Oxygenના ઉત્પાદનમાં ગુજરાત ટોપ પર, ઉત્પાદન વધારવા 300થી 400 કરોડનું કરવામાં આવશે રોકાણ

|

May 02, 2021 | 7:59 PM

કોરોનાકાળમાં ઓક્સિજનની ભારે અછત સર્જાઈ છે, ત્યારે ઓક્સિજન (Oxygen)ના ઉત્પાદનમાં ગુજરાત ટોચ પર છે. હજુ પણ ગુજરાતમાં ઓક્સિજનનું ઉત્પાદન વધારવા 300થી 400 કરોડનું રોકાણ આવશે.

Oxygenના ઉત્પાદનમાં ગુજરાત ટોપ પર, ઉત્પાદન વધારવા 300થી 400 કરોડનું કરવામાં આવશે રોકાણ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Ahmedabad: કોરોનાકાળમાં ઓક્સિજનની ભારે અછત સર્જાઈ છે, ત્યારે ઓક્સિજન (Oxygen)ના ઉત્પાદનમાં ગુજરાત ટોચ પર છે. હજુ પણ ગુજરાતમાં ઓક્સિજનનું ઉત્પાદન વધારવા 300થી 400 કરોડનું રોકાણ આવશે. 90 ટકા ઓક્સિજન પર ચાલતા એન્જીનીયરીંગ સેક્ટરમાં 80 ટકા યુનિટો બંધ છે. ઓક્સિજનનો તમામ જથ્થો જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.

 

ઓક્સિજનના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં માર્કેટ લીડર બન્યું છે. દેશમાં 7100 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન દરરોજ થઈ રહ્યું છે. જેમાં 1000 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન ગુજરાતમાં જ થાય છે. ઓક્સિજનની માંગ વધતા આગામી એક મહિનામાં ગુજરાતમાં ઓક્સિજનનું ઉત્પાદન વધારવા માટે 300થી 400 કરોડના રોકાણનું અનુમાન છે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

 

ગુજરાતમાં સૌથી વધુ ઓક્સિજનનું ઉત્પાદન કરતી આઈનોકસ, રિલાયન્સ, લિંદેહ સહિતની ચારથી પાંચ મોટી કંપનીઓ દૈનિક 250થી 300 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન વધારવા માટે નવા પ્લાન્ટ અને વિસ્તરણ કરે તેવી શક્યતા છે. આ અંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે જણાવ્યું હતું કે ગુજરાતમાં પેટ્રોકેમિકલ, અલોય અને સ્ટીલ પ્લાન્ટમાં 50 હજાર કરોડનું રોકાણ આવશે.

 

જેમાં મોટા ઓક્સિજન પ્લાન્ટ પણ હશે. આ ઉપરાંત બીએસએ બેઝ ટેકનોલોજીના માધ્યમથી ઓક્સિજનનું ઉત્પાદન પણ વધશે. હોસ્પિટલમાં બીએસએ બેઝ ઓક્સિજન પ્લાન્ટ હોવો જરૂરી છે. આ પ્લાન્ટ માટે જરૂરી મશીનરી અને સાધન સામગ્રી માટે પણ 300થી 400 કરોડનું રોકાણ આવશે.

 

સામાન્ય સમયમાં 15થી 20 ટકા ઓક્સિજનનો હિસ્સો જ મેડિકલ ક્ષેત્રમાં વપરાય છે. પરંતુ હાલ સર્જાયેલી ઓક્સિજનની અછતને કારણે ઓક્સિજનનો તમામ પુરવઠો મેડિકલ વપરાશ માટે થઈ રહ્યો છે. ઓક્સિજનનો સૌથી વધુ વપરાશ એન્જીનીયરીંગ સેક્ટરમાં થાય છે. એન્જીનીયરીંગ સેક્ટરમાં ઓક્સિજનનો પુરવઠો ન મળવાને કારણે 80 ટકા યુનિટો બંધ છે.

 

આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સુવિધા હોવા છતાં વ્યવસ્થાના અભાવે આ સ્થિતિ સર્જાઈ છે. ભૂતકાળમાં પણ સરકારે રોકાણના અનેક દવાઓ કર્યા હતા. રોકાણ આવે એ આવકારદાયક બાબત છે, પરંતુ અત્યારે સરકારે નાની નાની જરૂરિયાતો પૂરી કરવી જોઈએ. લોકોને સિલિન્ડર ક્યાંથી મળશે, રિફીલિંગ ક્યાંથી કરવી શકશે, હોમ આઈસોલેશનમાં રહેલા લોકોને કેવી રીતે ઓક્સિજન મળશે, હોસ્પિટલોને કેવી રીતે ઓક્સિજન મળશે તેનું આયોજન કરવું પડશે.

 

 

ઈન્ડસ્ટ્રીને મળતો ઓક્સિજનનો જથ્થો બંધ કરી દેવામાં આવતા ઓટો મોબાઈલ સેક્ટરમાં પણ મીની લોકડાઉન જેવો માહોલ છે. ત્યારે ઓક્સિજનનું ઉત્પાદન વધારવા ઓક્સિજન કંપનીઓ ગુજરાતમાં 8થી 10 નવા પ્લાન્ટ શરૂ કરી શકે છે. આગામી દિવસોમાં ગુજરાતમાં ઓક્સિજનનું ઉત્પાદન વધારવા પ્રયાસો થઈ રહ્યા છે. જેમાં અનેક કંપનીઓ પણ આગળ આવી છે.

 

આ પણ વાંચો: ચીનથી ઓક્સિજન સિલિન્ડર્સની ડિલીવરીમાં થઈ રહ્યો હતો વિલંબ, Sonu Soodએ ઉઠાવ્યો હતો સવાલ તો મળ્યો આ જવાબ

Next Article