મોજ નહીં મોત આપતી ચાઈનીઝ દોરીની ગુજરાતમાં આવેલી ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

દર વર્ષે ઉત્તરાયણ પૂર્વે, ગુજરાતમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીથી કોઈને કોઈ નિર્દોષ વાહનચાલકનું ગળું રહેસાઈ જતું હોય છે. આ દુષણને કાયમી ડામી દેવા માટે અમદાવાદ ગ્રામ્ય SOGએ બીડું ઝડપ્યું હોય તેમ, ગુજરાતના મોટા મોટા શહેરોમાં ચાઈનીઝ દોરી કોણ કોણ વેચાણ અર્થે લાવે છે. તેના સપ્લાયર કોણ કોણ છે. આ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ક્યા બનાવવામાં આવે છે, તેના પર ફોક્સ કર્યું હતું.

મોજ નહીં મોત આપતી ચાઈનીઝ દોરીની ગુજરાતમાં આવેલી ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
| Edited By: | Updated on: Dec 23, 2025 | 2:33 PM

અમદાવાદ ગ્રામ્ય SOGને, ઉતરાયણ પર્વે નિર્દોષ વાહનચાલકોના ગળા રહેંસી નાખતી ચાઈનીઝ દોરીના મૂળ સુધી પહોચવામાં સફળતા મળી છે. અમદાવાદ ગ્રામ્ય SOGએ ચાઈનીઝ દોરી ગુજરાતના વિવિધ શહેર અને ખાસ કરીને અમદાવાદ સુધી કેવી રીતે, કોણ લાવે છે તે દીશામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી. જેના ભાગરૂપે ચાઈનીઝ દોરીનું ઉત્પાદન કરતી ફેકટરીનો અતોપતો મળ્યો હતો. જેના ઉપર દરોડા પાડીને કરોડો રૂપિયાની ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડયો છે.

દર વર્ષે ઉતરાયણ પૂર્વે, ગુજરાતમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીથી કોઈને કોઈ નિર્દોષ વાહનચાલકનું ગળું રહેસાઈ જતું હોય છે. આ દુષણને કાયમી ડામી દેવા માટે અમદાવાદ ગ્રામ્ય SOGએ બીડું ઝડપ્યું હોય તેમ, ગુજરાતના મોટા મોટા શહેરોમાં ચાઈનીઝ દોરી કોણ કોણ વેચાણ અર્થે લાવે છે. તેના સપ્લાયર કોણ કોણ છે. આ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ક્યા બનાવવામાં આવે છે, તેના પર ફોક્સ કર્યું હતું. જેના ભાગ રૂપે અમદાવાદ ગ્રામ્ય SOGને મોટી સફળતા રૂપે ચાઈનીઝ દોરી ઉત્પાદન કરતા ફેકટરીના સગડ મળ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય SOGએ, દાદરા નગર હવેલીમાં આવેલી ફેકટરી ઉપર દરોડા પાડીને કરોડો રૂપિયાની કિંમતની ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

અમદાવાદ ગ્રામ્ય SOGએ, સાણંદમાં ચીઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેની ઊંડાણપૂર્વકની તપાસ કરતા, પગેરુ દાદરા નગર હવેલીમાં આવેલ વંદના પ્રાઈવેટ લિમિટેડ સુધી પહોચ્યું હતું. આ સ્થળે ગુજરાતમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનુ બેધડક ઉત્પાદન કરવામાં આવતુ હતું. આથી અમદાવાદ ગ્રામ્ય SOGએ, દરોડા પાડીને રૂપિયા 2 કરોડ 34 લાખની કિંમતનો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો છે. પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અંગે, દાદરાનગર હવેલી, સાણંદ, આણંદ અને કોઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે.દાદરાનગર હવેલીમાં આવેલ ફેક્ટરીના માલિક વિરેન પટેલ હોવાનું સામે આવ્યું છે. વિરેન પટેલ મૂળ વાપીનો છે. આથી તેની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય SOGની સતર્કતાથી ગુજરાતમાં ચાઈનીઝ દોરીના ઉત્પાદક એવા મુખ્ય સપ્લાયરથી લઈને છૂટક વેચાણ સુધીના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

આ પણ વાંચોઃ  ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું- ચૈતર વસાવાએ સરકારી અધિકારી પાસે 75 લાખ માંગ્યા, ચૈતર વસાવાએ કહ્યું-પીએમ મોદીની સભામાં ભાજપના મળતિયાને બખ્ખેબખ્ખા