Ahmedabad : રથયાત્રાની મંજૂરી પૂર્વે હોસ્પિટલ એસોસિએશને કોરોનાની ત્રીજી લહેરને લઇને આપી આ ચેતવણી

|

Jul 02, 2021 | 3:53 PM

રથયાત્રાને લઈને અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશને (Ahna) એક નિવેદન આપ્યું છે. Ahnaનું માનવું છે કે રથયાત્રા કે કોઈ પણ ધાર્મિક પર્વ કે મેળાવડા ને મંજૂરી ન આપવી જોઈએ.

Ahmedabad : રથયાત્રાની મંજૂરી પૂર્વે હોસ્પિટલ એસોસિએશને કોરોનાની ત્રીજી લહેરને લઇને આપી આ ચેતવણી
Ahmedabad Rathyatra ( File Photo)

Follow us on

ગુજરાતના કોરોના(Corona)ની બીજી લહેરની અસર ધીરે ધીરે ઘટી રહી છે. તેવા સમયે આગામી સમયમાં રથયાત્રા(Rathyatra )સહિત કોઇપણ ધાર્મિક કાર્યક્રમ કે મેળાવડા ન યોજવા અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન(Ahna)એ સલાહ આપી છે. તેમજ તેમના મતે જો રથયાત્રાને મંજૂરી મળે તો તેમાં ઉમટનારી ભીડ ત્રીજી લહેર જલ્દી નોતરી શકે છે.

રથયાત્રાની મંજૂરી મળશે તો લોકો એકઠા થશે અને કોવિડ નિયમનો ભંગ થશે

અમદાવાદ શહેરમાં રથયાત્રા નીકળશે કે નહીં તેને લઈને હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. જો કે રથયાત્રા(Rathyatra )ના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રથયાત્રાને લઈને મંદિર પરિસરના તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે આ તૈયારી વચ્ચે રથયાત્રાને લઈને અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન(Ahna)એ એક નિવેદન આપ્યું છે. Ahnaનું માનવું છે કે રથયાત્રા કે કોઈ પણ ધાર્મિક પર્વ કે મેળાવડા ને મંજૂરી ન આપવી જોઈએ. કેમ કે જો મંજૂરી મળશે તો લોકો એકઠા થશે અને કોવિડ નિયમનો ભંગ થશે. જે ત્રીજી લહેરને વહેલું આમંત્રણ આપી શકે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સાવધાની રાખવા Ahna એ અપીલ કરી

Ahnaનું એ પણ માનવું છે કે ડિસેમ્બર 2022 સુધી કોઈ પણ પ્રકારના ધાર્મિક કે સામાજિક કે રાજકીય કાર્યક્રમને મંજૂરી ન આપવી જોઈએ. કારણ કે હાલમાં કોરોના(Corona)ની બીજી લહેર માંથી શહેર અને રાજ્ય માંડ માંડ બહાર નીકળી રહ્યું છે અને કોરોનાની ત્રીજી લહેરની શકયતા છે અને ડેલ્ટા પ્લસ વાયરસ પણ ગુજરાતમાં આવી પહોંચ્યો છે. તેવા સમયે જો રથયાત્રાને મંજૂરી આપવામાં આવશે તો તે કોરોનાને ફરી આમંત્રણ આપી શકે છે. જેથી સાવધાની રાખવા ahna એ અપીલ કરી છે.

Ahna નું એ પણ માનવું છે કે ભૂતકાળની ઘટનાઓ પરથી સરકારે અને લોકોએ શીખ લેવી જોઈએ. અને તેમાંથી શીખ મેળવી આ પ્રકારના કોઈ પણ કાર્યક્રમોને મંજૂરી ન આપવી જોઈએ.

નાગરિકે પોતાની ફરજ સમજી નિયમ પાળીને કામ વગર બહાર નીકળવું નહિ

મહત્વનું છે કે બીજી લહેરમાં કોરોના કેસમાં સતત ધટાડો નોંધાયો છે. જેમાં છેલ્લા 3 દિવસ થી રાજ્યમાં 100 ની નીચે કેસ નોંધાયા છે. જેથી કેસમાં ઘટાડો નોંધાતા રાહત મળી છે. પણ તેની સામે સાવચેતી અને સતર્કતા રાખવી તેટલી જ જરૂરી છે. Ahna ના પ્રેસિડેન્ટનું નિવેદન છે કે બીજી લહેરમાં ખાનગી હોસ્પિટલમાં 6500 બેડ હતા જે ફૂલ હતા તેમજ વેઇટિંગ હતું. તે જ 6500 બેડમાં હાલ 5 દર્દી દાખલ છે. આ તમામ બાબતને હળવાશ માં ન લેવી જોઈએ. આ ઉપરાંત દરેક નાગરિકે પોતાની ફરજ સમજી નિયમ પાળીને કામ વગર બહાર નીકળવું નહિ તેવી પણ ahna દવારા સલાહ અપાઈ છે.

Ahna એ કહ્યું છે કે હાલમાં જ્યારે કેસ ઓછા છે ત્યારે કોન્ટેકટ ટ્રેસિંગનો ઉત્તમ સમય છે. તેમજ જે લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે તેઓને આઇસોલેટ કરવાનું મેન્ડેટરી બનાવવા પણ Ahna એ સૂચન કર્યું છે. જેથી કોરોના કેસને શોધી તેની સારવાર કરી શહેરને કોરોના મુક્ત બનાવી શકાય

Published On - 3:50 pm, Fri, 2 July 21

Next Article