Ahmedabad : અમદાવાદમાં વેકેશન દરમિયાન ઓનલાઇન ક્લાસ શરુ રાખવામાં આવશે તો શાળાઓને નોટિસ આપવામાં આવશે

|

May 04, 2021 | 12:16 PM

Ahmedabad  : ગુજરાતમાં રાજ્ય સરકારે ગુજરાત બોર્ડની શાળાઓમાં ઉનાળુ વેકેશન અને માસ પ્રમોશનની જાહેરાત કરી છે.આ તમામ વચ્ચે અમદાવાદના ડીઇઓએ સ્પષ્ટતા કરી છે કે વેકેશનમાં દરમિયાન જે પણ શાળાઓ ઓનલાઇન ક્લાસ શરુ રાખ્યા હશે તેઓને નોટિસ પાઠવવામાં આવશે અને તેમની પાસેથી ખુલાસો માગવામાં આવશે.

Ahmedabad : અમદાવાદમાં વેકેશન દરમિયાન ઓનલાઇન ક્લાસ શરુ રાખવામાં આવશે તો શાળાઓને નોટિસ આપવામાં આવશે
Online classes

Follow us on

Ahmedabad  : ગુજરાતમાં રાજ્ય સરકારે ગુજરાત બોર્ડની શાળાઓમાં ઉનાળુ વેકેશન અને માસ પ્રમોશનની જાહેરાત કરી છે. ગુજરાત સરકાર દ્વારા માસ પ્રમોશનની જાહેરાત કરવામાં આવી હોવા છતાં અમદાવાદની ઘણી શાળાઓમાં વિધાર્થીઓની ઓનલાઇન પરીક્ષા અને ક્લાસ શરુ રાખવામાં આવ્યા છે. આ તમામ વચ્ચે અમદાવાદના ડીઇઓએ સ્પષ્ટતા કરી છે કે વેકેશનમાં દરમિયાન જે પણ શાળાઓ ઓનલાઇન ક્લાસ શરુ રાખ્યા હશે તેઓને નોટિસ પાઠવવામાં આવશે અને તેમની પાસેથી ખુલાસો માગવામાં આવશે.

આપને જણાવી દઇએ કે આ સમગ્ર મુદ્દે વાલીમંડળનો આક્ષેપ છે કે છેલ્લા ક્વાર્ટરની સંપૂર્ણ ફી લેવા માટે શાળાઓ દ્વારા ઓનલાઇન ક્લાસ શરુ રાખવામાં આવ્યા છે.વાલી મંડળના જણાવ્યા અનુસાર શાળાઓ દ્વારા ફોન કરીને ફી ભરવા માટે જણાવવામાં આવી રહ્યું છે.આપને જણાવી દઇએ કે સરકાર દ્વારા 3 મેથી 6 જૂન સુધી ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ન માત્ર વેેકેશન દરમિયાન ઓનલાઇન ક્લાસ શરુ રાખવામાં આવી રહ્યા છે પરંતુ ધોરણ 1થી9 અને 11 માં ગુજરાત સરકાર દ્વારા માસ પ્રમોશનની જાહેરાત કરવામાં આવી હોવા છતાં ઘણી શાળાઓ દ્વારા ઓનલાઇ પરીક્ષા લેવાનુ નક્કી કરવામાં આવ્યુ હતુ. અને વેકેશન દરમિયાન ઓનલાઇન ક્લાસ શરુ રાખવાનુ નક્કી કરવામાં આવ્યુ . જેને લઇ અમદાવાદ જિલ્લા શિક્ષણા અધિકારીને ધ્યાન દોરતા જિલ્લા શિક્ષણા અધિકારીએ જણાવ્યુ કે સરકાર દ્વારા વેકેશન અને માસ પ્રમોશનની જાહેરાત કરવામાં આવી છે આ દરમિયાન જો કોઇ શાળા શૈક્ષણિક કાર્ય ચાલુ રાખશે તો તેમને વાલીની ફરિયાદના આધારે નોટિસ પાઠવવામાં આવશે.

Next Article