે મજૂરી કામ (child labor) કરાવવા અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. વિદ્યાર્થીઓ પાસે માટી કામ કરાવતા વીડિયો અંગે શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી છે. જેના ભાગરૂપે શિક્ષણાધિકારી સાથે બીટ નિરીક્ષક, BRC, CRCની ટીમ શાળાની મુલાકાતે પહોંચી હતી અને વીડિયો ઉતારનાર, આચાર્ય અને ગામ લોકોના અધિકારીઓએ નિવેદન નોઁધ્યાં હતા. એટલું જ નહીં વાયરલ વીડિયો (Viral Video) અંગે તપાસ પૂર્ણ થયા બાદ જિલ્લા શિક્ષણાધિકારીને રિપોર્ટ સોંપાશે. રિપોર્ટને આધારે જિલ્લા શિક્ષણાધિકારી અંતિમ નિર્ણય લેશે.

મહત્વનું છે કે ગઇકાલે રતનપુરાની પ્રાથમિક શાળામાં બાળકો પાસે આચાર્ય માટી કામ કરાવતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. જેને લઇ ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો અને આચાર્ય સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. નસવાડી તાલુકાની રતનપુર પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા બાળકોને મજૂરી કામ કરાવતા ગામના યુવક દ્વારા બાળકોનો મજૂરીકામ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. જેને લઈને આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો.

નસવાડી તાલુકાના રતનપુર ગામે ધોરણ 1 થી 8ની પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં 225 જેટલા બાળકો અભ્યાસ કરે છે અને શાળામાં 7 શિક્ષકો ફરજ બજાવે છે અને નદી કિનારે પ્રાથમિક શાળા આવેલી છે જેને કારણે શાળામાં ભણતા બાળકો પાસે શિક્ષક નદીમાંથી પથ્થર વીણાવીને શાળાના કેમ્પસમાં નખાવતા હતા. તેમજ શિક્ષક દ્વારા કેમ્પસમાં માટી કામ કરવામાં આવતુ હતુ.

આ ઘટનાને લઇને ગામના લોકોએ શિક્ષકને વારંવાર રજૂઆત કરીને બાળકો પાસે મજૂરી કામ ન કરવા રજૂઆત કરી હતી. ત્યારે ગામના જાગૃત યુવાનએ અલગ અલગ દિવસે વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો. જેનાથી તંત્રમાં ખળભળાટ મચી ગયો  અને આદિવાસી સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો-

Surat : માર્ચ મહિનામાં 1.15 લાખ મુસાફરોએ સુરત એરપોર્ટથી પરિવહન કર્યું, સુરત એરપોર્ટનો દેશનાં સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં સમાવેશ થશે

આ પણ વાંચો-

Surat : યુક્રેનથી સુરત પરત ફરેલા વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ લઈ રહ્યા છે, સાયરન વાગે એટલે શિક્ષકો કલાસ અધૂરા મૂકી બંકરમાં જતા રહે છે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">