Ahmedabad: માહિતી વિભાગની પરીક્ષા કમલમ પ્રેરિત, ભરતી પ્રક્રિયા GPSCને બદલે ખાનગી એજન્સીને સોપી હોવાનો મોઢવાડિયાનો આક્ષેપ

| Edited By: | Updated on: Dec 22, 2021 | 5:15 PM

માહિતી વિભાગના વર્ગ 1 અને 2ની અલગ અલગ પોસ્ટની ભરતી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. હાઇકોર્ટે ડેપ્યુટી ડાયરેક્ટર, વર્ગ-૧ અને ૨ ની ભરતી પ્રક્રિયા આગળ વધારવા પર રોક લગાવી છે. ત્યારે કોંગ્રેસે પણ આ મામલે વિરોધનો સૂર ઉઠાવ્યો છે.

માહિતી વિભાગ(Information Department)ની ડેપ્યુટી ડાયરેક્ટર વર્ગ-૧ અને ૨ની ભરતી પ્રક્રિયા આગળ વધારવા પર ગુજરાત હાઇકોર્ટે(Gujarat High Court) રોક લગાવી છે. ત્યારે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા(Arjun Modhwadia)એ પણ આ મુદ્દે મીડિયા સાથે વાત કરતા ભાજપ પર નિશાન સાધ્યુ છે અને આ પરીક્ષાને ગુજરાતના કમલમથી પ્રેરિત કહી દીધી છે. એટલુ જ નહીં પરીક્ષામાં ગેરરિતી થઇ હોવાનું તેમજ કાયદા વિરુદ્ધ ઠરાવ કરીને પરીક્ષા લેવાઇ હોવાનું તેમણે નિવેદન આપ્યુ છે.

 

શું આક્ષેપ કર્યો?

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ મીડિયાને સંબોધતા જણાવ્યુ હતુ કે કમલમમાંથી લિસ્ટ અપાયું હોય એમ આ ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે. ગુજરાતના યુવાનોનું શોષણ કરવા માટેની સિસ્ટમ ઉભી કરી છે. તેમણે આક્ષેપ કરતા કહ્યુ કે એકપણ પરીક્ષા એવી નથી ગઈ જેમાં સ્કેમ ન થયા હોય. તેમણે કહ્યુ કે માસ્ટર માઈન્ડ સલામત રહે છે અને નાના લોકો ફસાઈ જાય છે. તેમણે સમગ્ર ભરતી પ્રક્રિયાની જવાબદારી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ના બદલે ખાનગી એજન્સીને સોંપી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. સાથે જ સમગ્ર ભરતી પ્રક્રિયા કમલમ પ્રેરિત હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

શું છે પરીક્ષાનો વિવાદ?

મહત્વનું છે કે માહિતી વિભાગના હાઇકોર્ટે ડેપ્યુટી ડાયરેક્ટર, વર્ગ-૧ અને ૨ ની ભરતી પ્રક્રિયા આગળ વધારવા પર હાઇકોર્ટે રોક લગાવી છે. ભરતી માટેના સિલેક્ટ લિસ્ટ પર હાઇકોર્ટે સ્ટે આપ્યો છે.પરીક્ષાના કેટલાક ઉમેદવારોએ હાઇકોર્ટમાં ભરતી પ્રક્રિયાને લઈ ગુજરાત હાઇકોર્ટમાં પડકર્યો હતો. જેને લઇને હાઇકોર્ટે આ સ્ટે આપ્યો છે. અરજદારોએ હાઇકોર્ટમાં અરજી કરીને દાવો કર્યો હતો કે ઇન્ટરવ્યૂ લેવા માટે 5 વ્યક્તિની પેનલના તમામ સભ્યોએ હાજર રહી ઇન્ટરવ્યૂ નથી લીધા. 100 માર્ક ઇન્ટરવ્યૂમાં પેનલના દરેક સભ્યોએ માર્ક આપવાના હોય છે પરંતુ પેનલના સભ્યોની સંખ્યા ઓછી હોવાના કારણે ઇન્ટરવ્યૂમાં અપાયેલા માર્ક સમાનતા જળવાઈ નથી. હાઇકોર્ટે રાજ્ય સરકાર, માહિતી વિભાગ સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ મામલે હાઈકોર્ટે પૂછ્યું કે આવું કઈ રીતે ચાલે? સાથે જ ભરતી પ્રક્રિયામાં સમાન તક ના સિધ્ધાંતનો ભંગ થયો હોવાનું કોર્ટનું પ્રાથમિક તારણ હોવાનું અવલોકન કર્યું છે.

 

આ પણ વાંચો: પેપર લીકનો મસમોટો ગુનાહિત ઈતિહાસ ધરાવનારને કેમ અપાયું પેપર છાપવાનું કામ? મુદ્રેશ પર કોના છે ચાર હાથ?

આ પણ વાંચો: રાજ્યમાં 78 PSIની PI તરીકે કરવામાં આવી બઢતી, જાણો કયા વિસ્તારના અધિકારીને મળ્યું પ્રમોશન

Published on: Dec 22, 2021 05:10 PM