ચીનથી ઓક્સિજન સિલિન્ડર્સની ડિલીવરીમાં થઈ રહ્યો હતો વિલંબ, Sonu Soodએ ઉઠાવ્યો હતો સવાલ તો મળ્યો આ જવાબ

કોરોના સંકટની આ ઘડીમાં સોનુ સૂદે હજારો લોકોને મદદ કરી ચુક્યા છે. જોકે ઘણી વાર તેમના માટે આ સફર સરળ નથી હોતી. કોરોના રોગચાળાથી જે હાલત છે, જેના લીધે ઓક્સિજન સિલિન્ડરથી લઈને બેડ અને દવાઓ સુધીની દરેક વસ્તુની અછત છે.

  • tv9 webdesk40
  • Published On - 19:46 PM, 2 May 2021
ચીનથી ઓક્સિજન સિલિન્ડર્સની ડિલીવરીમાં થઈ રહ્યો હતો વિલંબ, Sonu Soodએ ઉઠાવ્યો હતો સવાલ તો મળ્યો આ જવાબ
Sonu Sood

કોરોના સંકટની આ ઘડીમાં સોનુ સૂદે હજારો લોકોને મદદ કરી ચુક્યા છે. જોકે ઘણી વાર તેમના માટે આ સફર સરળ નથી હોતી. કોરોના રોગચાળાથી જે હાલત છે, જેના લીધે ઓક્સિજન સિલિન્ડરથી લઈને બેડ અને દવાઓ સુધીની દરેક વસ્તુની અછત છે. આ વાત સોનુએ પોતે ટ્વીટ કરીને કહી ચુક્યા છે. આ બધું હોવા છતાં તેઓ હિંમત નથી હારતા અને જરૂરિયાતવાળા લોકોને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 

ચીનને કરી હતી ફરિયાદ

સોનુ સૂદે ગતરોજ એક ટ્વીટમાં કહ્યું હતું કે ચીનથી સેંકડો ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સને ભારત લાવવાના છે, પરંતુ ચીને તેને અવરોધિત કરી દીધા છે. તેમણે કહ્યું કે લોકોનું જીવન ખત્મ થઈ રહ્યું છે અને આ સારુ નથી. પોતાના ટ્વીટમાં સોનુ સૂદે લખ્યું છે કે ‘અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ સેંકડો ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ ભારતમાં લાવવામાં આવે.

 

દુ:ખની વાત એ છે કે ચીને આપણો ઘણો માલસામાન અવરોધિત કરી દીધો છે અને અહીંયા ભારતમાં દર મિનિટે જિંદગી ખત્મ થઈ રહી છે. હું @China_Amb_India @MFA_China ને વિનંતી કરું છું કે અમારો માલસામાન માટેનો રસ્તો સાફ કરવામાં અમારી મદદ કરે જેથી અમે લોકોનું જીવન બચાવી શકીએ. ‘ સોનુ સૂદે આ ટ્વીટ સાથે ભારતમાં ચીનના રાજદૂત અને ચીનના દેશના મંત્રાલયને ટેગ કર્યા છે.

 

 

 

https://twitter.com/SonuSood/status/1388366581252595716

 

ચીનનો જવાબ
હવે આના પર ચીનના રાજદૂત સન વેઈદાંગે લખ્યું છે કે ‘મિ. સુદ તમારા ટ્વીટર પરથી માહિતી મળી. કોવિડ 19ની ભારતની લડાઈમાં ચીન સંપૂર્ણ મદદ કરશે. મારી માહિતી મુજબ ચીનથી ભારત જવાના તમામ કાર્ગો ફ્લાઈટ રૂટ્સ સામાન્ય છે. છેલ્લા બે અઠવાડિયામાં ચીનથી ભારત વચ્ચે કાર્ગો ફ્લાઈટ્સ યોગ્ય રીતે કાર્યરત છે. ‘

 

સોનુએ માન્યો આભાર
સોનુએ આગળ જવાબમાં લખ્યું કે ‘તમારા જવાબ માટે આભાર. આ સમસ્યા હલ કરવા માટે હું તમારી ઓફિસ સાથે સંપર્કમાં છું. તમારી ચિંતા માટે પ્રશંસા કરુ છું. ‘

 

આ પણ વાંચો :- Birthday Special : સિનેમાના જાદુગર હતા Satyajit Ray, તેમની આ 5 ફિલ્મોએ બદલી નાખ્યો ભારતીય સિનેમાનો ચહેરો

 

આ પણ વાંચો :- Anushka Sharma એ જ્યારે આપ્યું હતું Aamir Khan ની આ બ્લોકબસ્ટર ફિલ્મ માટે ઓડિશન, જુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ