Local Body Election Breaking: અમદાવાદના ઠક્કરબાપાનગરના અલગ-અલગ સોસાયટીના લોકોએ એક સાથે કર્યું મતદાન

| Updated on: Apr 26, 2026 | 1:54 PM

Local Body Election Breaking: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજે અમદાવાદ શહેરમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું. અમદાવાદના ઠક્કરબાપાનગરના અલગ-અલગ સોસાયટીના 300થી 400 રહીશો મતદાન કરવા પહોંચ્યા હતા.

રાજ્ય ચૂંટણી આયોગની જાહેરાત મુજબ આજે 26 એપ્રિલ, 2026ના રોજ રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવામાં આવી છે. ગુજરાતમાં આજે કુલ 9292 બેઠકો માટે 25579 ઉમેદવારો વચ્ચે મતદાન છે.

અમદાવાદના ઠક્કરબાપાનગરના સરદાર પાર્ક, માતૃ બંગ્લોઝ સહિત અલગ-અલગ સોસાયટીના રહીશો એક થયા અને સૌએ મળીને મતદાન કેન્દ્રમાં જઈ મતદાન કર્યું. આ દરમિયાન યુવાઓથી લઈ વડીલો અને મહિલાઓ સુધી દરેક વર્ગના લોકોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો.

લોકશાહી પ્રત્યેની જવાબદારી

ઠક્કરબાપાનગરના સોસાયટીના લોકોની એકતા આ પ્રેરણાદાયી સાબિત થઈ છે. એકસાથે ઢોલ નગારા લઈ સ્થાનિકો મતદાન મથક પહોંચ્યા હતા અને લોકોને અપીલ કરી છે કે પોતપોતાના ઘરેથી નીકળીને મતદાન કરે. વધુમાં લોક બોલ્યા કે રોડ-રસ્તા, વિકાસના મુદ્દાને ધ્યાનમાં રાખીને યોગ્ય ઉમેદવારને વોટ આપવાની અપીલ કરી છે કારણ કે આ દરેક નાગરીકનો અધિકાર છે.

વહેલી સવારથી લોકો પોત પોતાના મતદાન કેંદ્ર પર જઈને મત આપી રહ્યા છે. વધુમાં વધુ લોકો પોતાના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ઘણા લોકોએ પણ ઠક્કરબાપાનગરના સોસાયટીના લોકોની આ પહેલના વખાણ કર્યું છે. આવા પ્રયાસોથી મતદાનનું પ્રમાણ વધી શકે એવી શક્યતા દર્શાવી છે. સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ રહી છે. કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ નથી.

 

Local Body Election Breaking: રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરીવાર સાથે કર્યું મતદાન

Published on: Apr 26, 2026 12:46 PM
Follow Us