જો તમને એવું લાગે છે કે મતદાન કરવું સમય બરબાદ કરવા જેવું છે, તો પરદાદા-પરદાદીની ઉંમરના આ ગુજરાતી લોકોને મળો,100 વર્ષથી વધુ ઉંમરના 719 લોકો દરેક ચૂંટણીમાં કરી રહ્યા છે મતદાન
ચૂંટણી એ લોકશાહીનો મહાપર્વ છે અને વોટ આપવો એ દરેક નાગરિકની ફરજ છે. ત્યારે હાલમાં દેશના સૌ પ્રથમ મતદારની વાત થઈ રહી છે ત્યારે ગુજરાતના અમદાવાદ શહેરમાં વયોવૃધ્ધ મતદાતાઓ પણ વોટ આપવા માટે ઉત્સાહી છે. 100 વર્ષથી પણ વધુ ઉંમરના આ મતદાતાઓમાં મત આપવાનો ઉત્સાહ યુવા મતદારોને પણ પ્રેરણા આપે તેવો છે. મણિનગરમાં રહેતા લીલાવતીબેન […]
ચૂંટણી એ લોકશાહીનો મહાપર્વ છે અને વોટ આપવો એ દરેક નાગરિકની ફરજ છે. ત્યારે હાલમાં દેશના સૌ પ્રથમ મતદારની વાત થઈ રહી છે ત્યારે ગુજરાતના અમદાવાદ શહેરમાં વયોવૃધ્ધ મતદાતાઓ પણ વોટ આપવા માટે ઉત્સાહી છે. 100 વર્ષથી પણ વધુ ઉંમરના આ મતદાતાઓમાં મત આપવાનો ઉત્સાહ યુવા મતદારોને પણ પ્રેરણા આપે તેવો છે.
મણિનગરમાં રહેતા લીલાવતીબેન પટેલની ઉંમર 101 વર્ષ છે. ઉંમરની સદી વટાવી ચૂકેલા લીલાવતીબેન પથારીવશ હોવા છતાં પણ તેમનો જુસ્સો હજુ પણ અકબંધ છે. 100 વર્ષ વટાવીને તેમણે આઝાદી બાદની તમામ ચૂંટણીઓ જોઈ છે. તેમણે દરેક ચૂંટણીમાં મતદાન પણ કર્યું છે. આટલી ઉંમર હોવા છતાં પણ નવયુવાનોને પ્રેરણા મળે તે રીતે કહે છે કે મત તો આપવો જ જોઈએ.
ઉંમરની સદી વટાવી ગયેલા વૃધ્ધો પણ મતદાન કરવા ઉત્સાહીત રહ્યા છે. એટલું જ નહીં માત્ર અમદાવાદ જીલ્લામાં 100 વર્ષથી વધુની ઉંમર ધરાવતા 719 મતદારો છે. જે સમગ્ર દેશના યુવાનોને પ્રેરણા આપે તેવા છે. તેમની ઉંમર પણ લોકશાહીનો પર્વ મનાવવા માટે સહેજ પણ આડે નથી આવતી.
આવા જ એક મતદાતા છે ઈસનપુરમાં રહેતા સીતાબેન ઠાકોર છે. સીતાબેનની ઉંમર 112 વર્ષની છે. 112 વર્ષની ઉંમરે પણ તેઓ ચાલીને મતદાન મથકે મત આપવા માટે જાય છે. સીતાબહેને અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં મતદાન કર્યુ છે. સીતાબેન પણ તમામ મતદારોને અપીલ કરે છે કે તમામે મતદાન કરી પોતાની ફરજ નિભાવવી જોઈએ.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]