Ahmedabad: ફરી એક વાર ગરમીનો સામનો કરવા તૈયાર રહો, હવામાન વિભાગની યલો એલર્ટની આગાહી કરી

|

May 20, 2022 | 3:55 PM

અગનગોળાની જેમ ધગધગતા અમદાવાદ(Ahmedabad)ને હજી ગરમીથી (Heat) રાહત મળશે નહીં. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે.

Ahmedabad: ફરી એક વાર ગરમીનો સામનો કરવા તૈયાર રહો, હવામાન વિભાગની યલો એલર્ટની આગાહી કરી
Heat Wave
Image Credit source: ફાઇલ

Follow us on

અમદાવાદમાં (Ahmedabad) છેલ્લા થોડા દિવસથી પડી રહેલી કાળઝાળ ગરમીમાં થોડી રાહત મળી હતી. પંરતુ આ રાહત લાંબો સમય ટકી નથી. હવામાન વિભાગે ફરીથી એક વાર આગાહી કરી છે કે ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. કારણ કે આગામી 20 થી 22 તારીખ દરમિયાન અમદાવાદ તેમજ ગાંધીનગર માટે હિટ વેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ગરમી 45 ડિગ્રીને વટાવે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ ગરમીનું પ્રમાણ વધશે (heat) તેવી આગાહી કરી છે.

હવામાન વિભાગે ગાંધીનગર, સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, કચ્છમાં હિટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે આ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ  હવામાન વિભાગ દ્વારા ગરમીના સમયમાં બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.  અમદાવાદમાં ગરમીને ધ્યાનમાં રાખીને અત્યારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો કે ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જાય તો અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી સુકું હવામાન રહેશે તો હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં વરસાદ પડે તેવા કોઈ અણસાર જણાતા નથી. નોંધનીય છે કે ભારતમાં દક્ષિણથી પ્રવેશતા ચોમાસાએ આદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં પ્રવેશ કરી લીધો છે અને તેના પગલે કેરળમાં પણ વરસાદ વરસે તેવી શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે મે મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં પણ દક્ષિણ પશ્ચિમના પવનો ફુંકાવાની શરૂઆત થશે જેનાથી મે મહિનાના બાદ વધતા તાપમાનમાં રાહત મળી શકે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

નોંધનીય છે કે વધતા તાપમાનને કારણે રાજ્યમાં  બેભાન થવાના અને  ઝાડા ઉલ્ટીના કેસમાં પણ વધારો થયો છે. વધતી ગરમીને પગલે  શહેરમાં વિવિધ સ્થળો પર બપોરના સમયે છાશ વિતરણ કેન્દ્ર અને ઠંડા પાણીની પરબો ઉભી કરવામાં આવી છે. કાળઝાળ ગરમીને પગલે  બપોરના સમયે  શહેરના રસ્તાઓ ઉપર સ્વંયભૂ કર્ફ્યૂ જેવો માહોલ સર્જાઈ જાય છે.

Published On - 3:04 pm, Fri, 20 May 22

Next Article