Ahmedabad : મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ચિકનગુનિયા-વાયરલ તાવ અને ડેન્ગ્યૂના કેસોમાં ઉછાળો
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. અસારવા સિવિલ અને સોલા સિવિલની OPDમાં દૈનિક 150થી વધુ દર્દી પહોંચે છે. જે પૈકી 50થી વધુ બાળકોને સારવાર માટે દાખલ કરવામાં આવે છે.
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. અસારવા સિવિલ અને સોલા સિવિલની OPDમાં દૈનિક 150થી વધુ દર્દી પહોંચે છે. જે પૈકી 50થી વધુ બાળકોને સારવાર માટે દાખલ કરવામાં આવે છે. તો આહનાના પ્રેસિડેન્ટે કહ્યું કે ખાનગી હોસ્પિટલમાં પણ રોજના 30થી 40 ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસ નોંધાય છે. આ રોગચાળો એટલી હદે વકર્યો છે કે બે મહિનામાં જ 40 લોકોના મોત પણ થઈ ચુક્યા છે. ચિકનગુનિયાના દર્દીમાં સાંધા જકડાઈ જવાની સમસ્યા મુખ્યત્વે જોવા મળે છે. પરંતુ પાછલા બે મહિનામાં ચિકનગુનિયાના દર્દીઓમાં ફેફસામાં ગંભીર ઈન્ફેક્શન પણ જોવા મળી રહ્યું છે.
કોરોનાના કેસોએ ચિંતા વધારી છે
અન્ય રાજ્ય સાથે ગુજરાતમાં પણ કોરોના કેસની શરૂઆત થઇ ગઇ છે. બીજી લહેરમાં કોરોનાએ વિરામ લીધા બાદ કોરોનાના કેસની શરૂઆત થઇ ગઇ છે. અમદાવાદમાં કોરોના કેસ શરૂ થતાં ગીતા મંદિર એસટી સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પણ AMC ની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને કોરોના ટેસ્ટિંગને લઇને અગમચેતી રાખવામાં આવી રહી છે. ટેસ્ટિંગ સાથે વેક્સીનેશનની કામગીરી કરાઈ રહી છે. જોકે બીજી તરફ લોકો કોરોના નિયમ ભંગ કરતા પણ દેખાયા છે. માઇક પર એનાઉન્સમેન્ટ કરી લોકોને ટેસ્ટ કરાવવા અને વેક્સીન લેવા અપીલ કરાઈ રહી છે. એસટી સ્ટેન્ડ પર 3 ટીમ કામે લગાવાઇ છે.
આ પણ વાંચો : રાજકોટના ઉપલેટા ગઢાળા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ, વિધાર્થીઓએ પાણીમાં થઇ શાળાએ જવા મજબૂર
આ પણ વાંચો : Ahmedabad : કોરોનાએ વધારી ચિંતા, ગીતા મંદિર ST સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પણ AMCની વિશેષ વ્યવસ્થા