Ahmedabad: 555 દિવસ પછી પહેલી વાર સિવિલમાં કોરોનાનો એક પણ કેસ ના નોંધાયો, ડોક્ટર્સને હાશકારો

|

Oct 15, 2021 | 6:58 AM

Ahmedabad: 14 ઓક્ટોબરના રોજ સિવિલ હોસ્પિટલમાં હાશકારાનો દિવસ રહ્યો હતો. જોકે રાજ્યમાં કેસ વધતા ચિંતા વધી છે. ચાલો જાણીએ સ્થિતિ.

કોરોનાની બીજી લહેરમાં સિવિલ હોસ્પિટલ આગળ લાંબી કતાર જોવા મળી હતી. પરંતુ હવે તરફ સિવિલ હોસ્પિટલ માટે ગુરૂવારનો દિવસ ખુશીનો રહ્યો. કેમ કે 555 દિવસ પછી એવું બન્યું કે કોરોનાનો એક પણ કેસ સિવિલમાં દાખલ ન થયો હોય. ઓપીડી અને ઇન્ડોરનો પણ એકેય કેસ નહીં નોંધાતા ડોક્ટર્સ માટે પણ હાશકારાનો દિવસ રહ્યો હતો. જો કે ચિંતાની વાત એ છે કે સિવિલમાં ભલે એક પણ કેસ નથી પરંતુ ગત દિવસોની સરખામણીએ કેસમાં ખુબ વધારો નોંધાયો છે.

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કોરોના કેસોનું સ્તર 14 થી 26 ની વચ્ચે રહ્યું હતું, આજે 14 ઓક્ટોબરે 30 થી વધુ નવા કેસ નોંધાયા છે. નવા કેસમાં વધારા સાથે એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે. રાજ્યમાં હાલ કોરોના વાયરસના એક્ટીવ કેસ 215 થઇ ગયા છે.

કોરોનાના 34 નવા કેસ, 0 મૃત્યુ

રાજ્યમાં આજે 14 ઓક્ટોબરે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 34 નવા કેસ નોંધાયા છે, તો આજે કોરોનાના કારણે રાજ્યમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,26,244 થઇ છે અને મૃત્યુઆંક 10,086 પર પહોચ્યો છે.

14 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 215

રાજ્યમાં આજે 14 ઓક્ટોબરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 14 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,943 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે. રાજ્યમાં આજે 14 ઓક્ટોબરે એક્ટીવ કેસ 215 પર પહોચ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી દર 98.76 ટકા થી ઘટી 98.75 ટકા થયો છે.

 

આ પણ વાંચો: Ahmedabad: ચંદ્રની સપાટી જેવા રસ્તાઓનું રિસરફેસિંગ શરૂ કર્યું AMC એ, આટલા કરોડનો થશે ખર્ચે

આ પણ વાંચો: ગજબ કિસ્સો: કચ્છના 70 વર્ષના માજીએ આપ્યો દીકરાને જન્મ, દશકોની રાહ બાદ ખોળાના ખુંદનારને જોઈને ભાવુક થયું દંપતી

Next Video